________________
યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ - ૩
૨૩ આશયશુદ્ધિ વર્તે છે અને તેના સાધન રૂપે ધર્મશ્રવણમાં તત્પર બનેલો સાધક સ્વાભાવિક રીતે પ્રાણથી પણ ધર્મને અધિક સ્વીકારે છે અને તેથી જ ઉત્થાના દોપ સંભવતો નથી.
આ પ્રમાણે ચોથી. દૃષ્ટિમાં જીવને તત્ત્વશ્રવણ નામનો ગુણ પ્રાપ્ત થાય છે. તેના હૃદયની પરિણતિ અને આશય ઉરચ બને છે. અંદરમાં ઉપશમ સુખની અનુભૂતિ થાય છે. જીવો પ્રત્યે મૈત્રી, વાત્સલ્ય પરિણામ જાગે છે. તેને કારણે ધર્મ જ સાચો મિત્ર છે, તે પરલોકમાં સાથે આવે છે આ વાતની શ્રદ્ધા એટલી દૃઢ થાય છે કે જેના કારણે ધર્મ એને પોતાના પ્રાણથી પણ અધિક પ્રિય લાગે છે. પહેલી ત્રણ દૃષ્ટિમાં પેદા થયેલ ક્રમસર તત્ત્વઅદ્વેષ, તત્ત્વજિજ્ઞાસા અને તત્ત્વશુશ્રુષાના બળ ઉપર આ તત્ત્વશ્રવણ નામનો ગુણ પેદા થાય છે અને આના બળ ઉપર જ જીવને પાંચમી દૃષ્ટિમાં તત્ત્વબોધ પ્રાપ્ત થાય છે. આ બતાવે છે કે જીવે આધ્યાત્મિક વિકાસના પગથિયા સર કરવા હોય તો પહેલા જીવ પ્રત્યેનો દ્વેષ કાઢવો જ પડે. જીવ પ્રત્યે દ્વેષ હોય તેને તત્ત્વ પ્રત્યે પણ દ્વેષ રહે જ. કારણ કે જીવ એ શિવ છે, નર એ નારાયણ છે અને આત્મા એ પરમાત્મા છે માટે જીવ એ પરમાત્માનો અંશ હોવાના કારણે જીવ પ્રત્યેનો દ્વેષ નીકળી અદ્વેષ આવે ત્યાર પછી જ જીવને તત્ત્વની જિજ્ઞાસા માટેની ભૂમિકા ઊભી થાય છે અને તત્ત્વની જિજ્ઞાસા જાગે તો જ તત્ત્વને સાંભળવાની ગરજ જાગે અને એના બળ ઉપર તત્ત્વશ્રવણ આવે છે. જે આવતાં જ અંદરની વિશુદ્ધિ આવે છે. મોક્ષ પ્રાપ્તિનો આશય બળવત્તર બનતો જાય છે અને તેને કારણે ધર્મ એવો ગમે છે કે ધર્મની ખાતર પ્રાણ આપવા સુધીની તેની તૈયારી હોય છે.
કોઈપણ વસ્તુ અતિશય ગમે - હૃદય સાથે ઓતપ્રોત થાય, એના વિના હૃદય બેચેની અનુભવે ત્યારે જ જીવ આ કક્ષાએ પહોંચી શકે છે અને આ કક્ષાએ પહોંચવા માટે જીવે ઉપરની બતાવેલી ભૂમિકામાંથી પસાર થવું પડે છે. અનંતકાળના ઓઘ દૃષ્ટિના અંધારા ઉલેચાયા પછી પોતાના આત્માની અંદરમાં પડેલ વૈભવને પ્રાપ્ત કરવા માટેના આ ક્રમિક સોપાન છે. બહારથી ધર્મ કરવા છતાં અંદરથી આ બધા ગુણોની પ્રાપ્તિ ન થાય તો જીવ અધ્યાત્મના ક્ષેત્રે પામ્યો ન કહેવાય. અધ્યાત્મના ક્ષેત્રમાં બહારમાં કરવાનું છે પણ કરીને અંદરમાં પામવાનું છે. એ વાત ખાસ ખ્યાલમાં રાખવા જેવી છે. આ વાત આજે ભૂલાઈ રહી છે માટે આપણે મૂળ ધરીથી ખસી રહ્યા છીએ.
તત્ત્વશ્રવણનું ફળ क्षाराम्भत्यागतो यद्वन्मधुरोदकयोगतः । बीजं प्ररोहमादत्ते तद्वत्तत्त्वश्रुतेर्नरः ॥ ६१ ॥
જેમ ખારા પાણીનો ત્યાગ થવાથી અને મીઠા પાણીના માધુર્યનું સ્પષ્ટ સંવેદન હોવાથી અવગમ ન હોવા છતાં પણ મીઠા પાણીના યોગથી બીજ જેમાં
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org