________________
૧૧ ૨
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 આથી વિપરીત આગમ એ અત્યંત વિશ્વસનીય છે કારણ કે તે અવિસંવાદી અને પૂર્વાપર અવિરોધી છે. અનાદિકાળથી ચેતન્ય સ્વરૂપ આ જીવે પોતાથી અત્યંત ભિન્ન અને સદંતર વિલક્ષણ એવા જડ ઇન્દ્રિયોના વિષયો સાથે રાગ-દ્વેષ સ્વરૂપ એક વિચિત્ર સંબંધથી જોડાઈને પોતાની ચેતન્ય શક્તિને કુંઠિત કરી નાંખી છે અને તેથી ઇન્દ્રિય, મન અને બુદ્ધિ આદિ કોઈપણ વિજાતીય સાધનોના અવલંબન વિના દેશકાળથી અમર્યાદિત અર્થાત્ સર્વક્ષેત્રવર્તી સર્વપદાર્થોના ત્રણકાળના સર્વભાવોને અક્રમથી જાણવાની પોતાની શક્તિને આ વિચિત્ર સંબંધથી જીવ ખોઈ બેઠો છે. બોદ્ધિક નિર્ણયો કદાપિ આખરી હોતા નથી.
પરંતુ જીવ જ્યારે રાગદ્વેષના સંસ્કાર સર્વથી નાશ કરી વીતરાગ બની જાય છે ત્યારે પોતાની ચેતન્ય શક્તિ પર રહેલા જડના આવરણો - અંતરાયો દૂર થઈ જાય છે અને જીવનું શુદ્ધ સંપૂર્ણ અને અખંડ ચૈતન્ય કેવલજ્ઞાન અને કેવલદર્શન રૂપે પ્રગટ થાય છે. આવા વીતરાગ સર્વજ્ઞના વચનને આગમ કહેવાય છે. તેના ઉપર - વિશ્વાસ શ્રદ્ધા કરવામાં જરા પણ જોખમ નથી. બુદ્ધિની ટપટ્ટીથી જ્ઞાનનો મહાસાગર માપી શકાતો નથી.
જન્મથી મરણપર્યંત મનુષ્ય સંશયના સાગરમાં ગોથાં ખાય છે. સત્ય-અસત્ય, સન્માર્ગ - ઉન્માર્ગ, હેય-ઉપાદેય વિ.ની બાબતોનો નિર્ણય તેની બુદ્ધિમાં એક સરખો કદાપિ ટકતો નથી. જેમ જેમ તેનો વિકાસ થાય છે તેમ તેમ તેની માન્યતાઓ પણ બદલાતી જાય છે. બૌદ્ધિક નિર્ણયો કદાપિ આખરી હોતા નથી. વિજ્ઞાનની દુનિયામાં પણ આ જ જોવા મળે છે.
આશરે ૩૫૦ વર્ષ પૂર્વે ગેલેલીઓએ આધુનિક વિજ્ઞાનનો પાયો નાંખ્યો ત્યારથી માંડી આજ સુધી પ્લેન્ક અને આઇન્સ્ટાઇન સુધી તીવ્ર બુદ્ધિના બળથી વસ્તુ સ્વરૂપને પામવાનો પ્રયત્ન થતો રહ્યો છે પરંતુ વસ્તુ સ્વરૂપ લાધ્યું છે તેવો સંતોષ તેમને આજે પણ થતો નથી. ઘણું જાણ્યું છતાં ઘણું નથી સમજાતું તેવો તેમનો અનુભવ બુદ્ધિની વસ્તુસ્વરૂપને પામવાની શક્તિની પરિમિતતા અને અપૂર્ણતાને સૂચવે છે. શ્રદ્ધા વિના બુદ્ધિમાન પણ ન જીવી શકે
- બુદ્ધિ શક્તિની અપૂર્ણતાનું ભાન થયે છતે મનુષ્ય શ્રદ્ધાનો આશરો લે છે અને આ શ્રદ્ધા સર્વથા નિર્દોષ એવા વીતરાગ સર્વજ્ઞના વચનો પર અર્થાત્ આગમ પર થાય ત્યારે જ તેને સત્ય સાંપડે છે.
પરંતુ સર્વથા નિર્દોષ કોણ ? સર્વજ્ઞ કોણ ? આગમો ઘણાં છે જે પરસ્પર વિરોધી જણાય છે તો કયું આગમ પ્રામાણિક માનવું ? આ શોધવાનું કામ મુશ્કેલ જરૂર છે પરંતુ અશક્ય નથી. સાચો જિજ્ઞાસુ મત, પંથ અને સાંપ્રદાયિક દૃષ્ટિરાગથી મુક્ત થઈ માધ્યસ્થ બુદ્ધિથી તેની શોધ કરે તો આજે પણ તેને પરમ નિર્દોષ, યથાર્થ વક્તા, વીતરાગ સર્વજ્ઞના વચનોના દર્શન થઈ શકે છે અને આજ તો જ્ઞાનની
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org