________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3
૧ ૧ ૧ તું એની સૌથી નજીકમાં રહેલો છે. અને દૂર રહેલાને મારી નાંખતો હોય તો આખા જગતને મારી નાંખવું જોઈએ કારણકે તેનાથી દૂર તો આખું જગત છે આમ જ્યાં કુતર્ક કરી રહ્યો છે તેટલામાં જ હાથીએ તેને પકડ્યો અને મુશ્કેલીથી તે મહાવત વડે છોડાવાયો. તેજ રીતે ભિન્ન ભિન્ન ધર્મમાં રહેલ તેવા પ્રકારના કુવિકલ્પને કરનારો માણસ કુતર્કરૂપી હાથી દ્વારા પકડાઇને અનર્થમાં પડે છે છતાં જો તે સુગુરુને સમર્પિત હોય તો સગુરુરૂપી મહાવત દ્વારા માંડમાંડ કુતર્કરૂપી હાથથી મુક્ત કરાય છે.
તાત્પર્ય એટલું જ છે કે અધ્યાત્મના માર્ગમાં ગુરુસમર્પણ અને શારા આ બે વસ્તુ મુખ્ય છે અને આગળ કરીને ચાલનારો આત્મા કુવિકલ્પોના વાવાઝોડામાં ફસાતો નથી. કુતર્ક દ્વારા જીવ આગ્રહી બને છે પછી સત્ય શોધક રવભાવ અને માધ્યસ્થ દૃષ્ટિ ટક્તા નથી. જેના કારણે તેને અધ્યાત્મમાંથી નીચે ઉતરવાનું થાય છે. અતીન્દ્રિય પદાર્થો કયારે પણ શુષ્કતર્કના વિષય બનતા નથી અને કેવળ બુદ્ધિથી તે જાણી શકાતા નથી. ઉપાધ્યાયજી મહારાજ જ્ઞાનસારમાં લખે છે કે જો હેતુના અર્થાત્ તર્ક અને યુક્તિથી સર્વજ્ઞ વગેરે અતીન્દ્રિય પદાર્થો જાણી શકાતા હોત તો અત્યાર સુધીના દીર્ધકાળમાં થયેલા તાર્કિક પુરુષોએ તે અતીન્દ્રિય પદાર્થો વિશે નિર્ણય કરી લીધો હોત. અતીન્દ્રિય પદાર્થ આગમનો જ વિષય બને છે કેમકે આગમથી જ તેના અસ્તિત્વનો નિર્ણય થાય છે. અતીન્દ્રિય પદાર્થનો નિર્ણય આગમથી
આપણા અનુભવનું સાધન પાંચ ઇન્દ્રિયો છે જે માત્ર સ્થૂલ પીદ્ગલિક પદાર્થનોજ અનુભવ કરાવી શકે છે પરંતુ વિશ્વમાં આવા સ્થલ પદાર્થો કરતાં સૂક્ષ્મ પગલો પણ છે કે જે ગમે તેવા શક્તિશાળી દૂરબીન ચા સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી પણ ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરાતા નથી. આ સિવાય આકાશ, ધર્માસ્તિકાય આદિ અભૌતિક પદાર્થો પણ આ વિશ્વમાં છે જેનો અનુભવ ઇન્દ્રિયો દ્વારા કદાપી થઇ શકતો નથી કારણકે તે પદાર્થોમાં ઇન્દ્રિય ગ્રાહ્ય વર્ણ, સ્પર્શ આદિ કોઈ જ ગુણધર્મો નથી. આપણા જ્ઞાનનું બીજું સાધન સ્મૃતિ, ચિંતન અને મનન છે, જેનો આધાર મન છે. જેની વૃત્તિઓ ન્યુનાધિક અંશે રાગ-દ્વેષના સંસ્કારોથી લિપ્ત હોવાથી તે તર્ક અને અનુમાનના સાધન બુદ્ધિને તટસ્થભાવે પ્રવર્તવા દેતું નથી. વૃત્તિ અનુસાર દોરવાતી બુદ્ધિદ્વારા તત્ત્વનિર્ણય વિશ્વસનીય બની શકે નહિં.
આ રીતે અપૂર્ણ અને પરિમિત શક્તિવાળી ઇન્દ્રિયો, રાગ-દ્વેષથી લિપ્તમન અને આવા વિકારી મનથી દોરવાતી બુદ્ધિ, આ ત્રણ ખોટા સાધનો થકી થતું જ્ઞાન અપૂર્ણ, પરિમિત અને પ્રાયઃ ભ્રાંત જ રહેવાનું, તેથી તેનું જ્ઞાન અવશ્ય પૂર્વાપર વિરોધી ન હોય તેવો વિશ્વાસ કેમ મૂકી શકાય ?
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org