________________
૧૮
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ શેઠિયાની ગુલામી કરીને મરી જઈએ તો પણ તે એટલી પણ ખાત્રી આપવા તૈયાર નથી કે જા, તને આ જીવનના છેડા સુધી દુ:ખ નહિ આવવા દઉં. ધર્મવિનાનું જીવન તો પશુતા છે. સંસારમાં જેમ શ્રમજીવીની જરૂર પડે છે, બુદ્ધિજીવીની જરૂર પડે છે તેમ સારી રીતે જીવવા ચારિત્રજીવીની પણ એટલી જ આવશ્યકતા છે. આજે ભાઈ કે બહેન ખુલ્લા બજારમાં વિના ભયે ી શકે છે, અલંકાર પહેરી શકે છે તે કરૂણા સાગર તીર્થંકર પરમાત્માના ધર્મનો પ્રભાવ છે. અનાર્ય દેશો કે જ્યાં પરમાત્માનો ધર્મ નથી ત્યાં આ સલામતી નથી.
શાંત સુધારસમાં ઉપાધ્યાય વિનયવિજયજી મહારાજ ધર્મભાવનાના અધિકારના વર્ણનમાં કહી રહ્યા છે કે આ જગતમાં સૂર્ય ચંદ્ર નિયમિત ઉદય અને અસ્ત પામે છે, સમુદ્ર મર્યાદા ઉલ્લંઘતો નથી. આ બધો પ્રભાવ તારક તીર્થંકર પરમાત્માના ધર્મનો છે. છટ્ટા આરામાં જ્યારે ધર્મ નાશ પામી ગયો હશે ત્યારે આ બધા તત્ત્વો ભયંકર ઉલ્કાપાત મચાવશે.
આ દૃષ્ટિમાં રહેલા જીવને એ શ્રદ્ધા છે કે પ્રાણ તો અનંતીવાર મળ્યા અને ગયા પણ પ્રભુનો ધર્મ ન મળ્યો, આત્મા ઉપશમરસના સરોવરમાં ઝીલ્યો નહિ. માટે ભવોભવ જન્મમરણ થયા. જીવને એ ખાત્રી છે કે જો ધર્મ વિશુદ્ધ કોટિનો કરીશ તો સાનુબંધ સદ્ગતિ મળશે અને અંતે મોક્ષ મળશે. આ શ્રદ્ધા હતી તો -
(૧) વંકચૂલ કે જે રાજકુમાર હોવા છતાં ભવિતવ્યતાના બળે પિતાનું રાજ છોડી ચોરોની પલ્લીનો અધિપતિ બન્યો છે તેણે સાધુએ આપેલા નિયમોનું પ્રાણના ભોગે પાલન કર્યું. જેના પ્રભાવે રાજાની રાણી એ સામેથી ભોગ ભોગવવાની માંગણી મૂકી તો પણ ન ફ્લાયો. અડગ રહ્યો તો તેના પ્રભાવે મંત્રી બન્યો અને જ્યારે છેલ્લે તબિયત બગડતા વેધો કાગડાનું માંસ ખાવાનું કહે છે તો પણ પોતાનો નિયમ સાચવ્યો, તે માટે મૃત્યુ આવ્યું તો વધાવી લીધું પણ નિયમનો ભંગ ન કર્યો તો મરીને બારમાં દેવલોક ગયો.
(૨) હંસ, પરમહંસ - કે જે હરિભદ્રસૂરિજી મ.સા.ના ભાણેજ અને શિષ્ય હતા તેમને બોદ્ધમત ભણવાની ઇચ્છા થઈ. અંદરમાં રોમરોમમાં પ્રભુ શાસનનો રાગ અને ખુમારી બેઠેલી છે કે એક વખત તેની બધી અકાઢ્ય યુક્તિઓ જાણી લઇએ અને પછી તેનું ખંડન કરી પ્રભુશાસનના મૃતના વારસાને સમૃદ્ધ બનાવી દઈએ એ માટે પોતાના ગુરુ પાસે બૌદ્ધ મત ભણવા જવાની આજ્ઞા માંગી. ગુરુ ના પાડે છે. કારણ ત્યાં જવું હોય તો છુપા વેશે જવું પડે, તેમાં પકડાઈ જાય તો પ્રાણ લીધા વિના તેઓ છોડે નહિ તેથી ગુરુ ના પાડે છે. છતાં પોતાની ઇચ્છાને રોકી શકતા નથી અને ગુરુની ઇચ્છાની ઉપરવટ થઈને ગયા. રોજ ગુણવેશે ભણે છે. ભણીને રોજનું રોજ તેનાં ઉપરનું ખંડન લખી નાંખે છે તેમાં કરતા એક દિવસ એક પાનું ઉડ્યું. તેના નાયક પાસે પહોંચ્યું. ખ્યાલ આવ્યો કે
'E')" 5'
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org