________________
૨૮
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ પણ થોડાથોડા અંશે ઓળખ થવા માંડે છે અને તેથી જ આ આંતર સ્ફુરણને અસ્પષ્ટ તત્ત્વનું સ્ફુરણ કહ્યું છે.
જેમ સંગીત સાંભળનાર જીવને સંગીત સાંભળતા તેના આરોહ, અવરોહ, તાલ, બદ્ધ, લયાદિ સ્વરોનું થોડા થોડા અંશે સ્ફુરણ થાય છે કારણ કે હજુ બધા આરોહ - અવરોહાદિની સંપૂર્ણ ઓળખ થઈ નથી અને તેથી સંગીત સાંભળતા થોડા ઘણા આલાપોનો બોધ થતા આલાપને અનુસારે તેના હૈયામાં વિશેષ પ્રકારનું સ્ફુરણ થાય છે અને તેથી સંગીતને સાંભળવામાં વિશેષ આનંદ આવે છે તે જ રીતે સંપૂર્ણ વિવેક ન હોવાથી સંપૂર્ણ તત્ત્વનો બોધ ન થવા છતાં થોડા ઘણા અંશે પોતાના આત્મામાં જે તત્ત્વનું સ્ફુરણ થાય છે તેથી તેને તત્ત્વશ્રવણની ક્રિયામાં અતિશય આનંદ આવે છે અને તેથી તત્ત્વ સંભળાવનાર તત્ત્વના જ્ઞાતા ગુરુ પ્રત્યે અત્યંત બહુમાન થાય છે અને આમ ગુરુ પ્રત્યેના બહુમાનના કારણે તેને વિશેષ સુખની અનુભૂતિ થાય છે આમ ગુરુભક્તિમાં કારણીભૂત એવું જ આંતર સ્ફુરણરૂપ આશયવિશેષ એ તત્ત્વશ્રવણ નામના ગુણથી હોવાથી તત્ત્વશ્રવણથી સઘળા પરોપકારાદિ કાર્યો થાય છે એમ કહ્યું. હવે આ પરોપકારાદિ રૂપ કલ્યાણ એ ગુરુભક્તિના સુખથી યુક્ત છે કારણ કે તાજ્ઞયાગુરુની આજ્ઞાથી તરસ્ય પરોપકારને કરવું એ જ તત્ત્વથી કલ્યાણ છે. ગુરુઆજ્ઞાનું પાલન પણ ગુરુભક્તિમાં થાય છે અને તેથી આજ્ઞાનું પાલન કરવાથી ગુરુભક્તિ મેં યથાર્થ કરી તેવો સુખનો અનુભવ થાય છે આમ કલ્યાણની સાથે ગુરુભક્તિ સુખની (ગુરુઆજ્ઞા પાલનની) અવશ્યભાવિતા છે અર્થાત્ જ્યાં જ્યાં સ્વોપકાર પરોપકારાદિ કલ્યાણ છે ત્યાં અવશ્ય ગુર્વાજ્ઞા પાલન છે જ. ગુર્વાજ્ઞા પાલન વિનાના ક્લ્યાણને તત્ત્વથી કલ્યાણ કહ્યું જ નથી. તત્ત્વ જે કારણથી ગુરુભક્તિ સુખોપેત કલ્યાણ એ જ કલ્યાણ છે તેથી જ કરીને આવું કલ્યાણ બંને લોકમાં હિત કરનારૂં છે.
કલ્યાણનો અનુબંધ એ ગુરુભક્તિથી સાધ્ય છે
કારણ કે તત્ત્વપ્રત્યેની ઉત્કટરૂચિથી જ કલ્યાણનો અનુબંધ પડે છે અને ગુરુ પોતે તત્ત્વસ્વરૂપ છે અને તત્ત્વ પ્રાપ્તિના ઉપાયભૂત છે. આમ તત્ત્વસંપન્ન એવા ગુરુપ્રત્યેની ભક્તિથી જીવને ભવાંતરમાં તત્ત્વની પ્રાપ્તિ થાય તેવા અનુબંધવાળુ કર્મ બંધાય છે. તેમજ ગુરુભક્તિના પ્રભાવથી આ લોકમાં પણ મોહનીયાદિ પાપ પ્રકૃતિનો નાશ થવા વડે વિશિષ્ટ કોટિના જ્ઞાનાવરણીય કર્મોના ક્ષયોપશમની પ્રાપ્તિ થવા દ્વારા જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે. જે કલ્યાણની પ્રવૃત્તિઓમાં ગુરુભક્તિ નથી હોતી તેવું કલ્યાણ બંને લોકમાં અહિત કરનારું છે. કારણ કે ગુરુની આજ્ઞાથી નિરપેક્ષપણે પ્રવૃત્તિ કરવાથી આ લોકમાં પણ જીવને ક્યારેક તેવા પ્રકારના અશુભ કર્મનો ઉદય થવા દ્વારા જ્ઞાનાદિમાં
Jain Education International 2010_05
For Private & Personal Use Only
-
www.jainelibrary.org