________________
યોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ - ૩ પહેલા સમયથી માંડીને શરૂ થયેલ આનંદ સાદિ અનંતકાળ માટે એક સરખો ચાલે છે. આ આત્માના ભાવપ્રાણ સંસારી અવસ્થામાં બગડેલા છે તેમાં કર્મકૃત રાગઢંપાદિ વિકારોની અશુદ્ધિ પડેલી છે અને તેને કારણે આત્માને શરીર, ઇન્દ્રિય, આયુષ્ય, શ્વાસોશ્વાસ અને ત્રણ બળ (= મનબળ, વચનબળ અને કાયબળ) વળગેલા છે જે દ્રવ્યપ્રાણ છે. સંસાર વર્તી આત્માને પોતાના જેમ ભાવપ્રાણની રક્ષા કરવાની હોય છે તેમ દ્રવ્ય પ્રાણની પણ રક્ષા કરવાની હોય છે. બંને પરસ્પર એક બીજાના પૂરક છે . જેથી એક બગડતા બીજું બગડે છે આમ બંનેની રક્ષા કરવા દ્વારા આખરે ભાવાં પ્રાણ સ્વરૂપ જ્ઞાન, દર્શન, ચારિત્રની રક્ષા અને વિશુદ્ધિ કરી તેને પૂર્ણતાએ પમાડવાનું લક્ષ્ય અધ્યાત્મમાં હોય છે અને આ ભાવપ્રાણ ન બગડે એનો પૂરેપૂરો ખ્યાલ રાખીને જ દ્રવ્ય પ્રાણની રક્ષા કરવાની હોય છે.
શરીર, ઇન્દ્રિય, પ્રાણ, મન અને બુદ્ધિ આ પાંચમાં પ્રાણ મધ્યમાં છે તે જડ છે, શ્વાસોશ્વાસ નામકર્મના ઉધ્યથી ચાલે છે છતાં તેની કિંમત ઘણી છે. નિદ્રામાં માણસ ઊંધી જાય છે ત્યારે શરીર, ઇન્દ્રિય, મન અને બુદ્ધિ ઊંઘી જાય છે. વિચારો ઊંઘી જાય છે પણ શ્વાસ ઊંધી જતા નથી. તે ચાલે છે, તે જડ છે, ચેતન નથી છતાં તેની તાકાત એટલી બધી છે કે તે જડ એવા શરીર અને ઇન્દ્રિય તથા મન અને બુદ્ધિ કે જે ચેતનના અંશ છે તે બંને ઉપર પોતાની અસર મૂકે છે. શ્વાસ-માણની ગતિ મંદ અને એક સરખી ચાલે તો તે શરીરમાંથી રોગાદિને દૂર કરે છે. આયુષ્યની વૃદ્ધિ કરે છે તેમ આત્મામાંથી રાગાદિની પણ હાનિ કરે છે અને ક્ષમાદિ ગુણોની પુષ્ટિ કરે છે.
શરીર, ઇન્દ્રિય, પ્રાણ, મન અને બુદ્ધિ એ બધું વિજ્ઞાન છે જે ત્રણે કાળમાં સર્વ જીવોને એક સરખું લાગુ પડે તે વિજ્ઞાન કહેવાય. કોઈ માણસને પાંચ ઇન્દ્રિયોના વિષયો એક સાથે આપો પરંતુ એનું નાક ૧૦ મિનિટ દાબો તો દાબવા દેશે ? નહિ. કારણકે તે વખતે તે એક પણ વિષય ભોગવી શકતો નથી. આ છે પ્રાણની તાકાત !!
સંસારમાં બુદ્ધિ વગરનાને ગાંડો કહેવાય છે પણ મરેલો કહેવાતો નથી જ્યારે પ્રાણ-શ્વાસ ચાલતા બંધ થઈ જાય તો તેને મરેલો કહેવાય છે. આમ દ્રવ્ય પ્રાણની પણ સાધનરૂપે કિંમત ઘણી છે પરંતુ તેનો સદુપયોગ કરી આત્માના ભાવપ્રાણ જ્ઞાન-દર્શન-ચારિત્રને વિશુદ્ધ બનાવવાના છે.
આ દ્રવ્ય પ્રાણના અવલંબને પણ ભાવપ્રાણ સુધારી શકાય છે જેમ કે જ્યારે શ્વાસ બહાર કાઢવામાં આવે ત્યારે અશુભભાવો નીકળી રહ્યા છે અને બહારનો શુદ્ધવાયું અંદર લેવામાં આવે ત્યારે શુભભાવો અંદરમાં આવી રહ્યા છે આવી ભાવના કરવાથી પ્રાણ અને મનનો પરસ્પર સંબંધ હોવાથી પ્રાણ દ્વારા મનને - આત્માના પરિણામને વિશુદ્ધ કરી શકાય છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org