________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
३४८
રત્નકંબલ ખરીદી લીધી અને એના ટૂકડા કરાવી શાલિભદ્રની બત્રીસ પત્નીઓને આપી, તેમણે શરીર લુછીને તે ફેંકી દીધી. તે સમાચાર શ્રેણિકને મળતા ભદ્રામાતાના કહેવાથી શ્રેણિક શાલિભદ્રના ઘરે તેને જોવા માટે આવે છે, ત્યારે મહેલનું આંગણું સ્ફટિકનું બનાવેલ હતું તે જોઈને શ્રેણિક મહારાજા દૂરથી જ ઊભા રહી ગયા. આ તો પાણી છે કેવી રીતે જવાય ? ત્યાંજ બુદ્ધિના નિધાન અભયકુમારે આંગળીમાંથી વીંટી કાઢીને નાંખી, અવાજ થયો એટલે અભયકુમાર કહે છે પિતાજી ! ચાલો, આ પાણી નથી સ્ફટિક છે. આમ માયાજળને જેણે માયાજળરૂપે ઓળખી લીધું છે તે પુરુષ તે માર્ગ ઉપરથી સડસડાટ ચાલ્યો જાય છે.
માયાપાણી રે જાણી તેહને, લંધી જાય અડોલ, સાચું જાણીરે તે બીતો રહે, ન ચલે ડામાડોલ ધનધન. યોદ. સક્ઝાય ૬-૮ भोगान् स्वरुपतः पश्यंस्तथा मायोदकोपमान् । भुञ्जानोऽपि ह्यसडगः सन् प्रयात्येव परं पदम् ॥ १६६ ॥
તે જ રીતે ભોગોને સ્વરૂપથી માયાજળની સમાન જોતો પુરુષ ભોગોને ભોગવવા છતાં અસંગ હોતે છતે પરમપદ પ્રતિ જાય છે.
નિકાચિત ભોગકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા ભોગોને ભોગવવા છતાં પણ આસક્તિ વગરનો હોવાથી પરમપદને પામે છે. ભોગોમાં આસક્તિ ન હોવાથી ભોગોમાં પરાધીનપણું નથી અને તેથી ભોગ ભોગવવા છતાં કર્મનો ક્ષય કરે છે.
ઉપાધ્યાયજી મહારાજે અધ્યાત્મસારમાં વૈરાગ્યનું વર્ણન કર્યું છે અને તેમાં ભવના સ્વરૂપનું જ્ઞાન થવાથી તેમાં સર્વત્ર નિર્ગુણતા દેખાય છે અર્થાત સંસાર એને કોઈ દૃષ્ટિથી સારો લાગતો નથી તેથી તેના પ્રત્યે અરૂચિ થવાથી તેનો નાશ કરવાની ઇચ્છા થાય છે અને આ ઇચ્છાના ઉચ્છેદરૂપ વૈરાગ્યનું ત્યાં વર્ણન કરી રહ્યા છે. આવો વૈરાગ્ય ચોથે ગુણસ્થાનકે પણ યોગની છઠ્ઠી દ્રષ્ટિ ધરાવતા તીર્થકર વગેરેને ગૃહસ્થાવસ્થામાં હોય છે.
પૃથ્વીચંદ્ર, ગુણસાગર, સમરાદિત્ય વગેરે સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી આવેલા છે ત્યાંના સુખો પણ જેમને ડોલાવી ન શક્યા. તે સુખોમાં પણ આસકત ના બનતાં આત્મામાં લીન રહ્યા તેને મનુષ્ય લોકના સુખો શું વિસાતમાં? મનુષ્ય લોકના સુખો તો તેને જ સારા લાગે કે જેને દેવલોકના સુખની યાદ ન હોય.
નલિનીગુભ વિમાનનું વર્ણન સાંભળતા અવંતિસુકુમાલને જાતિસ્મરણ જ્ઞાન થયું અને ખબર પડી કે હું નલિનીગુભ વિમાનમાંથી અહિંયા આવ્યો છું તો ૩૨-૩૨ પત્નીઓ અને મનુષ્યભવના ઊંચા ગણાતા ભોગો પણ તુચ્છ લાગ્યા અને તરત તે ભોગોને છોડીને તેણે ચારિત્ર લીધું. તેજ રાત્રિએ ઉપસર્ગ,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org