________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૧૧૩ સળતા છે છપ્રસ્થનું જ્ઞાન એ સાધ્ય નથી પરંતુ ઇષ્ટ પ્રાપ્તિનું સાધન છે. જે જ્ઞાન મનુષ્યને ઈટ પ્રાપ્તિનું સાધન ન બને તે જ્ઞાન વાસ્તવિક જ્ઞાન નથી પરંતુ બુદ્ધિનો વિલાસ માત્ર છે. શ્રદ્ધા નિરપેક્ષ બુદ્ધિવાદનો પાયો કેટલો કાચો તેનો ખ્યાલ આવી શકે છે. જેને બુદ્ધિની વસ્તુસ્વરૂપને પામવાની શક્તિની મર્યાદા અને અપૂર્ણતાનું ભાન નથી તે બુદ્ધિની અપરિપક્વતા છે. નાદાનિયત છે અને મોટે ભાગે જીવને પોતાની બુદ્ધિનો અહમ્ જ સમ્યગ શ્રદ્ધાનનો આશરો લેતા અટકાવે છે જે સમ્યગજ્ઞાનની પ્રાપ્તિમાં બાધક છે.
શ્રદ્ધાનો સીધો સંબંધ આત્મા - પરમાત્મા સાથે છે જ્યારે બુદ્ધિનો સીધો. સંબંધ મન સાથે છે. જે ચંચળ છે અને શુભાશુભ સંસ્કારોથી લિપ્ત છે આથી બુદ્ધિમાં સાધુની જેમ શેતાન પણ વસી શકે છે. આથી જ શ્રદ્ધાનિરપેક્ષ બુદ્ધિવાદ આંધળો કહ્યો છે. એક દેખતાની પાછળ ૧૦૦ આંધળા ઈષ્ટ સ્થાને પહોંચી શકે છે જ્યારે એક આંધળાની પાછળ લાખ દેખતાઓ અટવાઈ જાય છે.
આથી જ ભારતના સર્વ આસ્તિક દર્શનકારોએ શ્રદ્ધાન ગુણપર અત્યંત ભાર મૂક્યો છે કારણકે જીવને જે પરમ ઇષ્ટ છે તે શાશ્વત, સંપૂર્ણ અને સ્વાધીન સુખની પ્રાપ્તિના માર્ગ પર તેને શ્રદ્ધા સ્થાપિત કરે છે.
કુતર્ક એ અનુભવ અને લૂથી બાધિત થતો હોવાના કારણે જાતિપ્રાય સ્વરૂપ છે જાતિપ્રાયતા એ એક પ્રકારનો દોષ છે જેમાં વાસ્તવિક રીતે પરપક્ષી જે દોષ આપવા માંગે છે તે હોતો નથી પરંતુ દૂષણ પેદા કરવાનો આભાસ પેદા કરે છે કારણકે પર્વ પ્રાયેવી તેને આપેલો દીપ પ્રતીતિ અને ફ્લેથી બાધિત થતો હોય છે.
, નાતિપ્રયતા સર્વત્ર મિનાર્થ જ્ઞાન દ્વારા પોતાનાથી ભિન્ન એવા ઘટપટાદિ અર્થનું સંવેદન થયે છતે અર્થાત જ્ઞાનદ્વારા ઘટપટાદિ અર્થો મતિજ્ઞાનના ઉપયોગમાં જણાયે છતે કોઈક કુતર્કવાદી એવો કુતર્ક કરે કે એક બાજુ તમે કહો છો કે જ્ઞાનથી ઘટપટાદિ અર્થો ભિન્ન છે અને બીજી બાજુ જ્ઞાન ઘટાકાર, વગેરે આકારોને પડે ત્યારે જ્ઞાન ઘટ, પટ વિ. પદાર્થનું સંવેદન અર્થાત્ બોધ કરાવે છે તો અમે અહિંયા પુછીએ છીએ કે તે ઘટાકાર વગેરે જ્ઞાનથી ઘટાકાર ભિન્ન થયો તો પછી તે પોતાનાથી ભિન્ન આકારનું જ્ઞાન કેવી રીતે કરાવી શકે ? અર્થાત્ ન જ કરાવી શકે.
- હવે તમે કહો કે જ્ઞાનમાં પડતો આકાર જ્ઞાનથી અભિન્ન છે તો પછી નક્કી થયું કે તે પોતાનાથી અભિન્ન એવા આકારનું સંવેદન કરાવે છે અને બીજી બાજુ સંવેદન માટે બાહ્ય પદાર્થ ઘટાદિ ભિન્ન જ હોવા જોઈએ અને જ્ઞાનમાં જે આકાર પડે છે તે બાહ્ય પદાર્થનો જ છે અર્થાત બાહ્યપદાર્થ જ જ્ઞાનમાં આકારરૂપે પરિણમે છે તેથી એકબાજુ અભિન્ન એવા આકારને કહેવો અને બીજી બાજુ તે પદાર્થને ભિન્ન કહેવો તે પરસ્પર વિરોધી છે માટે નિર્ણય એ આવ્યો કે જ્ઞાન બાહ્ય પદાર્થનું
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org