________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ સામેનું આ યુદ્ધ લાંબુ ચાલે નહિ અને એનો જલ્દીથી અંત આવે માટે પ્રભુ ક્ષત્રિય સુભટ બની ઝઝુમ્યા અને એક પછી એક કર્મશત્રુને પરાસ્ત કર્યા,
ક્ષપકશ્રેણી માંડતા પહેલા અને પછી આત્મા મોહની સામે કેવો મોરચો માંડે છે અને કેવી રીતે ઝઝુમે છે તે યુદ્ધનું વર્ણન અધ્યાત્મસારમાં ઉપાધ્યાયજી મહારાજે ધ્યાન અધિકારમાં આપેલ છે જે આત્માર્થીએ તેમાંથી ખાસ જોવા યોગ્ય છે.
જ્યાં સુધી સંસારના પદાર્થોમાં સારાનરસાપણાની ટકાવારી મંડાય છે ત્યાં સુધી ભાવપ્રાણને વિશુદ્ધ કરવાનું કામ મુશ્કેલ છે. જ્ઞાનીઓએ બતાવેલ દ્રવ્ય ક્રિયા, ત્યાગ-તપ-સંયમનું પાલન મોક્ષેલક્ષી બનીને કરવામાં આવે અને અંદરમાં પડેલી તુચ્છ વૃત્તિઓને ખોતરીને ફેંકી દેવામાં આવે, એની ઇચ્છા જ ન જાગે અને સાથે સાથે પોતાના આત્માનું ઉર્વીકરણ કરવાની તાલાવેલીતમન્ના અને તલ સાટ જાગે ત્યારે આત્મા સંસાર માર્ગને છોડી ભાવ પ્રાણાયામના રાજમાર્ગ ઉપર આવે છે. કાંકદીનો ધન્નો, શાલિભદ્ર, ધનાજી, મેઘકુમાર એ બધાને અંદરમાંથી ચટપટી જાગી, પોતાની અનાદિકાળની ભૂલ સમજાઈ તો કેવો પુરુષાર્થ કર્યો કે એકાવનારી બની ગયા. એક માત્ર દીક્ષા શબ્દ સાંભળતા જ જેને જાતિસ્મરણ જ્ઞાન થયું છે એવા વજસ્વામીએ આ. ભાવપ્રાણાયામના માર્ગે ચાલવા માતાના રાગને તોડી નાંખવાનો જબરજસ્ત પુરુષાર્થ કર્યો. રડી રડીને છ મહિનામાં તો માતાને થકવી નાંખી અને એના બળ ઉપર પોતાનું શ્રેય સાધ્યું. આમ ચોથી દૃષ્ટિમાં આ ભાવ પ્રાણાયામ સાધવાનો છે. જેમાં અશુભભાવોને કાઢી નાખવાના છે અને શુભભાવો - શુભા આચારો અને શુભ પ્રણિધાનથી આત્માને ભરેલો રાખવાનો છે. પુદ્ગલ પ્રત્યે વૈરાગ્ય કેળવી ઉદાસીન બનવાનું છે અને જીવો પ્રત્યે મૈત્રી - વાત્સલ્યના ભાવોને અસ્થિમજ્જા બનાવવાના છે. આ છે ચોથી દૃષ્ટિના ભાવપ્રાણાયામનું સ્વરૂપ, પ્રાણશક્તિનું ઉર્વીકરણ દ્વારા મનનું ઉર્વીકરણ કરી આત્માને નિર્વિકારી બનાવવો એ યોગદર્શનની પ્રક્રિયાનું ધ્યેય છે.
ઉત્થાન દોષનો અભાવ અહિંયા એટલું ખ્યાલમાં રહે કે એક એક દ્રષ્ટિમાં વારંવારના અભ્યાસ પછી જ તે તે દૃષ્ટિના સંસ્કાર પડે છે અને તે પછી જ આત્મા ઉપર ઉપરની. દૃષ્ટિને પામવાનું બળ મેળવે છે. તે ન્યાયે આ ચોથી દ્રષ્ટિમાં આવેલો જીવ પહેલી ત્રણ દૃષ્ટિના યમ, નિયમ, આસનના તેમજ ખેદ, ઉદ્વેગ અને ક્ષેપ દોષના ત્યાગના સંસ્કાર બળવાન બનાવીને આવેલ છે તેમજ અદ્વેષ, જિજ્ઞાસા અને તત્ત્વશુશ્રષા આ ગુણોની પરિણતિ એવી પ્રબળ કેળવી છે કે હવે તેને આ દૃષ્ટિમાં રખાવતા જગતના પદાર્થોનું મુલ્ય જ લાગતું નથી, વિનાશી અને અવિનાશીની ભેદરેખા બરાબર સમજાઈ ગયેલી હોવાના કારણે જીવને હવે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org