________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૩૬૭ અંતે પ્રાપ્ત થતા કેવલજ્ઞાનની કિંમત પણ આંકી શકાતી નથી. વિશુદ્ધ હીરાની પ્રાપ્તિ થતા જીવનું આ ભવમાં દ્રવ્યદારિદ્ર દૂર થાય છે તે શ્રીમંત બને છે. વિપુલ ભોગના ભોક્તા બને છે. લોકમાં માનનીય બને છે. સમાજની અંદર અગ્રપંક્તિમાં સ્થાન મેળવે છે. તેમ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થતા આત્માનું ભવોભવનું 'ભાવદારિદ્ર દૂર થાય છે. કેવલજ્ઞાનની કિંમત ઘણી છે. અનંત આનંદ વેદન કેવલજ્ઞાનની પ્રાપ્તિથી શરૂ થાય છે તેમજ આગળ જઈને ચાર અઘાતી કર્મનો ક્ષય થતા તે લોકાગ્રે સ્થાન પામે છે.
મતિજ્ઞાનની વિનાશીતા, વિકારીતા, અપૂર્ણતા અને પરાધીનતા આત્માને ખટકે તેના દ્વારા ભવોભવની રખડપટ્ટી, નરકાદિ દુખોની અનુભૂતિ જન્મમરણની પરાધીનતા નજરમાં આવે અને તેનો અંત કરવા આત્મા કટિબદ્ધ બને ત્યારે જ આત્માને સ્વાધીન, અવિનાશી, નિર્વિકારી અને પૂર્ણ એવા કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે. જેમ આંબાની ગોટલીમાં વિરાટ આંબાનું વૃક્ષા છુપાયેલું છે. તેમ બિન્દુ તુલ્ય મતિજ્ઞાનમાં વિરાટ કેવલજ્ઞાન છુપાએલું છે.
સૂક્ષ્મનિટોદના જીવોને કર્મના ઉદયથી કાયયોગ એવો મળેલ છે કે જેથી તેઓ કોઈને હણતા નથી. તેમ આપણે એવી ધર્મસાધના કરવાની છે કે આપણે કોઈને હણીએ નહિ અને કોઈ આપણને હણે તો હણાવાની અસર આપણા મન ઉપર ન થાય તેવો મનોયોગ કેળવવાનો છે તો જ આપણે મતિજ્ઞાનની રક્યાંથી ફેવલજ્ઞાનરૂપી રત્નને પ્રગટ કરી શકશું.
અનાદિકાળથી ઉપયોગ ઈન્દ્રિયો અને મનના માધ્યમે વિષયોમાં જઈ અનાદિ કુસંસ્કારના વશે આત્મામાં રાગાદિ ભાવોને ઠાલવે છે. જેનાથી ભવોભવ સંસારની પુષ્ટિ થાય છે તેનાથી બચવા જ્ઞાનીઓ પોતાની દૃષ્ટિને - ઉપયોગને સ્વરૂપમાં શમાવવાનું કહે છે. ત્યાગ અને વિરાગ જરૂર કેળવવાના છે પણ ત્યાગ અને વિરાગથી અટકવાનું નથી પરંતુ સ્વરૂપનું જ્ઞાન-ધ્યાન કરીને નિરાવરણ થવાનું છે. ધ્યાન કરવા છતાં જો આપણામાંથી વિષય-કષાયના ભાવો ન જાય તો સમજવું કે ધ્યાન ખોટું થયેલ છે. ધ્યાન તો સ્વરૂપે સ્વયં શ્રેષ્ઠ છે પણ અંદરથી વિષય-કષાયના ભાવો કાઢ્યા ન હોય એટલે ધ્યાન બરાબર લાગે નહિ. દેહભાવે વિષય-કષાય એટલે ચિત્તની ચંચળતા. ધ્યાન એટલે ચિત્તની સ્થિરતા.
ધ્યાનમાં વિષય એક અને તેમાં એકાગ્રતા હોય છે. સંસારના ક્ષેત્રમાં વિષયોના અનેક ભેદોમાં રાચીમાચીને ભોગવવામાં આપણે એકાગ્ર બનીએ છીએ ખરાં પરંતુ ઉર્ધ્વગામી નથી બનતા. આર્ત-રૌદ્રધ્યાનમાં એકાગ્રતા એ ચંચળતા. પૂર્વકની એકાગ્રતા છે. જ્યારે ધર્મધ્યાનમાં પરમાત્માનો વિષય એક છે. તે ઉર્ધ્વગામી છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org