________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
લોભે પિતાનો સંબંધ પણ ભૂલી ગયો. રોજ પોતાના સેવક પાસે ૧૦૦-૧૦૦ ઇંટરના માર મરાવે છે. તે પણ પાછા મીઠા અને મરચાંથી પાયેલા. તેમાં પણ આજે જે જગ્યાએ માર્યો, કાલે તે જ જગ્યાએ મરાવે છે. અતિશય દુ:ખ આપવા છતાં શ્રેણિકની પાસે ધર્મ છે તો તે પોતાના આત્માને દુર્ગાનથી બચાવે છે.
ભરત બાહુબલી પણ યુદ્ધ કરીને ૧૨ વર્ષ સુધી લડ્યા. ચલણીએ પોતાના પુત્રને મારી નાંખવા લાખનું ઘર બનાવ્યું. સૂર્યકાન્તાએ પોતાના પતિ પ્રદેશી રાજાને ઉપવાસના પારણે ઝેર આપ્યું અને ગળા ઉપર અંગુઠો દબાવી મારી નાંખ્યો. . આ બધામાં જીવની પાસે ધર્મ ન હોય તો શું થાય ? પોતાના મોટાભાઈ મણિરથે નાનાભાઈની પત્ની મદનરેખાને મેળવવા ખાતર નાનાભાઈ યુગબાહુના તલવારના એક જ ઝાટકે બે ટૂકડા કરી નાંખ્યા. તે વખતે મદનરેખા કલ્યાણમિત્ર બની તેને ધર્મ સમજાવે છે. ભાઈ પ્રત્યેનો ક્રોધ દૂર કરાવે છે. સર્વ જીવોની સાથે ક્ષમાપના કરાવે છે. દુષ્કૃતની ગહ કરાવે છે અને અંતે મહાવ્રત ઉચ્ચરાવી અરિહંતના ધ્યાનમાં લીન બનાવે છે તો નરક તરફ પ્રયાણ કરી ચૂક્લા પોતાના પતિને પાંચમાં દેવલોકનો રિદ્ધિમંત દેવ બનાવે છે. જીવને મર્યા પછી ધર્મ જ સાથે આવે છે અને ધર્મ જ એક સાચો મિત્ર છે તેનું આ જ્વલંત ઉદાહરણ છે.
પોતાની પત્નીના પ્રેમમાં પડી પ્રદેશી રાજા જેવો નાસ્તિક બનેલો કે જે દેવગુરુ ધર્મનો તેમજ બાવા સંન્યાસીનો સખત વિરોધી હતો. તેને કેશી ગણધરનો યોગ થયો, તેમણે ધર્મ સમજાવ્યો તો અનાદિકાળનું મિથ્યાત્વવિષ નીકળી ગયું. સમક્તિ અને દેશવિરતિપણું પામ્યો તો અંતે સમાધિમૃત્યુ પામી વૈમાનિક દેવલોકમાં ગયો અને એકાવનારી બન્યો. ધર્મને છોડીને પોતાની બુદ્ધિએ જીવ અનંતકાળ ચાલ્યો તો જીવને નરકાદિ દુર્ગતિ સિવાય શું મળ્યું? જ્યારે ધર્મના પ્રભાવે જીવ શું લાભ પામ્યો તે સમજી શકાય છે.
- છ ખંડ પૃથ્વીનું સામ્રાજ્ય, નવનિધાન, ચૌદરત્નો અને હજારો અંતેઉરીનો ત્યાગ કરીને ચક્રવર્તી જેવા મહાન પરાક્રમી રાજાઓ પણ એકલા ચાલતા થયા. ત્રણભુવનમાં નિષ્ફટક બિરૂદ ધરાવનાર, મહાન ગર્વિષ્ઠ અને બલિષ્ઠ રાવણ જેવા રાજાઓ પણ સર્વ વસ્તુઓનો ત્યાગ કરીને એકલા જ રણશય્યામાં પોઢ્યા. સ્વજનાદિ પરિવાર કોઈ સાથે ન ગયો અને નરકાદિ ભયંકર સ્થાનોમાં દુ:ખનો અનુભવ પણ એકલાને જ કરવો પડ્યો.
1 ચોથી દ્રષ્ટિમાં વૃદ્ધિ પામવા વેરાગ્યના બળે જીવને આ બધું અનુભવાય છે અને તેથી એક માત્ર ધર્મ જ તારક લાગે છે. બીજુ બધું મારક જણાય છે.
इत्थं सदाशयोपेतस्तत्त्वश्रवणतत्परः । प्राणेभ्यः परमं धर्मं बलादेव प्रपद्यते ॥ ६० ॥ શ્લોકાર્ધ : અહીં પરલોકગામી ધર્મને હૃદયથી સ્વીકારેલો હોવાથી
-
--
-
-
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org