________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૩૩ છે. આ વાત સંમતિ વગેરે દ્રવ્યાનુયોગના ગ્રંથોમાં કહી છે જેને પામવા માટે સાધકે ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાનનો સુમેળ સાધવો જોઈએ. એ ત્રણનો જ્યારે ત્રિવેણી સંગમ થાય છે ત્યારે આત્મા પરમાત્મા સાથે અભેદ અનુભવે છે. આ ત્રણમાંથી એકની પણ ઉપેક્ષા કરનારો આત્મા સમાપત્તિને પામી શકતો નથી. વળી કહે છે -
“જેહ અહંકાર મમકારનું બંધન, શુદ્ધનય તે દહે દહન જેમ ઇંધનમ્ શુદ્ધનય દીપિકા મુક્તિ મારગભણી, શુદ્ધનય આથી છે સાધુને આપણી”
જેમ અગ્નિ ઇંધનને બાળી નાખે છે તેમ શુદ્ધ નયના વિકલ્પોને ઘૂંટવાથી આત્મામાં પડેલા અહંકાર અને મમકારના બંધન તૂટી જાય છે. આથી જ મુક્તિ માર્ગે જતા સાધકને શુદ્ધ નયના વિકલ્પો એ દીપક સમાન છે અને મોક્ષે જવા માટે શુદ્ધ નયના વિકલ્પો સાધુને “આથી' અર્થાત ભાથું છે. શુદ્ધનયના વિકલ્પો. એ સાધુની મૂડી છે. શુદ્ધનયને માન્ય અર્થાત નિશ્ચયનયને માન્ય આત્માનું શુદ્ધ સ્વરૂપ ખૂબ જ ઉપયોગમાં લૂંટાવું જોઈએ જેનાથી ઉપયોગ શુદ્ધ બનતા સાધક મોક્ષ માર્ગ ઉપર ટકી રહેવાનું બળ પામે છે.
આત્માની અખંડતા. “અંશપણ નવિ ઘટે પૂરણ દ્રવ્યના, દ્રવ્યપણ કેમ કહું દ્રવ્યના ગુણવિના,
અંકલને અલખ એમ જીવ અતિતંતથી, પ્રથમ અંગે વધુ અપદને પદ નથી.”
શુદ્ધ નિશ્ચયનયના બે ભેદ છે (૧) આત્મલક્ષી નિશ્ચય નય અને (૨) પદાર્થલક્ષી કે વસ્તુલક્ષી નિશ્ચયનય.
આત્મલક્ષી નિશ્ચયનય આત્માનું શુદ્ધ સ્વરૂપ, તેના અનંતગુણો અને તે ગુણોનો આત્મા સાથે અભેદ સ્વીકારે છે અને તેથી આત્મા એ શુદ્ધ દ્રવ્ય છે એમ કહે છે. દિગંબરો સમયસાર વગેરે ગ્રંથોમાં આત્મા શુદ્ધ દ્રવ્ય છે. તે શુદ્ધ છે, બુદ્ધ છે. નિરંજન છે. નિરાકાર છે વગેરે જે પ્રરૂપણા કરે છે તે આત્મલક્ષી નિશ્ચય નયથી કરે છે જ્યારે ઉપાધ્યાયજી મહારાજ પ્રસ્તુતમાં જે અંશ પણ નહિ ઘટે.. ઇત્યાદિ લખી રહ્યા છે તે વસ્તુ લક્ષી કે પદાર્થ લક્ષી નિશ્ચયનયથી લખી. રહ્યા છે. આ નય વસ્તુને નિરંશ માને છે. અને જે નિરંશ છે તે સત છે એટલે તેના મતે દરેક વસ્તુ સત છે પછી તે દ્રવ્ય હોય, ગુણ હોય કે પર્યાય હોય. આ નય દ્રવ્યને દ્રવ્ય તરીકે સ્વીકારતો નથી કારણ કે દ્રવ્ય કહે તો દ્રવ્યની વ્યાખ્યા “ગુણપર્યાયવત્ દ્રવ્યમ” આવીને ઊભી રહે અને દ્રવ્યના ગુણપર્યાય માનતા તો વસ્તુ સાંશ બની, નિરંશ ન રહી, જ્યારે ઉપાધ્યાયજી મહારાજ તો ઉપરની કડીમાં પૂર્ણ દ્રવ્યને નિરંશ કહી રહ્યા છે તે ત્યારે જ ઘટે કે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org