________________
૪૧૬
યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ - ૩
ગુનેગાર છીએ અને શક્તિ ન હોતે છતે પરોપકાર કરવા જઈએ તો પણ દોષિત છીએ.
પરોપકારવૃત્તિ ઓછી કરવા માટે અર્થાત્ એકતા વધારવા માટે પરોપકાર કરવાનો છે. જેને આપણે પોતાના માન્યા છે તેમની સેવા કરીએ છીએ ત્યારે આપણે તેમના ઉપર ઉપકાર કરીએ છીએ એવું આપણને લાગતું નથી. આપણે તેવું માનતા પણ નથી. કોઈ પારકા ઘરની કન્યાને પરણીને સ્ત્રી બનાવ્યા પછી તેને માટે ગમે તેટલો પૈસો ખરચવામાં પરોપકાર લાગતો નથી. કોઈના પુત્રને
દત્તક તરીકે સ્વીફાર્યા પછી તેને વારસામાં બધો પૈસો આપી દેવામાં પરોપકાર લાગતો નથી પણ ગરીબના છોકરાને બે પૈસા આપવામાં પરોપકાર લાગે છે તેનું કારણ ખરી રીતે જોતાં તો પ્રાણીમાત્ર આપણા નજીકના સગા છે છતાં અજ્ઞાનથી આપણે થોડાકને પોતાના સગા માનીએ છીએ બાકીનાને પારફા માનીએ છીએ તે છે. આત્મજ્ઞાનીને વસુધૈવ કુટુંબ હોય છે. તેથી તેને હું પરોપકાર કરું છું એમ લાગતું નથી.
જેમ સામાન્ય માનવીને પોતાનું ઘર પોતાનું લાગે છે તેમ આત્મજ્ઞાનીને આખું બ્રહ્માંડ પોતાનું લાગે છે.
જે માણસને એમ લાગે છે કે બીજા શરીરોમાં પણ હું છું તેને એમ પણ લાગે છે કે બીજા શરીરોમાં પણ હું કામ કરુ છું. તમે બધા પ્રાણીઓને તમારા ભાવથી સમજાવી શકો કે હું તમારો છું તો બધા પ્રાણીઓ તમને તેવા ભાવથી જણાવશે કે અમે તમારા છીએ. તે વખતે તમારી મિલ્કત ઉપર આખા જગતનો હક રહેશે અને જગત તમને પોતાના માની તમારા માટે જોઈતી સગવડો પૂરી પાડશે.
આપણા મનરૂપી ટી.વી.ને બહુ થોડી Wave Length હોવાથી જગતની થોડી વસ્તુઓ જ તે સમજી શકે છે અને તેથી બ્રહ્મનિષ્ઠ તે બની શકતું નથી. તેને all wave length બનાવવા માટે પહેલા અત્યંત શાંત કરવું જોઈએ જેથી તેમાં બીજા અવાજ દાખલ થાય નહિ. તે શાંત થશે ત્યારે શુદ્ધ થશે અને જે શુદ્ધ થશે તે સર્વમય થઈ શકશે.
આપણે જે હેતુ માટે દુઃખ સહન કરીએ તે દુ:ખથી તે હેતુ સિદ્ધ થાય છે. સંસારની સગવડો માટે દુઃખ સહન કરીએ તો સંસારની સગવડો મળે છે. દેશ સેવા માટે દુઃખ સહન કરીએ તો દેશના કેટલાક દુ:ખો દૂર થાય છે અને આપણને પુણ્ય બંધાય છે. તેમ જો આત્મસાક્ષાત્કાર માટે અગવડો વેઠીએ તો તેનાથી આત્મસાક્ષાત્કાર થાય અને જન્મ મરણના ફેરામાંથી છુટાય છે. આત્માને માટે આપણે કેટલું સહન કરીએ છીએ તેની કદર આત્મા કરે છે. જો દુ:ખોને સહન કરવાની પાછળ હેતુ સારો હશે તો અવશ્ય તેનું ફ્ળ મળશે. માતાના
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org