________________
૩૦
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ તત્ત્વશ્રવણ મળ્યું તો તેના દ્વારા તત્ત્વબોધ પ્રાપ્ત થયો. ગુરુ ઉપરની ભક્તિ અને બહુમાન ભવાંતરમાં પરમ ગુરુનો યોગ કરાવે છે. ગુરુની ભક્તિ કરનારના હૃદયમાં પછીથી મોહ ટકી શકતો નથી.
શ્રેણિકે પ્રભુ વીરની ભક્તિ કરી અને કુમારપાળ મહારાજાએ હેમચંદ્રાચાર્યની ભક્તિ કરી તત્ત્વશ્રવણ પામ્યા તો એકાવનારી બન્યા.
સમકિતની ચાર શ્રદ્ધામાં પહેલી શ્રદ્ધા સૂક્ષ્માર્થનું અધ્યયન અને બીજી શ્રદ્ધા એ અધ્યયનને મજબૂત કરનાર શાસ્ત્રાર્થના જાણકાર ગુરુની સેવા કહી છે. ત્યાં સેવા એટલે માત્ર ભક્તિ જ નહિ પણ એમની આમન્યામાં રહેવું અને એના દ્વારા સૂક્ષ્માર્થના જ્ઞાતા થવું. ગુરુના પગ દબાવવા વગેરે સમ્યકત્વના લિંગમાં આવે જ્યારે આ શ્રદ્ધામાં આવે ગુરુની પાસે બેસવું, હૃદય ખોલીને વાત કરવી એ પણ શ્રદ્ધાનું કારણ છે એનાથી માર્ગનો બોધ થાય. આજે બેસવાનું મન થતું નથી કારણ કે શ્રદ્ધા નથી.
પરમાત્માના એક એક વચનને માને તે જૈનશાસનના ગુરુ છે અને આવા ગુરુની ભક્તિ, બહુમાન અને તેમની આજ્ઞાનું પાલન એ જ વસ્તુતઃ પરમાત્માને માનવા બરાબર છે. જે ગુરુને નથી માનતો તે પરમાત્માને માનતો હોવા છતાં પરમાર્થથી માનતો નથી, ગુરુને ન માને તેનું પુણ્ય અવશ્ય ઘટે છે. તેના જીવનમાં વાસ્તવિક મોહનીયનો ક્ષયોપશમ થતો નથી તેથી સાચા ગુણો પ્રગટતાં નથી. ગુરુની ભક્તિ અને બહુમાન એ અનંતા તીર્થકરોની ભક્તિ અને બહુમાન છે. ગુરુની અવગણના અને આશાતના એ અનંતા તીર્થકરોની અવગણના અને આશાતના છે માટે જૈન શાસ્ત્રકારો ગુરુની આજ્ઞાપાલન ઉપર બહુ ભાર મુકે છે અને ઠેઠ મોક્ષ સુધીના સઘળા કલ્યાણ તેના દ્વારા બતાવે. છે. કલ્યાણનો અનુબંધ પણ ગુરુની કૃપાથી અને ભક્તિથી થાય છે. અને ગુરુની ભક્તિ દ્વારા ધ્યાનથી પરમાત્માની સ્પર્શના થાય છે એમ જણાવે છે.
માથા પર્વ આ તત્ત્વશ્રવણ દ્વારા પ્રાપ્ત થતી ગુરુભક્તિનું જે પરમ ફ્લ પરોપકારાદિ તેને વિશેષતઃ અર્થાત્ કાર્ય-કારણભાવ પૂર્વક કહે છે.
गुरुभक्तिप्रभावेन, तीर्थकृद्दर्शनं मतम् । समापत्त्यादिभेदेन, निर्वाणैकनिबन्धनम् ॥ ६४ ॥
ગુરુભક્તિના પ્રભાવથી તીર્થકરનું દર્શન ગુરુભક્તિના પ્રભાવથી જીવે ઉપાર્જન કરેલા કર્મનો વિપાકોદય થવાથી સમાપત્યાદિ ભેદરૂપે જીવને તીર્થંકર પરમાત્માનું દર્શન થાય છે અર્થાત્ વીતરાગ પરમાત્માનું એકાગ્રપણે ધ્યાન કરતાં જીવને તેમના જે ગુણો તેનો અભેદરૂપે અનુભવ થાય છે જે સમાપત્તિ છે. આમ ધ્યાનથી વીતરાગ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org