________________
૩૧૪
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
આત્માનો અનુભવ થયા પછીચી જેમ જેમ સ્વરૂપમાં સ્થિર થતો જાય તેમ તેમ આત્મનિષ્ઠ બને છે. આત્મનિષ્ઠમાં બુદ્ધિ નથી હોતી. બુદ્ધિનો અહંકાર અને બુદ્ધિનો અંધકાર નથી હોતો પરંતુ સમ્યગજ્ઞાનનું અજવાળું હોય છે. પ્રજ્ઞાનો નિર્મળ પ્રકાશ હોય છે. એના કારણે દરેક તત્ત્વો જેવા હોય તેવા દેખાય છે. પછી એને બહારથી આ સ્ત્રી, આ પુરુષ એ દેખાવા છતાં અંદરનો શુદ્ધાત્મા દેખાય છે. દેહ ઉપરની ચામડી, અંદરનું લોહી, માંસ, હાડકા, આંતરડાં બધુ એકરની જેમ સ્પષ્ટ દેખાય છે. દેહ ઉપર વા દેખાય તેમ શરીરની અંદરનો આત્મા શરીરથી જુદો દેખાય છે. એટલે પછી રાગ-દ્વેષ વગેરે બહુધા થતા નથી. થાય તો ઉપર ઉપરથી સ્પર્શીને ચાલ્યા જાય છે, અંદરમાં જઈને ઘર કરીને રહેતા નથી.
આત્મા અને પુલ બંનેના ભેગા થવાથી વિશેષભાવ ઉત્પન્ન થાય છે અને વિશેષભાવ થવાથી સંસાર ચાલુ થાય છે અને પછી આત્મા મૂળ ભાવમાં આવે અને જાણે કે હું કોણ છું. ત્યારે તે વિશેષભાવથી છૂટે છે અને તેથી પૂગલ કર્મ પણ આત્માથી છૂટે છે. બંને નજીકમાં આવવાથી બનાવ બને છે. આ બનાવ એજ વ્યવહાર છે. વ્યવહાર બનાવો અને સંજોગોથી ભરેલો છે અને આત્માએ જ્યાં સંજોગો ન હોય ત્યાં જવાનું છે અથતિ સંજોગો અને બનાવોથી પર થવાનું છે.
લોખંડને જેમ દરિયાઈ હવાના સંગથી કાટ ચઢે છે તેમ આત્માને સંજોગોના દબાણથી મલિનતા આવે છે. “હું શુદ્ધાત્મા છું” એ ભાવને બદલે “હું મણિભાઈ છું” એ આરોપિત ભાવમાં આવવાથી જ જ્ઞાન કાટવાળું બને છે. સંજોગોના દબાણથી જ્ઞાન વૈભાવિક થયું છે અને તેથી જેવો ભાવ થયો તેવો દેહ ઘડાઈ ગયો.
હું બાવો ને મંગળદાસ : કોઈ આવીને બારણે ટકોરા મારે ત્યારે અંદરવાળો પૂછે છે કોણ છે ? તો કહે હું, પણ હું કોણ ? એટલે કહે હું બાવો. એટલે વળી પાછો પુછે કયો બાવો ? એટલે આ કહે હું બાવો મંગળદાસ. એમ ત્રણ વાર જવાબ આપે ત્યારે ઓળખે કે હા, પેલો બાવો મંગળદાસ. તેમાં પણ મંગળદાસ નામના બાવા અનેક હોયતો પાછું કહેવું પડે કે હું બાવો મહાદેવજીવાળો. તો જેમ ઉપરના વાક્યમાં હું ને ઓળખવો પડે છે તેમ અધ્યાત્મમાં પણ હું ને ઓળખવો પડે છે.
આ જગતમાં હું જાણું છું અને હું કરું છું, બે ભાવ ભેગા થાય તેનું નામ ભ્રાંતિ. આ દુનિયામાં કોઈ જીવ કશું કરી શકે તેમ છે જ નહિ. જે આંખ રેતી ઉપાડી શકે તો જીવ કરી શકે છતાં “હું કરું છું એવું જે કહે છે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org