________________
"
ભાવે.
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
અનંત અનંતકાળથી જીવ ઇચ્છાઓ કરે જ જાય છે, વિચારો કરે જ જાય છે છતાં વિચારો અને ઇચ્છાઓ ખૂટતા નથી કારણ કે અંદરમાં અવિનાશી એવો આત્મા બેઠો છે તે અશુદ્ધ બનેલો છે માટે ઇચ્છા અને વિચારોના બંડલો. નીકળ્યા કરે છે. જો તેને કોઈ પણ રીતે વિશુદ્ધ કરવામાં આવે તો જ આ. ઇચ્છા અને વિચાર રૂપ સંસારનો અંત આવે.
ભાવપ્રાણ બગડી રહ્યા છે સંસારવર્તી જીવ વિકારોથી ખરડાયેલો છે, મન બગડેલું છે માટે સંસારની કોઈ પણ ચીજ જુએ, કાંઈક સારું સાંભળે એટલે એને તરત જ રાગ-દ્વેષ થયા. કરે છે એટલે અંદરમાં નવું નવું ચિતરામણ થયા કરે છે. હકીકતમાં તો આત્મા દર્પણ જેવો સ્વચ્છ અને નિર્મળ છે. તેનું કામ માત્ર દર્પણની જેમ જગત માત્રના પદાર્થોને જ્ઞાનરૂપી દર્પણમાં ઝીલવાનું છે. જ્યાં સુધી અંદર વિકારોની અશુદ્ધિનું બળ વધારે હોય છે ત્યાં સુધી તે શક્ય બનતું નથી. પરંતુ અશુદ્ધિ ઘટતા અને વિશુદ્ધિ વધતા તે શક્ય બને છે.
આત્માના ભાવપ્રાણની રક્ષા કરી ત્યારે કહેવાય કે ગમે તેવા બહારના ઝંઝાવાતો અને ઉપસર્ગોમાં તે અડલ રહે, પ્રભુને દીક્ષા લીધા પછી ઘણા ઉપસર્ગો આવ્યા છતાં પ્રભુ અડોલ રહ્યા એટલે અંદરમાં ચિતરામણ કશું જ થયું નહિ અને આત્મા દર્પણની જેમ નિર્મળ બનવા માંડ્યો.
સંસારીજીવ અને સાધક આત્મા બંને વચ્ચે ક આ જ છે કે સંસારીજીવ નિમિત્તોની અસર નીચે આવી પોતાના ભાવોને બગાડી નાંખે છે. મતિજ્ઞાનને ડહોળી નાંખે છે. અંદરમાં બધુ ચિતરામણ કરી નાંખે છે જેના કારણે દુ:ખ, અશાંતિ, અજંપો, ચિંતા, ક્લેશ, રોગ, શોક, ગ્લાનિ, પીડા વગેરેનો ભોમ બને છે જ્યારે સાધક આત્મા પોતાના ભાવપ્રાણની હંમેશા રક્ષા કરે છે. શુભાશુભ નિમિત્તોની અસર નીચે આવી જઈ રાગ-દ્વેષથી ખરડાઈ જતો નથી જેથી દરેક અવસ્થામાં પોતાની શાંત-પ્રશાંતઉપશાંત અવસ્થાને ટકાવી રાખે છે.
તારક તીર્થંકરના આત્માઓ સાધનાકાળમાં ઉપસર્ગોથી પોતાના આત્માને બચાવી શક્યા એનું કારણ એક જ હતું કે ભવોભવની સાધનાથી આત્માની વિશુદ્ધિ વધતી આવેલી અને તે છેલ્લા ભવમાં પરાકાષ્ઠાએ પહોંચેલી. તેથી તેના બળે શરીરથી તદ્દન જુદો પોતાના આત્માને અનુભવતા હતા. અને સાથે તે ભવમાં કર્મનો નિકાલ કરી આત્માને પરમાત્મા બનાવવાનું જબરજસ્ત લક્ષ્ય અને પ્રણિધાન હતું અને જ્ઞાનના બળે પોતાનો આ અંતિમભવ છે એ જાણતા હતા. કર્મની સાથે પોતાનો વિજય થવાનો છે તે પણ જાણતા હતા છતાં કર્મની
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org