________________
૧ ૨૯
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ આત્મતત્ત્વના સાક્ષાત્કાર (કેવલજ્ઞાન) રૂપ ઉત્તમ તત્વને પામે છે અન્યથા - આ ક્રમથી અન્યક્રમવડે કરીને યોગમાર્ગમાં પ્રવૃત્તિની અસિદ્ધિ હોવાથી ઉપર બતાવેલ ક્રમથી જ આત્મતત્વનો સાક્ષાત્કાર થાય છે. આત્મતત્વનો સાક્ષાત્કાર કરવા માટે આ રાજમાર્ગ છે. બીજા માર્ગે ચાલીને ક્યારેક કોઈ આત્મા ઉત્તમ તત્ત્વને પામે એવું બને પણ તે કેડી માર્ગ છે, રાજમાર્ગ નહિ.
અતીન્દ્રિય તત્ત્વની પ્રાપ્તિ યોગમાર્ગમાં પ્રવૃત્ત થવાથી જ થાય છે અને યોગમાર્ગમાં પ્રવૃત્તિ શાસ્ત્ર વિના શક્ય નથી. આગમના બોધ સિવાય જીવા સ્વાભાવિક રીતે યોગમાર્ગમાં પ્રવૃત્ત થઈ શકતો નથી તેનું કારણ એ છે કે અનંતકાળથી સંસારમાં પરિભ્રમણ કરતાં જીવને પીગલિક સુખનો અત્યંત રાગ અને દુઃખનો ગાઢ દ્વેષ બેઠેલો છે. તેથી આત્મા ઉપર તેને જ મેળવવાના સંસ્કાર પડેલા હોવાથી દરેક ભવમાં જીવ તેને માટે જ સ્વાભાવિક રીતે પ્રવૃત્ત થાય છે. આવા જીવને જ્યારે જ્ઞાનીએ કહેલા આગમ વચન સાંભળવા મળે, પોતે કોણ છે ? પોતાનું સ્વરૂપ શું છે ? જન્મ - મરણાદિ કેમ કરવા પડે છે ? એ બધું જાણવા મળે ત્યારે આત્મિક પુરુષાર્થ તરફ તેનું લક્ષ્ય જાય છે અને તેથી ત્યારબાદ આગમ વચનને વિશેષ વિશેષ રીતે જાણે છે અને તેના અનુસાર અનુમાન જ્ઞાનનો પણ બોધ થાય છે કે અત્યાર સુધી સુખની ઇચ્છા હોવા છતાં મને સુખ કેમ ન મળ્યું ? જન્મ - મરણાદિ કેમ કરવા પડ્યા ? કારણ મારો પુરુષાર્થ સુખને અનુકૂલ ન હતો. હવે સાચું સુખ જોઈતું હોય તો એવી પ્રવૃત્તિ કરવી જોઈએ કે જે પ્રવૃત્તિ કરવામાં કોઈપણ જીવને દુઃખ ન થાય. કોઈપણ જીવને પીડા આપી ક્યારે પણ સુખી બની શકાય નહિ અને કોઈપણ જીવને દુ:ખ આપ્યા સિવાયની પ્રવૃત્તિ એ સંયમરૂપ ધર્મ વિના શક્ય નથી અને આમ અનુમાનાદિથી સુખને મેળવવાના વાસ્તવિક માર્ગનો બોધ થવાથી જીવ શાસ્ત્રોમાં વિહિત કરેલા સમિતિ, ગતિ, ધ્યાન, નિર્દોષ ભિક્ષા, યમ, નિયમ, આસન, પ્રાણાયામાદિ અનુષ્ઠાનોને રૂચિપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, ઉપયોગની એકાગ્રતાપૂર્વક આદર બહુમાનપૂર્વક જેમ જેમ કરતો જાય છે તેમ તેમ આત્મામાં રહેલ પાપરૂપી સંમોહ નાશ પામતો જાય છે અને તેથી આત્મામાં નિર્મળતા, કષાયોનો ઉપશમ વગેરે પેદા થાય છે અને આ રીતે શાસ્ત્રાદિનો અભ્યાસ એના દ્વારા અનુમાન જ્ઞાન તેમજ શાસ્ત્ર વિહિત રૂચિપૂર્વકના અનુષ્ઠાનથી પ્રજ્ઞા સમ્યગ્ર બનતા શ્રુત, ચિંતા, ભાવના જ્ઞાન પેદા થવા દ્વારા ઉપર ઉપરના ગુણસ્થાનકોને સ્પર્શ કરી શ્રેણી દ્વારા આત્મતત્વનો સાક્ષાત્કાર થાય છે.
પ્રસ્તુતમાં શ્રત, ચિંતા અને ભાવના જ્ઞાનના કારણભૂત યથાક્રમે આગમ, અનુમાન અને યોગાભ્યાસ રસ છે. શરૂઆતમાં આગમવચનનો બોધ થાય ત્યારબાદ આગમની વાતો ઉપર ઉહાપોહ કરતાં અનુમાન જ્ઞાન થાય. જેટલા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org