________________
૮૩
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 ઉપયોગમાંથી ગુણાત્મક આયામ ચાલ્યો ગયો અને સઘળો બોધ ભ્રમાત્મક, વિષય, કપાય, અજ્ઞાન અને આગ્રહ રૂપ બન્યો.
વેધસંવેદ્યપદ આવે એટલે સર્વજ્ઞ પરમાત્માના એક એક વચન ઉપાદેય લાગે. એની આગળ આખું જગત તુચ્છ લાગે. જૈન દર્શનનું જીવવિજ્ઞાન, કર્મવિજ્ઞાન રત્નત્રયી બધું જ ગ્રહણ કરવા યોગ્ય લાગે અને એની આગળ આખો સંસાર કારાગાર લાગે. ભવાભિનંદી જીવો વર્તમાનને જનારા -
ભવાભિનંદી જીવો હિતાહિતના વિવેકથી અંધ હોય છે. “આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠા” આ તેમની માન્યતા હોય છે. ખાવો, પીવો, મોજમઝા કરો. પરલોક, પુણ્ય, પાપ બધું હંબક છે. સ્વર્ગની લાલચ બતાવવામાં આવી છે. નરકનો મય બતાવવામાં આવ્યો છે પણ આ બધી વાતો હંબક છે આમ વિચારી તે આત્માઓ પરલોકના માર્ગની ઘોર ઉપેક્ષા કરે છે અને આ લોકના સુખને માટે ઘોર પાપ કરે છે.
વર્તમાનમાં છોકરીઓ લગ્ન પહેલા ગર્ભધારણ કરે છે. આબરૂ બચાવવા ગર્ભપાત કરાવે છે. કોઈકના પ્રેમમાં ફ્લાઈ ગમે તેવાની સાથે સંસાર માંડે છે. અંતે પરસ્પરનો અહમ્ ટકરાતા સંઘર્ષ કરે છે. છૂટાછેડા લે છે. ઇષ્ટનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ થતાં મુંઝાય છે.
અમેરિકાનો વિદેશમંત્રી ડલેસ પોતાને કેન્સર થતા ધ્રુજી ઉઠ્યો હતો. વાઘ જેવો વાઘ ત્યારે બકરી બન્યો હતો. દુર્યોધન, હિટલર, સદ્દામહુસેન, કોણિક આ બધા વર્તમાનને જોનારા હતા તો કેવા ભયંકર યુદ્ધો કર્યા. જગતનો કેવો કચ્ચરઘાણ કાઢયો. જગતને કેવો ત્રાહિમામ્ પોકારાવ્યો. એ ઇતિહાસના પાને આજે પણ મોજૂદ છે. રેશમનો કોશેટો જેમ પોતાની જ જાળમાં પોતે ક્યાય છે. તેમ ભવાભિનંદી જીવો પોતાની ઊભી કરેલી જાળમાં ફ્લાય છે.
સીતાજી ભવિષ્યદર્શી હતા તો રાવણની સાથેના યુદ્ધમાં રામચંદ્રજીએ વિજય મેળવી સીતાજીને છોડાવ્યા પણ સીતાજીએ અયોધ્યા પાછા ન જતાં ચારિત્રનો માર્ગ અપનાવ્યો. મદનરેખા ભવિષ્યને જોનારા હતા તો મૃત્યુ ઉપર પડેલા પોતાના પતિને આરાધના કરાવી મહાવ્રતો ઉચ્ચરાવી પાંચમાં દેવલોકનો રિદ્ધિમંત દેવ બનાવ્યો. તલવારના એક ઘાથી પોતાના જેઠ મણિરથે પોતાના પતિ યુગબાહુના બે ટૂકડા કર્યા છતાં મદનરેખાએ પોતાના દુ:ખના રોદણા ન રોયા અને પતિની સમાધિનો વિચાર કર્યો. અને મહારીરવ દુ:ખના ભાગી બનાવે એવી નરકગતિ તરફ હરણફાળ ભરી ચૂકેલા પોતાના પતિને નરકના દુ:ખમાંથી બચાવી દેવલોકનો દેવ બનાવ્યો તે મદનરેખાની ભવિષ્યદર્શિતા હતી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org