________________
૨૧૮
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
સુધીમાં અનંતા જીવોના ભવરોગ દૂર થયા છે અને આજે પણ અનેકના ભવ રોગ દૂર થાય છે માટે આત્માના ભવરોગને દૂર કરવા માટે વિશાલ જિણંદની તત્ત્વ સમાધિ - તત્ત્વસ્વરૂપને તમે સદા ધ્યાવો. તેનું તમે સતત ચિંતન કરો એમ દેવચંદ્રજી મહારાજ કહે છે.
આમ સર્વજ્ઞની દેશનાનું સર્વત્ર અનિફ્લપણું સુસ્થિત છે તેનાથી દરેક જીવોને પોતાની યોગ્યતા અનુસારે ઓછો કે વધારે લાભ થાય જ છે. જરા પણ લાભ ન થાય તેવું ન બને. પાખંડીઓ, દુરાગ્રહીઓને લાભ ન થાય તેમાં તેમની અયોગ્યતા કારણ છે પણ સર્વજ્ઞની દેશના તો અમોઘ જ છે.
વિરપ્રભુની એક જ દેશના સાંભળતા શાલિભદ્ર, મેઘમાર, ધનાજી, કાકંદીનો ધન્નો વગેરે પ્રતિબોધ પામ્યા અને ચારિત્રના માર્ગે વળ્યા, નિરતિચાર ચારિત્ર પાળ્યું. અંતે અણસણ કર્યું અને એકાવતારી બન્યા. આમ સર્વજ્ઞ પરમાત્માની દેશનાનું સાલ્ય નિશ્ચિત જ છે.
આમ હરિભદ્રસૂરિજી મહારાજા ચોથી દ્રષ્ટિમાં રહેલા જીવોને કપિલ સુગતાદિ બધા સર્વજ્ઞ છે અને તેઓએ બધાએ એક સરખી જ દેશના આપી છે પરંતુ તેઓના અચિંત્ય પુયપ્રભાવથી શ્રોતાઓને તથાભવ્યત્વના અનુસારે જુદી જુદી રીતે પરિણામ પામી છે એ રીતે બીજા પ્રકારે સમાધાન કરી રહ્યા છે.
यद्वा तत्तन्नयापेक्षा, तत्तत्कालादियोगतः ।। ऋषिभ्यो देशना चित्रा, तन्मूलैषापि तत्त्वतः ॥ १३८ ॥ હજુ ત્રીજા પ્રકારે દેશના ભેદને કહે છે.
અથવા તો દુષમકાલાદિના યોગથી (આદિ પદથી ક્ષેત્ર, ભાવ, વ્યક્તિ વગેરે) કપિલ સુગાદિના મુખમાંથી નીકળેલી તે તે નયાનુસારી ભિન્ન ભિન્ન દેશના પણ તત્ત્વતઃ વાસ્તવમાં સર્વજ્ઞમૂલક જ છે.
કપિલ, સુગત વગેરેએ તે તે નયપ્રધાન જે દેશના આપી તેનું મૂળ પણ સર્વજ્ઞ વચન જ છે. પરંતુ પોતાની કલ્પનાને અનુસાર નથી આપી. અર્થાત્ કપિલ, સુગત વગેરે ભલે કદાચ સર્વજ્ઞ ન હોય પરંતુ સર્વજ્ઞ પરમાત્માએ જે દેશના આપી તેના તો તેઓ જાણકાર હતા જ. અને તેથી તેઓ સર્વજ્ઞના મતને અનુસરનારા હતા. તે તે નય સાપેક્ષ દેશના આપવાનું પ્રયોજન તો તે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ વગેરે નિમિત્તો જ હતા. અથતિ કપિલ વગેરેએ પોતાના શિષ્યોને આત્મા નિત્ય છે એવી દ્રવ્યાસ્તિક નય પ્રધાન દેશના આપી તે વખતે કપિલદષિને પર્યાયાસ્તિકનયથી આત્મા અનિત્ય પણ છે. એવી ખબર ન હતી. એવું નહોતું અર્થાત્ તેઓ જાણતા જ હતા કે પર્યાયાસ્તિક નયથી આત્મા અનિત્ય પણ છે પણ તેઓએ તેને દેશ, કાળને આશ્રચિને જોયું કે આત્માને
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org