________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૨૭૧ માર્ગે ચાલ્યા આવજો. અત્યારે મારે માટે ચારિત્ર ગ્રહણ કરવું એ યુક્ત છે અને તમારે વડીલોની આજ્ઞાના પાલનરૂપ વ્રત ગ્રહણ કરવું તે યુક્ત છે. આપણા પૂર્વ પુરુષોની આ પરંપરા છે તેને તમે સ્વીકારો. આ સાંભળીને ભગીરથ સંસારથી અત્યંત ઉદ્વિગ્ન બનેલો હોવા છતાં વડીલોની આજ્ઞાના ભંગથી ભય પામ્યો અને ભવભીરૂ એવા તેનું મન ઘણીવાર સુધી દોલાયિત થવા છતાં તે મૌન રહ્યો. પોતાના વડીલની સામે એક પણ વચન તેણે ઉચ્ચાર્યું નહિ. પછી પોતાના સિંહાસન ઉપર ભગીરથને બેસાડી ચક્રીએ પરમ હર્ષથી તેનો રાજ્યાભિષેક કર્યો.
અહિંયા કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય આર્યસંસ્કૃતિ અને જૈનસંસ્કૃતિનો એક ભવ્યાતિભવ્ય આદર્શ રજૂ કરે છે. વડીલોની આજ્ઞાના ભંગને મહાપાપ રૂપે ઓળખાવી આપણને ચોંકાવી રહ્યા છે કે કોઈ પણ સંજોગોમાં વડીલોની આજ્ઞાનું પાલન એ જ કર્તવ્ય છે. આજ્ઞાભંગ કરનારો જીવનમાં પોતાનું સર્વસ્વ ગુમાવે છે. માતા પિતા મોહાંધ બનીને કોઈ પણ રીતે ચારિત્રની રજા ન આપે. અને તેના કારણે જીવને ચારિત્ર લેવા બીજો માર્ગ અપનાવવો પડે એ એક જુદી વાત છે. તે એક આપવાદિક આચરણા છે. પણ વડીલ કોઈ સહેતુક તત્કાલ ચારિત્રની મનાઈ માવે તે વખતે તેની સહેતુતાને ઠોકરે ચડાવી તેમની ઉપરવટ થઈ ચારિત્ર લેવું અને તેમના હૃદયના ટૂકડે ટૂકડા કરવા અને તેમની આજ્ઞા ઉપર પગ મૂકવો એ કોઈ રીતે કલ્યાણકર નથી. મહાપુરુષોનો આ માર્ગ છે કે બીજાને ઠારવા, તેમના ચિત્તને પ્રસન્ન રાખવું, તેમની કૃપા મેળવવી અને તે દ્વારા આપણે અંદરમાં ઠરવું અને આત્મકલ્યાણના માર્ગે આગળ વધવું. પણ આક્રમક બનવું, એટેક કરવો, પરાભવ કરવો, એ અધ્યાત્મને પામવાનો માર્ગ નથી પણ ભવોભવ સંસારમાં દુઃખી થવાનો પતનનો માર્ગ છે.
परपीडेह सूक्ष्मापि वर्जनीया प्रयत्नतः ।
तद्वत्तदुपकारेऽपि यतितव्यं सदैव हि ॥ १५० ॥ મહાપુરુષોનો માર્ગ શું છે ?
તે બતાવે છે - આ લોકમાં સૂક્ષ્મ એવી પણ મન - વચન - કાયાની જે પરપીડા તેને સૂક્ષ્મ પ્રયત્નથી ત્યાગ કરવો જોઈએ અને જીવોના ઉપકારમાં પ્રયત્નપૂર્વક પ્રવર્તવું જોઈએ.
કલ્યાણકારી એવા આત્મકલ્યાણના માર્ગમાં પ્રયાણ કરવા ઇચ્છતા આત્માએ સૂક્ષ્મ એવી પણ એકેન્દ્રિયાદિ જીવોને પીડા ન કરવી જોઈએ અર્થાત્ સમિતિગુપ્તિનું નિરંતર પાલન કરવું જોઈએ કારણ કે સમિતિ-ગુપ્તિના પાલનથી જ સૂક્ષ્મ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org