________________
યોગ દ્રષ્ટિનાં અજવાળા ભાગ - ૩
૧૭ ભૂમિમાં જઈ કર્તવ્ય અદા કરો આ દ્રશ્ય જોતાં જ તેનું ક્ષાત્રવટ ખીલી નીકળ્યું. તલવાર લઈને યુદ્ધની ભૂમિમાં ગયો, વિજય મેળવીને પાછો . પછી માને પૂછે છે કે મા ! મારે માટે આવું અસંભવિત સંભવિત કેમ બન્યું ? હું આટલો કાયર કેમ બન્યો ? તે વખતે મા કહે છે કે દીકરા! એક વખત હું સ્નાન કરતી હતી અને તું રડવા લાગ્યો દાસીએ તને સ્તનપાન કરાવ્યું મને ખબર પડતા તરત જ મેં ઓકાવી નાંખ્યું પણ તેના જે બે-ચાર ટીપા અંદર રહી ગયા હશે તેનું આ પરિણામ છે.
તે જ રીતે દેશપ્રેમીઓએ દેશની ખાતર પોતાના પ્રાણ આપ્યા. અંગ્રેજોએ તેમને પકડ્યા. જેલમાં પૂર્યા, દેશની ગુપ્ત વાતો જાણવા માટે તેમને પૂછવામાં આવ્યું. છતાં દેશ પ્રત્યેના પ્રેમ ખાતર એક અક્ષર પણ ન બોલ્યા. તેને કારણે તેમને બરફ્તી લાદીઓ ઉપર સુવાડવામાં આવ્યા, તેમના ગુપ્તભાગોમાં લાલચોળ તપાવેલી સોયો ખોસવામાં આવી છતા બધું સહન કર્યું પણ એક અક્ષર ન બોલ્યા. તે જ રીતે આઝાદીની લડત વખતે ભગતસિંહને ફાંસી આપવામાં આવી તો હસતે મોંએ તે સ્વીકારી લીધી. આમ જેને જેની પ્રત્યે ગાઢ રાગ-મેમ હોય ત્યાં પોતે પોતાના પ્રાણ જતા કરે છે તે દેખાય છે.
ધર્મની ખાતર પ્રાણ આપે - તેમ આ દૃષ્ટિમાં વર્તતા જીવો અવસરે ધર્મની ખાતર પ્રાણ આપે છે કારણ તે માને છે કે ધર્મ છે તો બધું છે. ધર્મના પ્રભાવે મનુષ્યભવ મળ્યો, શાસન મળ્યું, દેવ-ગુરુ મળ્યા, નિર્મળ બુદ્ધિ મળી, સંસ્કારી માતાપિતા મળ્યા, નરકાદિ દુર્ગતિઓ ધર્મના પ્રભાવે ટળી.
ધર્મ વિના અનંતકાળ દુર્ગતિમાં રખડયો - આડડ્યો - રઝળ્યો, સૂક્ષ્મનિગોદ, બાદર નિગોદ, એફેન્દ્રિય, વિકલેન્દ્રિય કે પંચેન્દ્રિયના ભેદોમાં બધે જ ભટકતા ક્યાંય મને પરમાત્મા જોવા મળ્યા નથી માટે પોતાની સુમતિ સખીને સમ્યગદૃષ્ટિ જીવ કહી રહ્યો છે કે હે સખી ! મને હવે ચન્દ્રની પ્રભા જેવા મુખવાળા ચન્દ્રપ્રભુને જોવા દે - એ વાત આનંદઘનજી મહારાજ કહી રહ્યા છે. જિનેશ્વર દેવના દર્શન વિના હું અનેક સ્થાનોમાંથી પસાર થયો છું. એ વિચાર આગમમાંથી જાણવા મળે છે માટે હે સખી ! તેમની નિર્મળ સેવા કરી લેવી જોઈએ. માટે હે સખી! હવે મને તું પ્રભુના મુખને જોવા દે.
આવા ધર્મથી વધારે જગતમાં છે શું ? ધર્મ તો આપણને કોલ આપે છે કે, “તું મને બરાબર સાચવ તો હું ભવોભવ દુર્ગતિથી તારી રક્ષા કરીશ.” વીરવિજય મહારાજ પૂજીની ઢાળમાં લખે છે કે શ્રાવક સમતા ભાવમાં રહી સામાયિક કરે અને તે વખતે આયુષ્ય બાંધે તો ૯૨ ક્રોડ ૫૯ લાખ ૨૫ હજાર ૯૨૫ પલ્યોપમનું વૈમાનિક દેવલોકનું આયુષ્ય બાંધે છે.
સંસારમાં આવી ખાત્રી આપવા કોણ તૈયાર છે ? આખી જિંદગી કોઈ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org