________________
૨૭
યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ 3
શ્રવણ અતત્ત્વની રૂચિ, ફાલતું વાતો, નિષ્પ્રયોજન વાતોના રસને વધારે છે. એટલા જ માટે જયવીયરાયમાં માર્ગાનુસારિતાનો અર્થ તત્ત્વાનુસારિતા કર્યો છે. તત્ત્વની રૂચિ, તત્ત્વનો આગ્રહ, તત્ત્વાનુસારી વૃત્તિ આવે તો જ આત્મા અંદરમાં ઠરે.
આખો ભવયોગ બધો ખારાપાણી જેવો છે. મિથ્યાત્વ, અવિરતિ અને કપાય સ્વરૂપ ભવયોગ છે. તે બો ખારા પાણી જેવો છે. તત્ત્વશ્રવણ આવે એટલે ખોટી ખેંચાખેંચ, ખોટી પકડ, હુંસાતુંસી, નિંદા, કુથલી, ઇર્ષ્યા વગેરે નીકળવા માંડે છે. તત્ત્વશ્રવણથી આત્મા સ્વરૂપમાં ઠરે છે. વિષયોનો ઉકળાટ શમે છે. આત્માના અનાદિકાલીન વિકારોને દૂર કરવા તત્ત્વશ્રવણ એ રામબાણ ઔષધ છે.
અતત્ત્વશ્રવણ કેટલું ખરાબ છે કે ભાટ ચારણે આવીને સિદ્ધરાજ જયસિંહની આગળ રાણકદેવીના રૂપનું નીચેના શબ્દોમાં વર્ણન કર્યું. તે સાંભળવા માત્રથી હજુ તો જેણે રાણકદેવીને જોઈ પણ નથી તેવો સિદ્ધરાજ રાણકદેવીના રૂપ ઉપર પાગલ બની ગયો.
“મૃગનયની કટિ કેશરી, નાગણ જેવા વાળ; બ્રહ્માએ એક જ ઘડી સાચું કહું ભૂપાળ”
રાણકદેવીને મેળવવા સિદ્ધરાજે ૧૨-૧૨ વર્ષ સુધી યુદ્ધ કર્યું. જુનાગઢનો રાજા રાખેંગાર આ જોઈને ૧૨ વર્ષ સુધી ઉપરકોટના કિલ્લાના દરવાજા બંધ કરી રહ્યો. આખરે પોતાના બે ભાણિયા દેશળ અને વિશળ ફુટી ગયા. રાણકદેવીએ શીલની રક્ષા ખાતર ગિરનારના પર્વત પરથી પડતું મૂક્યું. તત્ત્વશ્રુતિના જ ગુણ અર્થાત્ ફ્લને કહે છે. अतस्तु नियमादेव, कल्याणमखिलं नृणाम् । ગુમત્તિ સુણોપેત, લોહિતાવમ્ ॥ ૬૩ ॥ તત્ત્વશ્રવણથી પરોપકાર
अस्या
-
અત વ - જે કારણથી તત્ત્વશ્રુતિ તત્ત્વશ્રવણ એ મધુર પાણીના યોગ સમાન છે તે કારણથી જ તત્ત્વશ્રવણ નામના ગુણથી નિયમા પરોપકારાદિ (આદિ પદથી સ્વોપકાર) સઘળા કલ્યાણ મનુષ્યોને થાય છે. કારણ કે તત્ત્વશ્રુતિ તો તેવા પ્રકારના અર્થાત્ ગુરુભક્તિના કારણીભૂત એવા વિશેષ પ્રકારના આશય સ્વરૂપ છે. તાત્પર્ય : તત્વશ્રવણ નામનો ગુણ પ્રાપ્ત થયા પછીથી જ્યારે જીવ ગુર્વાદિ મુખેથી તત્ત્વને સાંભળવાની ક્રિયા કરે છે ત્યારે તે ગુણના પ્રભાવથી તેનામાં અસ્પષ્ટપણે આંતરસ્ફુરણ થવા માંડે છે અર્થાત્ અતત્ત્વના કારણીભૂત અને તત્ત્વના કારણીભૂત પોતાના આત્મામાં વર્તતા પરિણામોની સંપૂર્ણ નહિ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org