________________
૨૯
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3
અંતરાય પેદા થાય છે તેમ જ ભવાંતર પણ અશુભાનુબંધથી યુક્ત થાય છે. આમ તત્ત્વશ્રવણકાલીન ગુરુભક્તિમાં કારણીભૂત તેવા પ્રકારના આશયવિશેષથી ગુરુભક્તિ પેદા થવા દ્વારા પરંપરાએ પરોપકારાદિ કલ્યાણની પ્રાપ્તિ થાય છે. વસ્તુતઃ તો ગુર્વજ્ઞાપાલન એજ ગુરુની સાચી ભક્તિ છે આજ્ઞાપાલન વિનાની કેવળ બહારથી કરાતી ભક્તિ એ વાસ્તવિક ભક્તિ નથી.
તત્ત્વના જાણકાર લખે છે કે આત્મકલ્યાણ કરવા માટે તમારા ગુરુને સદાય તમારા હૃદયમાં રાખો. એના ઉપદેશોને સ્મરણમાં રાખો. એના ઉપકારને ભૂલો નહિ. આજ સત્ સાથેનો ખરો સંબંધ છે. સિદ્ધિઓનું કોઈ જ મહત્ત્વ નથી. તમારા ગુરુપ્રત્યેની શ્રદ્ધા અને પ્રેમનું દર્શન તમારા સંપૂર્ણ જીવનમાંથી થવું જોઈએ. આજ ગુરુ સાથેનો યથાર્થ સહવાસ છે.
ગુરુનો વિયોગ એ વિયોગ નથી પણ ગુરુનું વિસ્મરણ એ વિયોગ છે. ગુરુના વિયોગમાં ગુરુની સતત યાદ, રાત દિવસ ગુરુનો અપૂર્વ યોગ સાંભર્યાં કરે તો સાચી ભક્તિ પ્રાપ્ત થાય.
ગુરુપૂર્ણિમા
ગુરુના ઉપકારનો બદલો વાળી શકાતો નથી માટે જ અન્યદર્શનકારોએ પણ આખા વર્ષમાં એક ગુરુપુર્ણિમાનો (અષાડ સુદ-૧૫) દિવસ નક્કી કર્યો છે જે દિવસે શિષ્ય ગુરુના ઘરે કાંઈને કાંઈ ભેટ લઈને જાય, ગુરુના ચરણોમાં બહુમાન ભાવે વંદન કરે, તેના આશીર્વાદ લે અને પોતાની જાતને ધન્ય માને.
પ્રશ્ન ઉઠે કે અષાઢ મહિનામાં જ આ દિવસ કેમ ? આપણું આર્યાવર્તક્ષેત્ર જ્યોતિષચક્રના દેવોની નીચેના ક્ષેત્રે આવેલ છે જે ચક્રમાં નવગ્રહ છે. સામાન્યથી એમાં સૂર્ય પ્રધાન છે. અષાઢ માસમાં સૂર્ય મિથુન રાશિમાં આવે છે અને મિથુન રાશિનો અધિપતિ બુધ છે. બુધ એ બુદ્ધિનો અધિપતિ છે. ગુરુનું જીવન બુદ્ધિ પ્રધાન છે અને ગુરુનું જ્ઞાનદાન શિષ્યને સતેજ અને બુદ્ધિ પ્રધાન બનાવવા માટે છે આમ ગુરુ પૂર્ણિમાનું આયોજન તાર્કિક રીતે કરાયેલું છે.
कल्यम् अणति इति कल्याणम् સુખને બોલાવે, સુખને ખેંચી લાવે તે કલ્યાણ અને તે કલ્યાણનો અનુબંધ ગુરુભક્તિથી પડે છે. ગુરુપ્રત્યેની ભક્તિથી જેમ પુણ્ય બંધાય છે તેમ આંતરિક ક્ષયોપશમ પણ થાય છે. ગુરુભક્તિથી તત્ત્વશ્રવણ પરિણમે છે, એકલવ્ય ભીલ હોવાના કારણે ગુરુદ્રોણાચાર્યે તેને અસ્ત્ર અને શસ્ત્રવિધા ન આપી પણ પોતાના હૃદયમાં ગુરુદ્રોણને રાખીને એકલવ્ય અર્જુન કરતા પણ સવાઈ બાણાવળી બન્યો. પંદરસો તાપસોને તત્ત્વશ્રવણ વિના માત્ર ગુરુ ઉપરની ભક્તિથી કેવલજ્ઞાન પ્રાપ્ત થયું હતું. અષ્ટાવક્ર મહર્ષિ દ્વારા તેના ઉપરની ભક્તિ-બહુમાનથી રાજા જનકને
Jain Education International 2010_05
—
For Private & Personal Use Only
www.jainelibrary.org