________________
૨૭૦
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩
હોવાથી બહારગામ ગયો હતો તેથી તે બચી ગયો. “સપુરુષોનું સર્વત્ર કુશળ થાય છે.” પછી કાળયોગે તે કુંભાર મરીને વિરાટ દેશમાં જાણે બીજો કુબેર ભંડારી હોય તેવો વણિક થયો અને સર્વગ્રામજનો (ચોરો) મરીને તે જ વિરાટ દેશમાં મનુષ્યો થયા. કારણ કે તુલ્ય કર્મીને તુલ્ય ભૂમિ જ પ્રાપ્ત થાય છે. તે કુંભારનો જીવ મરીને તે જ વિરાટ દેશમાં રાજા થયો. ત્યાંથી મરીને અદ્ધિવંત દેવતા થયો ત્યાંથી ચ્યવીને તમે ભગીરથ થયા, અને તે ગ્રામવાસીઓ સંસારમાં ભમતા ભમતા તમારા પિતા જન્ફનુકુમાર વગેરે થયા. તેમણે માત્ર મનવડે સર્વ સંઘને ઉપદ્રવ કર્યો હતો તે કર્મથી તેઓ એક સાથે ભસ્મીભૂત થયા. તેમાં જ્વલનપ્રભ નાગેન્દ્ર તો ક્ત નિમિત્ત માત્ર છે. હે મહાશય! તે વખતે તે ગામના લોકોને વારવારૂપ શુભકર્મથી તમે ગામ બળવા છતાં બળ્યા નહિ અને હમણાં પણ બળ્યા નહિ એ પ્રમાણે કેવલજ્ઞાનીની પાસેથી હકીકત સાંભળીને ભગીરથ અતિશય નિર્વેદ પામ્યો પરંતુ ક્ષત ઉપર ક્ષારની જેમ મારા પિતામહને દુ:ખ ઉપર દુઃખ ન થાઓ એમ ધારીને તેણે દીક્ષા લીધી નહીં અને કેવળજ્ઞાનીને વાંદીને અયોધ્યા પાછા ફ્યુ.
પાછા આવીને પિતામહને પ્રણામ કર્યા અને આજ્ઞાનો અમલ કર્યાનું જણાવ્યું. તેથી સગર ભગીરથને કહે છે કે હે વત્સ! તું બાળ છતાં બુદ્ધિ વડે પ્રૌઢ છે તેથી હવે રાજ્યગાદીના ભારને વહન કર અને હું ભારરહિત થઈને ચારિત્ર ગ્રહણ કરું. સ્વયંભૂરમણ સમુદ્રની જેમ દુસ્તર એવો પણ સંસાર મારા પૂર્વજો તરી ગયા છે તેમ હું પણ તરી જઈશ. તેથી આપણા પૂર્વજોની. પરંપરા મુજબ તું રાજ્ય ગ્રહણ કર. તે વખતે ભગીરથ કહે છે કે હે પિતાજી ! તમે સંસારસાગરને તારનારી પ્રવજ્યા ગ્રહણ કરવાને ઇચ્છો છો તેમ હે
સ્વામિન્ ! હું પણ આ ભવથી નિર્વેદ પામેલો છું. મારા પિતાજી વગેરે સાઈઠ હજાર કેવી રીતે મૃત્યુ પામ્યા? તેમનો પૂર્વભવ હમણાં જ મેં કેવલજ્ઞાની પાસેથી સાંભળ્યો છે તેથી હવે આ સંસારને વિશે રહેવા મારું મન જરા પણ માનતું નથી. મારું મન ચારિત્ર લઈને આત્મકલ્યાણ કરવા ઝંખી રહ્યું છે. આપ રાજ્ય દાનના પ્રસાદ વડે કરીને મને અપ્રસન્ન કરશો નહિ.
ત્યારે સગર કહે છે કે હે વત્સ ! આપણા કુળમાં વ્રત ગ્રહણ કરવું - ચારિત્ર લેવું તે યુક્ત છે. આપણા પૂર્વજોની આ જ મર્યાદા છે. આ જ પરંપરા છે. પણ એક વખત તમે વડીલોની આજ્ઞાના પાલન રૂપ દીક્ષાને અંગીકાર કરો તે તમારા માટે ઉચિત છે પછી જ્યારે સમય પાકે અને રાજ્યગાદીનો વારસદાર જન્મે ત્યારે તમે પણ તેને રાજ્યગાદી સોંપી આ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
WWW.jainelibrary.org