________________
૮ ૨
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૨ હિતાહિતના વિવેકથી રહિત હોય છે અને તેથી જ કરીને વર્તમાનને જોનારા તે ખેદને પામે છે.
વિવેકના અભાવના કારણે અહિતમાં હિત માની, હિતમાં અહિત માની, સુખમાં દુઃખ માની, દુ:ખમાં સુખ માની પ્રવર્તે છે અને તેથી ક્લેશ પામે છે. ભવાભિનંદીપણાના પરિણામથી અનુવિદ્ધ જીવો સુખમાં નાચે છે. દુ:ખમાં રૂવે છે. તે વખતે અશુભ પરિણામથી યુક્ત થાય છે અને તેનાથી ખેદ પામે છે.
ભવાભિનંદી જીવોની પરિણતિ મલિન હોય છે તેથી તેનું ફળ દુઃખ, દુર્ગતિ અને સંસાર છે. ઘણું જ્ઞાન પણ મલિન પરિણતિવાળું જીવને મારનારું થાય છે જેમકે જીંદકાચાર્યને જ્ઞાન ઘણું હતું પણ અંતિમ સમયે પરિણતિ બગડી ગઈ તો ભવમાં રૂકાવનારું બન્યું. જમાલી,ગોષ્ઠામાહિલ, શિવભૂતિ, સાવધાચાર્ય આ બધા પાસે શાસ્ત્ર બોધ ઘણો હતો પણ કદાગ્રહ કે શાસ્ત્ર વચનના દુરુપયોગમાં ફ્લાયા તો પરિણતિ મલિન થઈ ગઈ- જેણે સંસારને વધારી દીધો માટે જ્ઞાનીઓ શાસ્ત્ર અભ્યાસ અને તેના ચિંતન, મનનના બળે અસત પરિણતિને વારંવાર દબાવવાનું કહે છે. અસત પરિણતિ અસત માન્યતાના બળ ઉપર ટકેલી છે અને અસત પ્રવૃત્તિના જોર ઉપર વૃદ્ધિ પામે છે. શાસ્ત્રાભ્યાસ અને તેના ચિંતન મનનના બળે અસદુ માન્યતા ઘસાય છે અને અસત પ્રવૃત્તિનું બળ ન મળવાથી મિથ્યા સંસ્કારનો નાશ થતો આવે છે. અભવ્યને ચારિત્ર કાલમાં નવપૂર્વનો બોધ હોવા છતાં અસત્ માન્યતા ન ઘસાઈ તે તેની અયોગ્યતાના કારણે હતું. અસત પરિણતિને ઘસવાનો ચાવત નિર્મળ કરવાનો આ રાજમાર્ગ છે. જ્યારે માતુષ જેવાને વિશેષ શાસ્ત્રબોધ ન હોવા છતાં પરિણતિ નિર્મળ રહી તે પણ તેમના ઉપાદાન કારણની વિશેષ યોગ્યતાને જ આભારી છે.
જૈન શાસ્ત્રકારો આશ્રવને હેય કહે છે કારણ કે તેમાં અસત પરિણતિ છે. જ્યારે સંવરને ઉપાદેય કહે છે કારણ કે તેમાં સત પરિણતિ છે. સંવરની પરિણતિ વિનાનો એકલો શુભાશ્રવ પણ સાધકને ઈષ્ટ ન હોય. કટોકટીની પળે કુંદકાચાર્યના શિષ્યોએ પોતાની પરિણતિને સંવર-નિર્જરાના ઉપયોગમાં રાખી તો કેવલજ્ઞાન પામ્યા.
મિથ્યાત્વકાલીન ભવાભિનંદ જીવોનો બોધ ભ્રમ પેદા કરે છે. વસ્તુનો વસ્તુ સ્વરૂપે બોધ થવા દેતો નથી. જે સ્વરૂપ હોય તેનાથી વિપરીત જ સ્વરૂપ દેખાડે. વસ્તુનો અનેકાંતગર્ભિત, વિષય, કષાય અને કદાગ્રહથી મુક્ત બોધ ભવાભિનંદી જીવોને હોતો નથી. ક્યારેક અભવ્યાદિ જીવોને જેનશાસ્ત્રોના અભ્યાસના બળે તેવો અનેકાંતગર્ભિત બોધ થાય તો પણ જ્યાં સુધી મિથ્યાત્વ અને ભવાભિનંદીપણું હોય છે ત્યાં સુધી તે બોધ જીવન ઉપયોગી બનતો નથી. તેનો બોધ કળારૂપ બનીને બીજાને ઉપકારક બને છે પણ તેને લાભ કર્તા થતો નથી.
અંતરમાં વિષયો એવા તાણાવાણાની જેમ વણાઈ ગયા છે કે જેના કારણે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org