________________
૨ ૨૪
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ આગળ વધવા દેતો નથી. આ બધા નુકસાન હરિભદ્રસૂરિ મહારાજ પોતાના જ્ઞાનમાં જોઈ રહ્યા છે અને તેથી તેનાથી બચવા હિતોપદેશ આપી રહ્યા છે.
જૈન શાસ્ત્રોના અભ્યાસથી સ્યાદ્વાદનો બોધ થાય છે પણ તેને અંદરમાં ઉતારવા માટે તો સર્વત્ર સમાધાનની કળા આવકાર્ય છે. સમાધાનની કળાથી જ્ઞાન કર્કશ બનતું નથી. પણ મુલાયમ રહે છે. જ્ઞાનને મુલાયમ રાખવું એજ સ્યાદ્વાદનું છે. આપણા દરેક વિચારને, વાણીને સ્યાદ્ પદથી યુક્ત કરવાથી વિચાર, વાણીના આગ્રહથી આપણે બચી શકીએ છીએ અને આપણા વિચાર વાણીને સ્વપરના હિતમાં જોડી શકીએ છીએ. યોગમાર્ગમાં પદાર્થનો બોધ જેમ આવશ્યક છે તેમ તે પદાર્થના બોધથી થતા આગ્રહાદિના નુકસાનથી બચવાં સ્વાદ ભાવિતતા પણ બહુ જરૂરી છે. સ્યાસ્પદ દૃષ્ટિથી સઘળા જીવો. સાથે સમન્વય કરતા શીખવું જોઈએ. આ પ્રેમપૂર્વક પદ્ધતિ અપનાવવી એ આગળ વધવાનો માર્ગ છે. અને બીજાને પણ આગળ વધારવાનો માર્ગ છે. સ્યાદ્ પદથી આપણે આપણા બોધને ભાવિત કરતા નથી માટે પદાર્થના મર્મ સુધી પહોંચી શકતા નથી અને અધવચમાં જ અટવાયા કરીએ છીએ. વસ્તુના આગ્રહ કરતા પણ વિચારોનો આગ્રહ બહુ ખરાબ છે. એટલા જ માટે ઉપાધ્યાયજી મહારાજ સમતા શતકમાં વિચારોના આગ્રહવાળાના બોધને કૃતાંધકાર તરીકે ઓળખાવી રહ્યા છે.
હ હા મોહકી વાસના, બુધર્યું ભી પ્રતિકૂળ, યા તે અંધ શ્રુતકેવલી , અહંકારકો મૂલ,
આ જગતમાં મોહની વાસના કોને નથી સતાવતી? પંડિતોને પણ તેનાથી બચવું કઠીન પડે છે તો પછી બીજા સામાન્ય આત્માની તો વાત જ શું કરવી? શ્રુતકેવલી પણ અહંકારના મૂળરૂપ મોહમાં અંધ થઈ જાય છે.
વિકલ્પ માત્રને સ્યાદ્ લગાડવા. જેથી બંધ રહિત થવાય. વિકલ્પ એટલે રાગ. વિકલ્પ એટલે ક્ષણિકજ્ઞાન. વિકલ્પ એટલે ક્ષણિક સુખ. સાત્ત્વિક, રાજસ, તામસભાવો કે ક્રમિકભાવો છે. અનિત્યભાવો છે તે બધા વિકલ્પ રૂપે છે. અનિત્યભાવોમાં વિકલ્પ શબ્દ લાગુ પડે છે. સ્વરૂપભાવો નિત્ય છે તો ત્યાં નિર્વિકલ્યતા છે.
સ્યાદ્વાદ શૈલીથી વિકલ્પમાત્રને સ્યાદ્ લગાડતા જ્ઞાન મૃદુ બને છે અર્થાત કોઈ પણ વિષયમાં આમ ઘટી શકે, આવું હોવું જોઈએ, આમ લાગે છે, જ્ઞાનીના જ્ઞાનમાં આમ જોવાયેલું હોવું જોઈએ, આ રીતે સ્યાદ્ લગાડતા જ્ઞાન અહંકારાદિથી મલિન થતું નથી તેથી રાગરહિત થવાય છે. નિર્વિકલ્પદશાને સ્યાદ્ લગાડવાનું નથી કારણ તે રાગરહિત, પૂર્ણ અને નિત્યદશા છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org