________________
શ્રીમતે શત્રુંજયમંડન આદિનાથાય નમઃ
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ શ્રી સિદ્ધ-ભદ્ર-ૐકારગુરુભ્યો નમ :
ચો- અાનંદ મહેલ
યૂનાનના પ્રસિદ્ધ દાર્શનિક પાયથાગોરસ અધ્યાત્મના ઊંડા રહસ્યને પામવા અધ્યાત્મની એક વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા ગ્રીસ દેશમાં ગયા. પરંતુ આશ્ચર્ય ત્યાં જગ્યું કે તેઓને પ્રવેશ આપવામાં ન આવ્યો. અતિમનીષી તે મહાન દાર્શનિકને પ્રવેશ ન મળતાં અકળાયાં. પરંતુ જિજ્ઞાસાની તીવ્રતાએ વારંવાર પ્રવેશ મેળવવા પ્રયાસ કરાયો.પ્રત્યેક પ્રયાસે એક જ વાત કહેવામાં આવી કે “તમો જયાં સુધી અહીંથી આપવામાં આવતા ઉપવાસ અને પ્રાણાયામ આદિના પ્રયોગાત્મક શિક્ષણમાંથી પસાર નહિ થાવ ત્યાં સુધી તમને અહિં પ્રવેશ નહિં મળે.'
પાયથાગોરસ પણ બૌદ્ધિક્તાથી તે વાતને નકારતાં કહેતાં કે “હું અધ્યાત્મનું ઉચ્ચજ્ઞાન લેવા માટે આવું છું - આવા પ્રયોગાત્મક શિક્ષણની મારે ક્યાં જરૂર છે ?' છતાંય વિદ્યાલયના કુલપતિઓનો તો એકજ આગ્રહ રહ્યો કે તમારે આ પ્રક્રિયામાંથી પસાર તો થવું જ પડશે. અને તે પ્રયોગાત્મક શિક્ષણથી જયાં સુધી તમે બદલાશો નહિં ત્યાં સુધી તમોને પ્રવેશ નહિ મળે. અમે જ્ઞાન નહીં આપી શકીએ. અને વાસ્તવમાં જ્ઞાન તે જ છે કે જે જીવંતા હોય અને અનુભવયુક્ત હોય.
આખરે પાયથાગોરસને ઝુકવું પડ્યું ને તે પ્રયોગાત્મક ધોરણમાંથી પસાર થવું પડ્યું. ૪૦ દિવસના ઉપવાસ અને પ્રાણાયામ આદિ વિશિષ્ટ પ્રક્રિયાઓ સજાગતા - સભાનતા પૂર્વક કર્યા પછી તેમને પ્રવેશ મળ્યો. પરંતુ મહા આશ્ચર્ય ત્યારે થયું કે જયારે પાયથાગોરસે પોતે કહ્યું કે- હવે તમે જૂના પાયથાગોરસને પ્રવેશ નથી આપતા, કેમકે તે માત્ર બૌદ્ધિક પાયથાગોરસ હતો. તે કયારનો ય મરી ચૂક્યો છે. હાર્દિક પાયથાગોરસનો નવો જન્મ થયો છે. તમે તેને પ્રવેશ આપો છો, અર્થાત મારો સંપૂર્ણ દૃષ્ટિકોણ પહેલાં માત્ર બૌદ્ધિક હતો, હવે બુદ્ધિનો અંચળો ઉતર ગયો છે. હવે બુદ્ધિ હૃદયમાં ઉતરી આવી છે. હું બદલાઈ ગયો છું.
૧૩
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org