________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩
श्री सहस्त्रफणा पार्श्वनाथाय नमः ॥
પહેલા બે ભાગમાં પ૬ શ્લોક અર્થાત્ યોગની ત્રીજી બલા દૃષ્ટિ સુધીનું - વિવેચન કર્યું હવે ચોથી દૃષ્ટિનું વર્ણન કરાય છે.
प्राणायामवती दीग्रा, न योगोत्थानवत्यलम् । તત્ત્વશ્રવાસંયુક્લા, સૂક્ષ્મ બીવન | પ૭ |
ચોથી દૃષ્ટિમાં ગ્રંથકારશ્રીએ પ૭થી માંડીને ૧૫૩ શ્લોક અર્થાત ૯૭ શ્લોક જેટલું વિવેચન કર્યું છે. સૌથી વધારે વિવેચન આ જ દૃષ્ટિમાં છે. ચોથી દૃષ્ટિમાં વિશેષ વર્ણનનું કારણ -
પાંચમી દૃષ્ટિ મોક્ષલક્ષી છે. ત્યાં ભવનો ભય છે. સ્વરૂપ પ્રત્યે પ્રયત્નપૂર્વકની જાગૃતિ છે. વિશેષ વૈરાગ્ય છે. સાંસારિક બધી પ્રવૃત્તિથી આત્મા નિર્વેદ પામેલો. છે. અહીં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ છે માટે સૂક્ષ્મ બોધપૂર્વકનો યોગ છે.
આ અવસ્થા પકડવા માટે આચારો, ભાવનાઓ દૃઢ બને, સ્થિર બને, ક્ષયોપશમ રૂપ બને તો પાંચમી દૃષ્ટિ આવે માટે ચોથી દૃષ્ટિમાં પાંચમી દૃષ્ટિના કારણોનું વર્ણન વિશેષ રૂપે છે. અપૂર્વકરણના પરિણામથી ગ્રંથિ ભેદાય છે. અને ત્યાર પછી સમક્તિ પ્રાપ્ત થાય છે. તે અપૂર્વકરણનો પરિણામ પ્રાપ્ત કરવા માટે જીવને ઘણો પુરુષાર્થ કરવો પડે છે. નદીના સામા પૂરે તરવા જેવું છે. અહિંયા શત્રુની શત્રુરૂપે બરાબર ઓળખ થઈ છે અને આત્મા એના નાશ માટે કટીબદ્ધ બન્યો છે. શત્રુના નાશ માટેનું તીવ્ર પ્રણિધાન છે. એટલે એનો નાશ કરવા માટે કેવા કેવા ઉપાયો અજમાવવા પડે એ ખ્યાલ હોય તો જીવ પાછો પડે નહિ. શત્રુ જેટલો બળવાન એટલો પુરૂષાર્થ પણ પ્રચંડ કરવો પડે અને આત્માને મોક્ષે જવા માટે મોહ જેવો બીજો કોઈ શત્રુ નથી. અહિંયા બોધ વિકસિત થયેલો છે. ધર્મયોવનની વિશેષ અવસ્થા છે. સંસારના દુ:ખો અને પરિભ્રમણથી જીવ ત્રાસ પામ્યો છે. સ્વરૂપને પામવાની લગન છે. માટે તે પામવા માટે વિશેષ વર્ણન છે
જ્યારે પહેલી ત્રણ દૃષ્ટિ અવિકસિત છે. દૃષ્ટિનો ઉઘાડ જેવો જોઈએ તેવો થયો નથી તેમ જ શત્રુના નાશનું તીવ્ર પ્રણિધાન નથી. પ્રમાદ પણ વધુ પ્રમાણમાં છે તેથી ત્યાં વિશેષ વર્ણન કરવાનું પ્રયોજન નથી. હાથ પકડીને લઈ જવા જેવી સ્થિતિ છે. “કહીએ તે માને અને આચરે” એના જેવું છે. જેમ નહિ અનુભવેલા પ્રદેશની મુસાફ્રીએ જતા માણસને ઘણી બધી તૈયારી અને સૂચના આપવી પડતી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org