________________
યોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ - 3
મિથ્યાત્વનો રસોદય મિથ્યાત્વનો ક્ષર્યાપશમ થવામાં પ્રતિબંધક છે.
જ્યારે સમ્યગ્દૃષ્ટિ જીવમાં અપાયના હેતુભૂત પાપકર્મના સેવનમાં અપ્રશસ્ત રાગાદિરૂપ બીજ પડેલું હોવા છતાં ઉપાદેય બુદ્ધિરૂપ ક્લિષ્ટ બીજ પડેલું નથી અને તેથી પોતાનામાં વર્તતા સઘળા દોષો તે યથાર્થ જોઈ શકે છે. તેથી તેના ઉપર અરૂચિ રહે છે અને તેથી તેનામાં નરકાદિ અપાય શક્તિનું મલિનપણું નથી. જ્યારે ચોથી દૃષ્ટિ સુધી પાપકર્મના સેવનમાં ઉપાદેય બુદ્ધિ રૂપ ક્લિષ્ટ બીજ યોગ્યતારૂપે રહેલું છે જેને કારણે સૂક્ષ્મદોષો દેખાતા નથી અને તેથી તે ક્લિષ્ટ બીજ સૂક્ષ્મબોધને અટકાવનારું બને છે. અપાયશક્તિમાલિન્ય :
પહેલી ચાર દૃષ્ટિમાં મિથ્યાત્વ પડેલું છે એ જીવને સંસારના આરંભ, સમારંભ અને પરિગ્રહમાં હોંશે હોંશે પ્રવર્તાવે છે. વિષય અને કષાયની પ્રવૃત્તિ કરાવે છે. મિથ્યાત્વ સ્વરૂપ તરફ દૃષ્ટિ જવા દેતું નથી, સ્વરૂપ તરફ રૂચિ કરવા દેતું નથી. આ મિથ્યાત્વ એ બીજ છે અને આત્માને નરકાદિ દુર્ગતિના અનર્થનું
કારણ છે.
૫૩
મિથ્યાત્વ જીવને પાપમાં જ રાચતો રાખે છે. જુઓ ! રાજગૃહી નગરીનો મમ્મણ અને શાલિભદ્ર બંને ધનાઢ્ય હોવા છતાં એક મિથ્યાદૃષ્ટિ અને બીજો સમ્યગ્દૃષ્ટિ, તો બંનેની પ્રવૃત્તિમાં અને માન્યતામાં કેટલું મોટું અંતર પડી ગયું ! ! !
મિથ્યાત્વની તીવ્રતાના કારણે મમ્મણને જિનવચન પ્રત્યે શ્રદ્ધા જ ન જાગી અને કિંમતી એવો સમગ્ર માનવભવ એક માત્ર પરિગ્રહની કાતિલ મૂર્છા અને આરંભ સમારંભમાં પૂરો કર્યો. આમ જોવા જઈએ તો મમ્મણે કોઈ હિંસા, જુઠ, ચોરી, બેઇમાની, લૂંટ-ફાટ એવા કોઈ જ પાપ કર્યા નથી. મમ્મણે કાળી મજૂરી કરીને ધન મેળવ્યું છે. મમ્મણનું ધન અનીતિનું ન હતું. અમાવાસ્યાની અંધારી રાત્રિએ મુશળધાર વરસાદ વરસે ત્યારે સમુદ્રમાં ડૂબકી મારી તણાઈને આવતા ગોશીર્ષ ચંદનના ટૂકડાને ભેગા કર્રી કરીને તેણે રત્નના બે બળદિયા બનાવ્યા હતા. છતાં મમ્મણને રાત દિ પરિગ્રહની મૂર્છાને કારણે કાળી લેશ્યા જ રહી. નિરંતર રૌદ્રધ્યાનના ચાર પાયામાંથી એક સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન રહ્યું.
ઘાસની ગંજી ઉપર બેઠેલો કૂતરો ઘાસ ખાય નહિ અને બીજાને ખાવા દે નહિ એ ન્યાયે મમ્મણે ન પોતાની સંપત્તિનો ભોગવટો કર્યો ન બીજાને દાન કર્યું અને એક માત્ર લક્ષ્મીની કાતિલ મૂર્છા રાખી. જેના પ્રભાવે મમ્મણ મનુષ્ય જન્મમાં કરવા યોગ્ય સુકૃતોમાંથી એક પણ સુકૃત કરી શક્યો નહિ. અને આ બળદિયાને રત્નના બનાવવા પાછળ જબરજસ્ત અપાયશક્તિનું માલિન્થ ઉભું કર્યું જે જીવને તે ભવમાંથી તરત જ નરકમાં લઈ જવાને માટે કારણ બન્યું. મમ્મણ 33 સાગરોપમના આયુષ્યવાળી સાતમી નરકે ગયો. આખા મમ્મણના
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org