________________
૩પ૦
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
આવ્યો તો ય અડોલ રહ્યા અને પાછા ત્યાં જ ચાલ્યા ગયા.
આમ છઠ્ઠી દૃષ્ટિવાળા જીવોને ભોગોમાંથી સુખબુદ્ધિ કે પરમાર્થબુદ્ધિ નીકળી ગઈ હોય છે અને તેથી માત્ર કર્મના ઉદયથી તે આત્માઓ તેમાં પ્રવૃત્તિ કરે છે. તેમનો બળવાન કર્મનો ઉદય તેમને વિષયોમાં પ્રવૃત્તિ કરાવે છે પણ તેમાં આસકિત કરાવી શકતો નથી. આસક્તિ ન થવામાં તેમની આ દ્રષ્ટિની જાગૃતિ, ઉપશમભાવ વગેરે છે અને તેથી એ જાગૃતિના બળે તે આત્માઓનું મુક્તિ તરÉ પ્રયાણ અવિરત ચાલુ રહે છે. યોગની પાંચમી દૃષ્ટિ અને છઠ્ઠી દૃષ્ટિનો આ જ તફાવત છે કે પાંચમી દૃષ્ટિવાળાને ભોગ ભોગવતા આસક્તિ થવાની સંભાવના છે. તે વખતે સાથે રહેલું સ ત્વ તેને ચેતવે છે. જાગૃતિ આપે છે. હેયરૂપે લગાડે છે. જ્યારે આ દૃષ્ટિમાં વિશુદ્ધિ વધવાથી ભોગોને ભોગવવા છતાં તેનો લેપ લાગતો નથી. સાધક જલકમલવત્ ન્યારો રહે છે. પાંચમી દૃષ્ટિમાંથી જીવ નીચે ઊતરી શકે છે, છઠ્ઠી દ્રષ્ટિમાંથી નહિ. આ દૃષ્ટિ આવ્યા પછી સંસારમાં જીવને ઝાઝા ભવો કરવા પડતા નથી. હવે તો શિવરમણી તેને ભેટવાને માટે આતુર હોય છે. સંસારનું બિહામણું સ્વરૂપ જે બરાબર સમજી લે છે તે આગળ વધવા માંડે છે. અહિંયા કોઈનું અનુકરણ કામ લાગતું નથી. નરસિંહ મહેતા લખે છે કે
“મારું ગાયું જે ગાશે તે ઝાઝા ગોદા ખાશે, સમજીને ગાશે તે વહેલો વૈકુંઠ જાશે.”
ભોગોને ભોગવવા છતાં અનાસક્ત રહી અધ્યાત્મના માર્ગે આગળ વધવું એ આત્મવિકાસની શ્રેણીનો અપવાદમાર્ગ છે નહિ કે ઉત્સર્ગ. ઉત્સર્ગમાર્ગ તો ભોગોનો ત્યાગ કરી જ્ઞાનીની આજ્ઞા મુજબ ત્યાગી - વિરાગી બની ગુર્વાજ્ઞાના પાલનમાં તત્પર રહેવું તે છે. ઉત્સર્ગ માર્ગ એ રાજમાર્ગ છે જ્યારે અપવાદ માર્ગ કેડી માર્ગ છે. રાજમાર્ગ ભૂલભૂલામણી વગરનો હોય જેના ઉપર હજારો લાખો આત્માઓ ચાલી શકે. જ્યારે ફેડીમાર્ગ ઉપર ચાલનારા તો ગણ્યાગાંઠયા વિરલાઓ હોય.
સંસાર આસક્તિથી ચાલે છે. કોઈપણ પાપના મૂળમાં તપાસ કરવામાં આવે તો ત્યાં કોઈને કોઈ આસક્તિ જ કામ કરતી હોય છે પણ આસક્તિમાં પાપની શરૂઆત છે તે જ્યારે તીવ્ર - તીવ્રતર - તીવ્રતમ બને છે ત્યારે તે જીવને તારક તત્ત્વોની આશાતનાના મહાપાપ સુધી લઈ જાય છે માટે આ આશાતનાના મહાપાપથી બચવા જ્ઞાનીઓ આસક્તિનો જ ઉચ્છેદ કરવાનું કહે છે. જેણે આ આસક્તિને ઉગતી પામી નહિં તેઓ મોડા વહેલા આશાતનાના મહાપાપ સુધી પહોંચી દીર્ઘ સંસાર વધારી ગયા.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org