________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૧૬૯ જાય તે જ્ઞાન છે. દર્શનમોહનીયનો ક્ષયોપશમ થવાના કારણે સર્વ કાર્ય કે વિચાર વિવેકપૂર્વકના જ હોય અથતિ આમ કરવાથી મારા આત્માને લાભ શું? નુકસાન શું? એનો વિચાર જેમાં પ્રધાન હોય તેવો બોધ તે જ્ઞાન છે. જેમ તીર્થયાત્રા જનારમાં તીર્થયાત્રાની વિધિનું જ્ઞાન હોય. તીર્થયાત્રા શા માટે કરવી? કેવી વિધિથી કરવી ? તેમાં કેવા પરિણામ હોવા જોઈએ? તેનું ફળ શું? આ બધું જેને જ્ઞાન હોય એવો જીવ તીર્થયાત્રા દ્વારા એનું જે આત્મિક
ળ - શુદ્ધિ, નિર્જરા, પુણ્યાનુબંધી પુણ્ય તેને પ્રાપ્ત કરે છે તે જ રીતે હેયોપાદેયના વિવેકપૂર્વકના જ્ઞાનથી પણ જીવ મોક્ષમાર્ગમાં આગળ વધે છે.
ઉપાધ્યાયજી મ. જ્ઞાનનો અર્થ તથવિધોફેન - તેવા પ્રકારના હેયોપાદેયની વિચારણાપૂર્વક ઇન્દ્રિયથી ગ્રહણ કરેલા પદાર્થનો આગમાનુસારે બોધ તે જ્ઞાનએ પ્રમાણે કરે છે.
અસંમોહ શું છે? આ જ જ્ઞાન અનુષ્ઠાન અર્થાત્ પરિણતિ સહિત થાય તો તે અસંમોહરૂપ બને છે.
બત્રીસીમાં ઉપાધ્યાયજી મ. - હેયના ત્યાગ અને ઉપાદેયના ગ્રહણથી સહિત જ્ઞાન તે અસંમોહ છે. સ્વસ્વપૂર્વા કાં બેસાઈ - બુદ્ધિ, જ્ઞાન કે અસંમોહ પૂર્વક કરાતા ઇષ્ટ પૂર્ત કર્મમાં ભેદને સિદ્ધ કરનારો આ બોધ છે. અર્થાત્ બુદ્ધિપૂર્વક કરાતા ઇષ્ટકર્મથી જ્ઞાનપૂર્વક કરાતા ઇષ્ટકર્મ ભિન્ન છે ને અસંમોહપૂર્વક કરાતા ઇષ્ટકર્મ પણ ભિન્ન છે. આ અસંમોહ એ બોધનો રાજા છે. ત્રણે બોધમાં ઉત્તમ છે. આમ ત્રણેના લક્ષણ કહ્યું છતે આ ત્રણેને સમજાવવા લોકમાં પ્રસિદ્ધ એવું ઉદાહરણ કહે છે.
- લલિતવિસ્તરા - પરમતેજમાં પૂ. પાદ આચાર્યવિજયભુવનભાનુસૂરિજી મહારાજા લખે છે - અનુપ્રેક્ષા શું છે ?
આધુનિક વૈજ્ઞાનિકોનું ભૌતિક પદાર્થ પરનું ચિંતન, મનન એ અનુપ્રેક્ષા નથી બલે તે આત્મહિત બાધક છે. આત્મહિતને મુખ્ય કરીને પદ્રવ્યનું ચિંતન હેયોપાદેયના વિવેકપૂર્વક કરાય તે અનુપ્રેક્ષા છે. અનુપ્રેક્ષા તેનું નામ જે સંવેગ વધારે. અનુપ્રેક્ષા સંવેગ વધારવા દ્વારા પરના બંધનમાંથી છોડાવે છે. અનુપ્રેક્ષાની આ ઉત્કૃષ્ટ દઢ સંવેગ ઉત્પન્ન કરવાની જબરજસ્ત તાકાતને લઈને જ સંસાર છોડી નિષ્પાપ ચારિત્ર લીધા પછી પણ ઉપાર ઉપરના ગુણઠાણામાં ચઢવાનું અનુપ્રેક્ષાથી થાય છે. ભગિનીભોગી રાજા ચંદ્રશેખર, ઝાંઝરિયા મુનિવરનો ઘાતકરાજા, ભરત ચક્રવર્તી વગેરે ગૃહસ્થાવસ્થામાં પણ, કે ઘોર પાપ કરવા છતાં પણ પાપના અતિતીવ્ર પશ્ચાત્તાપ પૂર્વક ગુણઠાણામાં આગળ વધી ગયા તે અનુપ્રેક્ષાના બળ ઉપર.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org