________________
૨૬
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ તેનું મન ઉભગેલું રહે છે. ઇન્દ્ર, ચક્રવર્તી આદિ પદવીઓ તેને આકર્ષી શકતી નથી, આત્મગુણોનો વૈભવ એ જ તેને વૈભવ લાગે છે. વજસ્વામીનો પૂર્વભવ
તત્ત્વશ્રવણ મધુર પાણીના યોગ સમાન છે. તે વિષયમાં વજસ્વામીના પૂર્વભવનો વૃત્તાંત વિચારવા જેવો છે. વજસ્વામીનો જીવ પૂર્વભવમાં તિર્યંચભક દેવ છે. મિત્રની સાથે અષ્ટાપદ પર્વત ઉપર દર્શન કરવા ગયા છે. દર્શન કરીને
જ્યાં મંદિરની બહાર આવે છે ત્યાં જ તેજ વખતે ગૌતમસ્વામીજી પણ દર્શન કરવા આવ્યા છે. ગૌતમસ્વામીજીની સ્થૂલકાયાને જોયા પછી દેવ વિચારે છે અરે ! આ કેવી સ્થલ કાયા છે. ચારિત્ર લીધા પછી પણ આવું શરીર ? આમ જ્યાં વિચારી રહ્યો છે તે જ વખતે ગતમસ્વામીજીની નજર દેવ ઉપર પડે છે. ત્યાં જ કોઈ ભવિતવ્યતાના બળે ગીતમસ્વામીજીને ઉપયોગ મુકવાનું મન થાય છે. સામાન્યથી તો વિશિષ્ટ જ્ઞાની ઉપયોગ મૂકે નહિ પણ અહિંયા એ દેવની ભવિતવ્યતા જ આમાં કારણ છે. મન:પર્યવજ્ઞાનના ઉપયોગના બળે જાણ્યું. પોતાના માટે વિચાર કરતા જાણીને ગૌતમસ્વામીજી કહે છે ચાલો ! હું તમને સુંદર કથાનક કહું એમ કહીને ઉત્તરાધ્યયન અંતર્ગત પુંડરિક-કંડરિક અધ્યયન દ્વારા સુંદર હિતોપદેશ આપે છે. પુંડરિક કેવી રીતે એક જ દિવસના ચારિત્રથી અનુત્તરમાં ગયા અને કંડરિક કેવી રીતે એક જ દિવસના સંસારના સુખના ભોગવટાથી સાતમી નરકે ગયા તે સાંભળતા દેવને સંસારની અસારતા - ભયાનકતા અને ચારિત્રની સુંદરતા સમજાઈ. પછી જે થોડા વર્ષોનું આયુષ્ય બાકી છે તેમાં આ દેશનાના ભાવોને ઘૂંટી ઘૂંટીને ચારિત્રની ભાવનાને દઢ કરે છે એના સંસ્કારને અસ્થિમજ્જા બનાવે છે માટે જ જન્મતાની સાથે જ દીક્ષા શબ્દ સાંભળતા જાતિસ્મરણ જ્ઞાન થાય છે અને પોતાની ઉપર માનો ઘણો રાગ જોતા તેના રાગને તોડવા પ્રચંડ પુરુષાર્થ કરે છે અને અંતે ચારિત્ર લે છે.
તત્ત્વશ્રવણ જે મધુર ઉદક સમાન છે તેમ અતત્ત્વશ્રવણ એ ખારાપાણી સમાન છે. મખ્ખણના પૂર્વભવમાં મમ્મણને પાડોશી દુષ્ટ મળ્યો તે ને અકલ્યાણમિત્ર બની અતત્ત્વશ્રવણ કરાવ્યું. સિંહ કેશરિયા મોદકની એવી પ્રશંસા કરી કે જેના કારણે મમ્મણની તેના ઉપરની આસક્તિ તીવ્ર બની, જેના કારણે તે મહાત્માની પાસે વ્હોરાવેલો મોદક પાછો લેવા ગયો. અમૃતરસનો કુંભ પશ્ચાત્તાપ કરી ઢોળી નાંખ્યો, જેના પ્રભાવે મરીને મમ્મણ થઈને અંતે નરકે ગયો.
અતત્ત્વશ્રવણ ઇન્દ્રિયોની ખાજ - ઉત્સુકતા વધારે છે. આજના ટી.વી. સિનેમાઘરો. ચલચિત્રો બ્લ્યુ ફીલ્મ વગેરેના દ્રશ્યો, તેમાં આવતા વાર્તાલાપો. ચિત્રલેખા, અભિયાન વગેરેનું વાંચન, શ્રવણ બધું અતત્ત્વશ્રવણ છે, અતત્ત્વ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org