________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૩૨૩
સંતોષ, સંપ, પ્રસન્નતા, શાંતિ, નિશ્ચિતતાદિ સુખોના નાશના કારણભૂત લક્ષ્મી ચિંતકોને આનંદ માટે થતી નથી. તેમ ભોગની સાથે પાપનું અવિનાભાવીપણું હોવાથી (અર્થાત જ્યાં જ્યાં ભોગ છે ત્યાં ત્યાં પાપ છે) તેવા પાપના વિસ્તારવાળો ભોગ પણ પ્રાણીઓના આનંદને માટે થતો નથી. જીવોની હિંસા વિના ભોગની પ્રાપ્તિ થતી નથી અને જીવોની હિંસા એ તો પાપ જ છે.
બાર પ્રકારની અવિરતિમાં છ પ્રકારની અવિરતિ એ છકાય જીવોની મન-વચન અને કાયાથી થતી હિંસારૂપ છે. સમગ્ર સંસાર અને પાંચ ઇન્દ્રિયોના વિષયનો ભોગવટો પાપ જ છે. વિષયોની ઉત્પત્તિમાં, પ્રાપ્તિમાં તેમજ ભોગવટામાં પાપ, પાપ અને પાપ જ છે. માટે તો જ્ઞાનીઓ આ સંસારને છોડવાની વાત કરે છે. ષકાય જીવોના આરંભ-સમારંભ વિના સંસારની કોઈ પ્રવૃત્તિ થઈ શકતી નથી માટે તો ગૃહસ્થાવાસને નરકાવાસ કહ્યો છે. ખાંડણી , પેસણી (વસ્તુને પીસવામાં આવે તે નિશા, પત્થર, ઘંટી વગેરે) ચૂલો, પાણિયારું અને સાવરણી આ પાંચને મહાનીશીથમાં કતલખાના કહ્યા છે. જેના દ્વારા જીવોની કતલ થયા જ કરે છે.
શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ આ પાંચે ઇન્દ્રિયોના વિષયોનો ભોગવટો પાપ વિના થતો નથી. એક કપ રહા બનાવવા માટે કે એક વખતના ભોજન માટે અસંખ્ય પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય તેમજ બીજા પણ હાલતા ચાલતા જીવોની વિરાધના કરવી પડે છે. તેના વિના તે વ્હા કે ભોજન તૈયાર થતા નથી તો બીજા ભોગોની તો વાત જ શું કરવી ?
આજે રસનેન્દ્રિયને આધીન થઈને માણસ અભક્ષ્ય, અકલવ્ય, અનંતકાય, માંસ વગેરે ચીજોનું ભક્ષણ કરે છે. તેમાં અસંખ્ય અને અનંત અનંત જીવોના કચ્ચરઘાણ વળે છે. સાથે તે ઇન્દ્રિયોની આસકિતનું જે ભાવ પાપ છે તે તો પાછું હોય જ છે.
સોંદર્યના પ્રસાધનો પાછળ ઢગલાબંધ પંચેન્દ્રિય જીવોના પ્રાણ લેવાય છે. ગર્ભપાત દ્વારા માસુમ અને નિર્દોષ બાળકોને ગર્ભમાંનેગર્ભમાં ક્રૂર અને ઘાતકી રીતે મારી નાંખવામાં આવે છે.
મેથન સંજ્ઞામાં આરૂઢ થયેલો તે ક્રિયાથી બેથી નવ લાખ ગર્ભજ પંચેન્દ્રિય જીવોને તથા અસંખ્ય સંમૂચ્છિમ જીવોને હણે છે. આ કતલખાનામાં પંચેન્દ્રિયા જીવોની ક્રુર રીતે કતલ કરવામાં આવે છે. આમ સંસાર ચારે બાજુથી જોતાં નાની મોટી હિંસા તેમજ બીજા પાપોથી ભરેલો છે. સંસારમાં રહેવું અને પાપ ન કરવું એ શક્ય નથી. માટે જ સંસારને છોડીને જ્ઞાનીની આજ્ઞા મુજબ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org