________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩
૧ ૧૫ કુતર્ક વડે પદાર્થનું મિથ્યાજ્ઞાન થયા પછીથી તેના વિશેષ ધર્મનું જ્ઞાન થતાં પૂર્વનું જ્ઞાન મિથ્યા છે એવો અનુભવ થાય છે અથવા તો જે પદાર્થનું મિથ્યાજ્ઞાન થયું છે એ જ પદાર્થમાં કોઈ વ્યક્તિ સમ્યગ્રજ્ઞાન કરાવે અને તેથી પોતાને પણ પદાર્થ તેવો જણાય ત્યાં ત્યાં સમ્યગ્રજ્ઞાનથી કુતર્ક બાધિત થાય છે અથવા તો કયારેક જેવું જ્ઞાન થયું છે તેને અનુરૂપ તે વસ્તુને માટે પ્રવૃત્તિ કરતાં તે વસ્તુની પ્રાપ્તિ નથી ત્યારે પણ પોતાનું પૂર્વનું જ્ઞાન બાધિત થાય છે. જેમ શરીરમાં આત્માનું મિથ્યાજ્ઞાન થયું તો ત્યાં કોઈ “શરીર એ જડ છે આત્મા ચેતન છે' એવો બોધ કરાવે અને તેથી પોતાને પણ “હું ચેતન રૂપ છું માટે શરીરથી ભિન્ન છું' એવો બોધ થાય અને કયારેક પ્રવૃત્તિથી થાય જેમ કે હું પોતે જ શરીર છું તો પછી શરીરને છોડવું કેમ પડે ? પોતાની વસ્તુ સાથે કેમ ન આવે ? હું શરીર છું તો શરીર મારી ઇચ્છા મુજબ કેમ ન ચાલે ? રોગાદિ કેમ આવે ? ઇત્યાદિ પ્રવૃત્તિ દ્વારા પણ શરીરમાંથી આત્માનો ભમ નિવૃત્ત થાય છે.
ગમે તે રીતે પોતાની વાતને સિદ્ધ કરવાનો આગ્રહ, પરસ્પરની સાથેનો વિરોધ, સ્પર્ધા તથા ચડસાચડસીમાં ઉતરનારા દરેકે દરેક રાષ્ટ્રના ધર્મો, પંથો કે સંપ્રદાયો તથા તેમના દ્વારા રજૂ કરાયેલા સિદ્ધાંતો અને ઢગલાબંધ પુસ્તકો ગમે તેટલી કુશળતાપૂર્વક રજૂ કરાયેલા હોય તો પણ એક અગત્યની હકીકત પ્રત્યે અંગુલિનિર્દેશ કરે છે કે એમનામાં એકતા નથી અને પારમાર્થિક સત્યથી તેઓ લાખો યોજન વેગળા છે.
કુતર્ક જીવમાં આગ્રહ પેદા કરાવે છે, બીજાની નિંદા ટીકા કરાવે છે અને આત્માને સાધના અને અનુભૂતિના માર્ગ ઉપર જવા દેતો નથી. કુતર્કનો આશ્રય લેનાર જિનાગમના મર્મને પામી શકતો નથી. અનુભવજ્ઞાની બની શકતો નથી માટે કુતર્ક એ સર્વથા ત્યાજ્ય છે એ વાત ઉપર હરિભદ્રસૂરિજી મહારાજ ભાર મૂકવા માંગે છે.
કુતર્કને જ હજુ સ્પષ્ટ કરે છે स्वभावोत्तरपर्यन्तः, एषोऽसावपि तत्त्वत: । नार्वाग्दृग्गोचरो न्यायादन्यथाऽन्येन कल्पितः ॥१२॥
સઘળા કતર્કોમાં જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે અંતે તો કુતર્કવાદીને વસ્તુનો તેવા પ્રકારનો સ્વભાવ હોવાથી જ વસ્તુ આમ છે એ પ્રમાણે જવાબ આપવો પડે છે. અર્થાત્ કુતર્ક દ્વારા જે વસ્તુને સિદ્ધ કરવા માંગે છે તે વસ્તુ જ્યારે અનુભવથી બાધિત થતી જણાય છે ત્યારે કુતર્કવાદી પોતાની વાતને સિદ્ધ કરવા સ્વભાવને જ આગળ કરે છે. જ્યારે સુતર્કમાં તો સ્વભાવ એ છેલ્લો ઉત્તર નથી પરંતુ અનુભવ એ જ છેલ્લો ઉત્તર છે અર્થાત્ સુતર્ક દ્વારા વસ્તુને સિદ્ધ કરવા વસ્તુનો તેવા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org