________________
૧૦૨
યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ - 3 માટે મુમુક્ષને તેમાં આગ્રહ રાખવો યુક્ત નથી. જેનાથી ભવની પરંપરા કપાઈને આત્માનું અમરત્વ પ્રાપ્ત થાય તે મૃત, શીલ અને સમાધિમાં જ અભિનિવેશ રાખવો યુક્ત છે. આવું ગ્રંથકારશ્રીનું તાત્પર્ય હોય એવું અમને જણાય છે.
बीजं चास्य परं सिद्धमवन्ध्यं सर्वयोगिनाम्। परार्थकरणं येन परिशुद्धमतोऽत्र य ॥८९॥ શ્રત, શીલ અને સમાધિનું શ્રેષ્ઠ બીજ પરાર્થ કરણ
સઘળા ય કુલયોગી અને પ્રવૃત્તચયોગીઓને માટે શ્રુત, શીલ અને સમાધિનું પરં - શ્રેષ્ઠ અને અવધ્ય અર્થાત નિશ્ચિત રીતે ફ્લને આપનારું બીજ પરાર્થકરણ છે. પરનું પ્રયોજન દુ:ખ મુક્તિ અને સાચા સુખની પ્રાપ્તિ તેનું નિષ્પાદન કરવું તે પરાર્થકરણ છે.
જે જીવો ધર્મને પામવાની યોગ્યતાવાળા છે એ જીવોને તાત્ત્વિક ધર્મ સમજાવવો એ જ સાચો પરોપકાર છે અને નિઃસ્વાર્થ ભાવે આવો પરોપકાર કરવાથી જીવને શ્રત, શીલ અને સમાધિની ભવાંતરે અવિચ્છિન્નપણે પ્રાપ્તિ થાય છે. તેવા પ્રકારનું પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. અને જે કારણથી આવા પ્રકારનો ભાવ પરોપકાર એ અન્યના અનુપઘાતવડે કરીને પરિશુદ્ધ છે અર્થાત્ ભાવ પરોપકાર કરવામાં કોઈ પણ જીવને લેશમાત્ર ઉપઘાત થતો નથી પરંતુ એકાંતે લાભ જ થાય છે તેથી કરીને આવા પ્રકારના પરાર્થકરણમાં યોગીઓએ અભિનિવેશ કરવો યુક્ત છે. અર્થાત જગતના યોગ્ય જીવોને તાત્વિક ધર્મનું દાન કરવું એજ તાત્વિક ધર્મને અવિચ્છિન્ન રીતે પામવાનો ઉપાય છે. બીજા બધા કારણો એ તાત્ત્વિક ધર્મને અવિચ્છિન્નપણે પામવાના અવધ્ય ઉપાયભૂત નથી.
પ્રસ્તુતમાં ધર્મ પામવાને યોગ્ય એવા જીવોમાં તેમજ ધર્માત્માઓમાં ભાવપરોપકારના કારણભૂત દ્રવ્યપરોપકાર એ પણ ઇષ્ટ જ છે જેમ કે સાધુ હોય તો બીજા સાધુની ગોચરી-પાણી દ્વારા ભક્તિ કરવી. માંદગી વગેરેમાં વૈયાવચ્ચ કરવી તેમજ શ્રાવક હોય તો અન્ય શ્રાવકની ભક્તિ કરવી, તેને આર્થિક સહાય કરવી, ચિંતામુક્ત કરવો એ રૂપ દ્રવ્ય ઉપકાર પણ ઇષ્ટ જ છે કારણ કે તેનાથી જીવ આગળ વધી આત્મકલ્યાણને સાધે છે આમ ધર્મની પ્રાપ્તિમાં દ્રવ્યોપકાર પણ કારણ હોવાથી તે પણ ઇષ્ટ જ છે અને આવો દ્રવ્યોપકાર ક્યો જીવ કરી શકે ? જેનામાં પર પીડન સ્વભાવ નથી. પરને પીડા કરવાનું જેનું હૈયું નથી, પરના પરિતોષમાં જે હેતુ બને છે અને ઉદારતા, ગંભીરતા, નિઃસ્પૃહતા, નિ:સ્વાર્થતાદિ ગુણોથી જે યુક્ત છે તે જ જીવ સાચો પરોપકાર કરી શકે છે.
દ્રવ્ય પરોપકાર અને ભાવ પરોપકાર - દ્રવ્ય કરતા ભાવ ઉપકાર ઘણો ચઢિયાતો છે દ્રવ્ય ઉપકાર એકાંતિક અને આત્યંતિક નથી અર્થાત જેના ઉપર કરીએ તેને એકાંતે ઉપકાર થાય જ એવું નથી જેમકે ભૂખ્યાને દૂધપાક આપો પણ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org