________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3
૨૨૩
આત્મસાક્ષીએ અપ્રામાણિક બનેલી વ્યક્તિઓ દ્વારા જે નુકસાન થયું છે તે બીજા કોઈના દ્વારા થયું નથી. અંતઃકરણથી અપ્રામાણિક બનેલ પોતાને અને પરને બંનેને નુકસાન કરે છે. અંતઃકરણને મલિન કરવા દ્વારા પોતાના ભાવિ હિતને જોખમમાં મૂકે છે. અને અપ્રામાણિક વર્તન દ્વારા સામી વ્યક્તિને આ લોકમાં ઘણા અંતરાયો ઊભા કરે છે. માધ્યસ્થદૃષ્ટિ, સજ્જનતા, પ્રામાણિકતા એ તત્ત્વપ્રાપ્તિનું બીજ છે.
સૂક્ષ્મબોધ દ્વારા વસ્તુ સ્વરૂપનો અનેકાંતગર્ભિત યથાર્થ બોધ થયા પછીથી સર્વજ્ઞતત્ત્વનો યથાર્થ નિર્ણય કરી જગતના જીવો ઉન્માર્ગથી બચી સન્માર્ગને પામે અને એ દ્વારા પોતાનું હિત સાથે એવી નિતાંત કરૂણા બુદ્ધિથી જે સર્વજ્ઞ છે તેને સર્વજ્ઞ કહેવા અને જે સર્વજ્ઞ નથી, તેનો નિષેધ કરવો તે માર્ગ છે પણ તે પહેલા સૂક્ષ્મબોધ વિના, પદાર્થનો યથાર્થ નિર્ણય કર્યા વિના દૃષ્ટિરાગથી કે પોતાના કુળ વગેરેના મમત્વથી પોતાના દેવને સર્વજ્ઞ કહેવા અને બીજાનું ખંડન કરવું તે માર્ગ વિરુદ્ધ છે.
વસ્તુ સ્વરૂપનો યથાર્થ નિર્ણય જ્ઞાનાચારથી થાય છે. દર્શનાચારથી પ્રેમદૃષ્ટિ વ્યાપક બને છે અને અનંતાનુબંધી કષાયોનો નાશ થાય છે જ્યારે ચારિત્રાચારથી સ્વરૂપમાં સ્થિરતા આવે છે.
વસ્તુતત્ત્વના યથાર્થ નિર્ણય દ્વારા સર્વજ્ઞતત્ત્વનો નિશ્ચય કરી પોતાના સર્વજ્ઞને સર્વજ્ઞ કહેતા ગર્વ કરવાનો નથી. બીજાનો પરાભવ કરવાનો નથી પણ જગતના જીવો માટે કરૂણાબુદ્ધિ કેળવવાની છે અને એના દ્વારા આપણા આંતરિક પરિણામોની રક્ષા કરવાની છે. આપણો આત્મા ક્યાંય પણ અધ્યાત્મના માર્ગમાંથી નીચે ન ઉતરી પડે તે તો સતત જોયા કરવાનું છે. પોતાના આધ્યાત્મિક ઉપકારને ગૌણ કરીને જગતની સારી ગણાતી એવી પણ કોઈ પ્રવૃત્તિ કરવાની નથી. સાધનના માર્ગે આગળ વધવા ઇચ્છતા સાધકે અનુભવી મહાપુરુષોના આ વચનને હૃદયમાં કોતરી રાખવા જેવા છે.“પુણ્યના યોગે અનંતી વાર સારી અને સાચી સામગ્રી પામ્યા પણ તેનો સદુપયોગ કરતા ન આવડ્યું માટે અનંતીવાર દુઃખ પામ્યા છીએ.
અજ્ઞાન કે દ્વેષબુદ્ધિથી બીજાના દેવનો સર્વજ્ઞ તરીકે અપલાપ કરનારો માધ્યસ્થ દૃષ્ટિ, સજ્જનતા અને પ્રામાણિકતા ગુમાવે છે અને એના દ્વારા તત્ત્વ પ્રાપ્તિની અયોગ્યતા પોતાનામાં ઊભી કરે છે. એક વખત અજ્ઞાનપ્રયુક્ત, દૃષ્ટિરાગપ્રયુક્ત કે કુળના મમત્વપ્રયુક્ત અયોગ્યતા આત્મામાં ઊભી થઈ ગઈ પછી જીવ ગમે તેટલો બહારથી ધર્મ કરે તો પણ તે ધર્મ તેને દૃષ્ટિના વિકાસમાં
Jain Education International 2010_05
39
For Private & Personal Use Only
www.jainelibrary.org