________________
૨૪૦
યોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ -૩ તેમની ગણના હતી. તેમનો મહામૂલો બ્રાહ્મણ વારસો દ્રોણાચાર્યે ન સંભાળ્યો. તેમણે બ્રાહ્મણ જીવનનો ત્યાગ કરી કૌરવ-પાંડવોના રાજગુરુ થવાનું પસંદ કર્યું. આમ વેરના અગ્નિએ તેમનામાં રહેલા વિવેકને બાળી મૂક્યો. સાથે તેમનો સંકલ્પ સિદ્ધ થયો. પાંડવ-ફોરવોની મદદથી તેમણે દ્રુપદનો પરાભવ કર્યો અને તેની પાસેથી અડધું રાજ્ય લઈ લીધું અને બાફીનું અડધું રાજ્ય તેની પર દયા કરી પાછું સોપ્યું.
વેરનું શમન થયા પછી તેમનામાં સત્તાની આસક્તિ જન્મી રાજમહેલનો વૈભવ, હસ્તિનાપુરમાં પોતે જમાવેલો પ્રભાવ આ બધું તેમના ગળે વળગ્યું ! પરિણામે તેઓ અંતકાળ સુધી દૂર્યોધનના આશ્રિત થઈને રહ્યા.
તેઓ પાંડવોને અને તેમાં પણ ખાસ કરીને અર્જુનને ખૂબ ચાહતા હતા છતાં સત્તામોહને લીધે ન્યાયનો પક્ષ ન લઈ શક્યા અને યુદ્ધમાં ન્યાયી એવા પાંડવોનો પક્ષ ન લેતા અન્યાયી કરવાનો પક્ષ લીધો. હસ્તિનાપુરની નાનકડી દુનિયાના વૈભવની ખેવના ન કરી હોત અને પિતાની મહાન વિધાના વારસાનું સી ક્ષત્રિયોને વિતરણ કર્યું હોત તો અનેક તેજસ્વી શસ્ત્રજ્ઞાતાઓ તેઓ તૈયાર કરી શક્યા હોત પણ અવિવેક અને આસક્તિ આડા આવ્યા અને પરિણામે એક મહાન આશ્રમની પરંપરા લુપ્ત થઈ. વળી તેમણે ન્યાયનો પક્ષ લીધો હોત તો કૌરવ પાંડવો વચ્ચેનું ભીષણ યુદ્ધ કદાચ અટકી ગયું હોત “મેત્રી તો સમાન વચ્ચે જ સંભવે ” એ દ્રપદના એક ક્ષુદ્રષ્ટિવાળા વાક્ય કેટલો અનર્થ ઊભો. કર્યો તે વિચારવા જેવું છે. निश्चयोऽतीन्द्रियार्थस्य योगिज्ञानादृते न च । अतोऽप्यत्रान्धकल्पानां विवादेन न किञ्चन ॥ १४३॥ સર્વજ્ઞ છે કે નહિ, તેમના વચનો સાચા છે કે નહિ, નરક છે કે નહિ, કપિલ, સુગાદિ સર્વજ્ઞ છે કે નહિ ઇત્યાદિ અતીન્દ્રિય અર્થનો નિશ્ચય યોગીજ્ઞાન વિના શક્ય નથી તેથી સર્વજ્ઞના વિષયમાં આપણે અંધ જેવા છીએ. સર્વજ્ઞ રૂપ અતીન્દ્રિય તત્ત્વ ને જોઈ શક્તા નથી. તો પછી તે વિષયમાં વિવાદ વડે શું? અર્થાત કોઈ પ્રયોજન નથી. તે વિષયમાં વિવાદ કરવો એ નિષ્ફળ છે. વિવાદ સમ્યગ્રચિત્તના નાશને કરનારો છે.
આત્મા, પરમાત્મા, સર્વજ્ઞાદિ તત્ત્વો ઇન્દ્રિયથી જાણી શકાતા નથી કારણકે ઇન્દ્રિયો દ્વારા રૂપી પુદ્ગલનું જ ગ્રહણ થાય છે. રૂપી પદાર્થોના વિષયમાં જ ઇન્દ્રિયો પ્રવર્તે છે જ્યારે આત્મા, સર્વજ્ઞાદિ તત્ત્વો તો ઇન્દ્રિયાતીત છે. અને તે તો યોગિજ્ઞાનનો વિષય છે. અતીન્દ્રિયાર્થના નિશ્ચયની બાબતમાં આપણા જેવા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org