________________
૩૪
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ વસ્તુલક્ષી નિશ્ચય નયને સ્વીકારવામાં આવે. આ નયના મતે આત્મા એક અખંડ અવિભાજ્ય પૂર્ણ દ્રવ્ય છે તેના કોઈ અંશ ઘટતા નથી તે ગુણવાન નથી. અર્થાત્ સ્વભિન્ન ગુણવાળો નથી પરંતુ ગુણાત્મક છે, ગુણમય છે અર્થાત સ્વ - અભિન્ન ગુણસ્વરૂપ છે.
વળી તે અકલ અર્થાત્ ઇન્દ્રિય કે મનથી કળી શકાતો નથી. જાણી શકાતો નથી તે અલખ અર્થાત્ અવાચ્ય છે. અનભિલાય છે. આવો આત્મા અતિ તંતથી - ગૂઢ - ગંભીર નિશ્ચયનયથી જણાવ્યો છે.
વળી પ્રથમ અંગ એટલે આચારાંગમાં આત્માને અપદ કહ્યો છે. એટલે કોઈ પદ - વાચક શબ્દ આત્માને જણાવી શકતો નથી એમ કહ્યું છે. કારણ કે શુદ્ધ આત્માની એવી કોઈપણ અવસ્થા નથી કે જે શબ્દ દ્વારા જણાવી શકાય. આત્માને આશ્રયિને સઘળા શબ્દો પાછા ફરે છે. શુદ્ધાત્મા એ અનુભૂતિનો વિષય છે. શુદ્ધાત્મા સર્વ કર્મમળથી રહિત નિષ્કલંક છે. નિર્વિકલ્પ છે. તેને વિકલ્પ દ્વારા જણાવી શકાતો નથી.
શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયના ધ્યાનથી મોક્ષ મળે છે. તે શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાયનું ધ્યાન કરતા કરતા આત્મા સમાપત્તિ પામે છે.
“જે ઉપાય બહુવિધની રચના, યોગમાયા તે જાણોરે, શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યય ધ્યાને, શિવ દીયે પ્રભુ પરાણોરે” અરનાથ જિન સ્તવન ગાથા-૪ ઉપા. શ્રી યશોવિ. મ.
મોક્ષનું સાક્ષાત કારણ આત્માના પરમાત્માના ગુણોની સાથે એકાકારતા અને શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય છે. આના બળ ઉપર આત્મા ક્ષપકશ્રેણી માંડી કેવલજ્ઞાન પામી શકે છે.
શુદ્ધ આત્મદ્રવ્યનું લક્ષ્ય, સ્મૃતિ, ઉપસ્થિતિ અને તેમાં તન્મયતા સિવાય ક્યારે પણ મોક્ષ મળતો નથી કારણ કે પ્રભુનું જ સ્વરૂપ છે તેમાં તન્મય થવું તે ધ્યાન છે અને તેનાથી મોક્ષ મળે છે તેથી ધ્યાનમાં પ્રભુના ગુણોનું આલંબન પ્રકૃષ્ટ કારણ હોવાથી પ્રભુ જ ધ્યાન દ્વારા મોક્ષને આપે છે. એમ કહેવાય છે માટે ધ્યાન તે યોગ છે.
આચાર, ભાવના, પ્રતિક્રમણ, પડિલેહણ વગેરે દ્વારા જીવ અનાદિકાળના કુસંસ્કારોને નાશ કરવાનું સામર્થ્ય મેળવે છે અને એ કુસંસ્કારો જેમ જેમ નાશ પામતા જાય છે તેમ તેમ આત્મામાં વિકલ્પોનું બળ ઘટતું જાય છે. સમ્યફ આચાર પાલન અને ભાવનાના બળે જીવ શરૂઆતમાં કુવિકલ્પોનો નાશ કરે છે અને પછી આચારના બળ ઉપર કુવિકલ્પોનો નાશ કરી શુભ વિકલ્પો પામે છે. સ્વરૂપને પામવાના લક્ષ્ય અને પ્રણિધાન સાથે આચારપાલન અને ભાવનાના
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org