________________
૧૧૪
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ સંવેદન કરાવે છે તે ઉભય વિકલ્પથી બાધિત હોવાના કારણે ઘટી શકે નહિ આ દૂપણનું નામ જાતિ અર્થાત્ દૂષણાભાસ છે.
આ વસ્તુ પ્રતીતિ અને ફ્લથી બાધિત છે કારણકે દરેક જણ જાણે છે કે બાહ્યપદાર્થ જ જ્ઞાનમાં આકારરૂપે પડી ઘટનું જ્ઞાન કરાવે છે તેથી જ્ઞાનના આકારમાં વિકલ્પ ઉઠાવી જ્ઞાનના વિષય તરીકે બાહ્ય પદાર્થને બાધિત કરી શકાય નહિ.
વળી આબાલવૃદ્ધ બોલે છે કે, “મારું શરીર દુ:ખે છે” તો આ વાક્ય પણ શરીરનો માલિક બીજો કોઈ આત્મા છે એવું પુરવાર કરી આપે છે. જેમ મારા ચશ્મા છે, મારું પુસ્તક છે, મારું ઘડિયાળ છે તે બધા વાક્યોમાં મારા તરીકે મનાતા શરીરથી ચશ્માં, પુસ્તક અને ઘડીયાળ જુદા છે તેવી પ્રતીતિ સૌને છે પણ અજ્ઞાન અને અભિનિવેશના કારણે જીવ, શરીરથી જુદા આત્માને સ્વીકારવા તૈયાર થતો નથી. જે શરીર જ આત્મા હોત તો વાક્યપ્રયોગ બદલાઈ જાત કે “હું શરીર દુખે છે.” પણ આવું વાક્ય તો કોઈ બોલતું નથી. આમ બુદ્ધિની સપાટીએ સત્ય તરીકે પુરવાર થતી વાતને હૃદય સ્વીકારવા તૈયાર થતું નથી એ મહા મોહનું સામ્રાજ્ય સમજવું.
બુદ્ધિથી પેદા થતા શબ્દ છલ પણ સત્યાર્થથી જીવને વેગળો લઈ જાય છે માટે તે પણ વિશ્વસનીય નથી.
જુનાગઢમાં જ્યારે નવાબી રાજ્ય હતું ત્યારે તેનો કારભારી દીવાન બહુ ઉસ્તાદ અને બાહોશ હતો તે વખતે વેરાવળ બંદર જુનાગઢના ક્બજામાં જોઈને બ્રિટીશ સરકારની દાઢ ગળી. તેને લેવા માટે બ્રિટીશ સરકારે ઘણા પેંતરા અજમાવ્યા પણ બુદ્ધિશાળી દીવાને તે બધાને નિષ્ફળ બનાવ્યા. તેથી અંગ્રેજ રેસિડન્ટે નવો દાવ અજમાવ્યો. તેણે જુનાગઢના નવાબને કહ્યું કે બ્રિટીશ સરકાર આપને જી.સી.આઈઇ.ની પદવી એનાયત કરવા માંગે છે એના બદલામાં તમે શું આપશો ? નવાબ - આપકો કયા ચાહીએ ? અંગ્રેજ રેસિડન્ટ વેરાવળનું બંદર માંગે છે. રેસિડન્ટે કહેલી વાતને હીન્દીમાં દીવાને કહી કે બ્રિટીશ સરકારને કાઠિયાવાડનું વેરાવળ બંદર જઈએ છે
નવાબ : અચ્છા મિલ જાયેગા ! આ સાંભળીને અંગ્રેજ રેસિડન્ટ એટલો બધો ખુશ થયો કે અંતે પણ દાવ સીધો પડ્યાના હર્ષમાં લંડન તાર કરી દીધો. આ બાજુ દિવાને બુદ્ધિ કસી. સોના ચાંદીના તારથી રસેલા ચાર પીંજરા તૈયાર કરાવ્યા. દરેકમાં એક એક વાંદરો મૂકયો. સાથે પત્ર બીડ્યો અને લખ્યું કે બ્રિટીશ સરકારે તો કાઠિયાવાડનું માત્ર એકજ બંદર માંગેલું પણ નવાબ સાહેબે ખુશ થઈને એકને બદલે ચાર બંદર મોકલાવ્યા છે. આ જોઈને અંગ્રેજ રેસિડન્ટ બાઘો બની ગયો. ઇંગ્લેન્ડથી એને તાકીદનું તેડું આવ્યું કે તમને તમારી પોસ્ટ ઉપરથી બરતરફ કરવામાં આવે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org