________________
૧૨૮
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 અતીન્દ્રિય અર્થ આગમનો વિષય બને છે. કુતર્કનો વિષય કદાપી બનતો નથી.
તત્ત્વના સમ્યમ્ જ્ઞાતા બનવા હરિભદ્રસૂરિજી મહારાજ એક વિશેષણ પરદ્રોહથી વિરામ પામેલો' મૂકી રહ્યા છે તો અહિંયા પ્રશ્ન થાય કે સમ્યગ જ્ઞાતૃત્વ અને પારદ્રોહથી વિરતિ એ બેને પરસ્પર શું સંબંધ છે ? તેનું સમાધાન એ છે કે શાસ્ત્રોમાં સમ્યક્ અર્થ કાઢવાની પ્રજ્ઞા ચારિત્રના પાલનથી જન્મે છે, વિષયોના ભોગવટા સાથે તે શક્ય નથી. આગમ એ, અગમતત્ત્વને પામવા માટે છે તેને માટે માર્ગાનુસારી સૂક્ષ્મ પ્રજ્ઞા જોઈએ, તે માટે ત્યાગ, વૈરાગ્ય, ગુરુકૃપા. વગેરે જોઈએ, જ્ઞાનાવરણીયના ક્ષયોપશમની સાથે મોહનીયના ક્ષયોપશમથી પ્રાપ્ત ગુરુકૃપા અને ચારિત્ર મોહનીયના ક્ષયોપશમથી પ્રાપ્ત ત્યાગ, વૈરાગ્ય ભળે તો જ આગમગ્રંથોના રહસ્ય હાથમાં આવે અને તો જ તે તે પદાર્થોમાં સમ્યક શ્રદ્ધાન પ્રાપ્ત થાય.
એટલા જ માટે આગમ ભણવાનો અને વાંચવાનો અધિકાર શ્રાવકને નથી પણ સર્વવિરતિધર સાધુને છે તેમાં પણ બધા સાધુને નથી પણ જેણે યોગોદ્રવહન કર્યા હોય અને આગમ વાંચન માટેની યોગ્યતા - પાત્રતા કેળવી હોય, ગુર્વાજ્ઞા મળી હોય તે જ વાંચી શકે. સાધ્વીજી પોતે સર્વવિરતિધર હોવા છતાં સ્ત્રી સહજ સ્વાભાવિક દોષના કારણે તે આગમોના અર્થને - મર્મને પચાવી શકતા નથી માટે તેમના માટે વિશેષ આગમોનો નિષેધ કરેલો છે.
અધ્યાત્મના માર્ગમાં જીવ પોતે જ્યાં ઉભો છે તેને ત્યાંથી ઉઠાવીને ઉપર લઈ જવાનો છે. ન્યાય બેને તોડવાનું કામ કરે છે. પ્રેમ એને જોડવાનું કામ કરે છે. અધ્યાત્મ એ પ્રેમ સ્વરૂપ છે. જે બીજાને તોડવાનો પ્રયત્ન કરે છે તે એક વખત સ્વયં તૂટી જાય છે જ્યારે બીજાને જોડનારો, આગળ વધારનારો પોતે સ્વયં સ્વરૂપ સાથે જોડાઈ જાય છે. સદા યોગમાં તત્પર રહેનાર મંત્રી વગેરે ભાવોને વિકસાવી અધ્યાત્મના માર્ગે આગળ વધે છે અને અતીન્દ્રિય તત્ત્વને પામે છે.
મહામતિ પતંજલિ શું કહે છે ? તે હવે જણાવે છે. आगमेनानुमानेन, योगाभ्यासरसेन च । त्रिधा प्रकल्पयन्प्रज्ञां, लभते तत्त्वमुत्तमम् ॥ १०१ ॥
આપ્તપુરુષના વચન રૂપ આગમવડે, એ આગમને અનુસરનારા અનુમાનજ્ઞાન વડે અને શાસ્ત્રવિહિત એવા સમિતિગુત્યાદિ અનુષ્ઠાન વડે - આ ત્રણે પ્રકારે પ્રજ્ઞાને પ્રકલ્પયન - સમ્યગુ બનાવતો - નિર્મળ બનાવતો આત્મા. પાપરૂપી સંમોહનો નાશ કરી શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાન દ્વારા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org