________________
૨૪
યોગ દ્રષ્ટિના અજવાળ! ભાંગ - 3 અંકુરાને પેદા કરે છે તે જ રીતે ખારા પાણી સમાન અતત્વ શ્રવણના ત્યાગથી અને મીઠા પાણી સમાન તત્ત્વ શ્રવણથી જીવમાં અત્યાર સુધીમાં ગુણોની યોગ્યતા રૂપ બીજ પડેલું છે તે બીજને આશ્રયિને ગુણરૂપી અંકૂરા ઉત્પન્ન થાય છે. અહિંયા તત્ત્વશ્રવણ ગુણથી તત્ત્વનું સંવેદન સ્પષ્ટ રૂપે નથી. તે તો પાંચમી દૃષ્ટિમાં થવાનું છે પરંતુ અત્યારે હેયોપાદેયના વિવેકરૂપ જે અસ્પષ્ટ તત્ત્વ સંવેદન છે તેના દ્વારા તત્ત્વરૂપી અંકુરાને પેદા કરે છે. ગુણ દોષનો વિવેક એજ પ્રરોહ છે. અંકુર છે.
જેમ મધુરતાનો સ્પષ્ટ આસ્વાદ લીધા વિના પણ બીજ મીઠા પાણીના યોગથી અંકુરાને પેદા કરે છે. તેમ તત્ત્વનું શ્રવણ કરવા દ્વારા જીવ સંસારનું સુખ, સંસારના સંબંધો, સંસારના પાત્રો રૂપ અતત્ત્વ શ્રવણનો ત્યાગ કરતો જાય છે. તેનામાં આત્મગુણોનો વિકાસ, વૈરાગ્ય, હેયોપાદેયનો વિવેક, કષાયોનો ઉપશમ, પ્રાણીદયા, સરળતા આ બધું વિકસે છે અને આ જ અંકુર છે. તત્ત્વની પરિણતિ છે. અહિંયા તત્ત્વની સ્પષ્ટ અનુભૂતિ ન થવા છતાં પણ તત્ત્વની પરિણતિ પેદા થાય છે. તેનું કારણ આ દૃષ્ટિમાં તત્ત્વશ્રવણ નામનો ગુણ પેદા થયેલો છે. તેનું અચિંત્ય સામર્થ્ય છે. અચિંત્ય પ્રભાવ છે કે જીવમાં આ પ્રમાણે બીજમાંથી અંકુરને પેદા કરે છે.
જેમ ખેડૂત પહેલા જમીનને ખેડે પછી બીજ વાવે. ત્યારબાદ પાણી, પવન, ખાતર વગેરે અનુકૂળ દ્રવ્યોનો સંયોગ મળતા તેમાંથી ક્રમસર અંકુર, થડ, શાખા, પ્રશાખા, ફ્લ, ળ વગેરે પ્રાપ્ત થાય છે તેમ આ જીવ પણ જ્ઞાનીઓએ બતાવેલા યોગદૃષ્ટિના ક્રમિક વિકાસમાર્ગને અનુસરે છે ત્યારે તેના જીવનમાં પહેલી દૃષ્ટિમાં વાવેલ દુ:ખી જીવો પ્રત્યે અત્યંત દયા, ગુણવાન પ્રત્યે અદ્વેષ, સર્વત્ર ઔચિત્યનું પાલન, તીવ્રભાવે પાપ અકરણ વગેરે બીજ વિકસિત થાય છે તેના પ્રભાવે કમસર તત્ત્વજિજ્ઞાસા અને તત્ત્વની અર્થિતા એવી જાગે છે કે જેથી તત્ત્વનું શ્રવણ મળતા જીવમાં પ્રશાંતવાહિતા, હેયોપાદેયનો વિવેક, પૂર્વની ત્રણ દૃષ્ટિ કરતા વિશેષ વૈરાગ્ય વગેરે તત્ત્વની પરિણતિ ઉત્પન્ન થાય છે. જે અહિંયા પ્રરોહ છે. અંકુર છે. જેના બળે જ આગળ પાંચમી દૃષ્ટિમાં તત્ત્વબોધ પામવાનો છે. સ્વાનુભૂતિ - સમ્યક્રદર્શન પ્રાપ્ત થવાનું છે.
તત્ત્વશ્રવણ તેમજ અહિંસા, દયા, દાન-પરોપકાર આદિ સત્ ક્રિયાનું ળ, “જીવને ભવ પરત્વે ખેદ આવે” તે છે. મારે હજુ કેટલા ભવ કરવા પડશે ? કેટલા જન્મ મરણ કરવા પડશે ? તેવો જાગૃતિપૂર્વકનો ભાવ આવવો બહુ દુર્લભ છે. ભવખેદ આવેથી જીવ જન્મ મરણના ચક્રાવાથી છૂટવા પ્રયત્ન કરે છે અને બંધન રહિત દશાને જીવ પામે છે.
પ્રાણીદયા ગમે તેટલી ચિંતવી હશે પણ જો ભવખેદ નહિ ચિંતવ્યો હોય તો જન્મ મરણના ફ્રા ચાલુ રહેશે અને જીવ મુલાયમ ભાવમાંથી ક્રૂર ભાવોમાં આવશે.
- સાધનાના સોપાન - (૧) ચમ-નિયમથી જગતના જીવો સાથે વિવેકી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org