________________
૨૪૬
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩
અંતિમ ઘટક તરીકે મનાતા હતા અને વિશ્વના પાયાના આધાર' ગણાતા હતા તે આજે માત્ર ઇલેક્ટ્રિકલ ચાર્જ બની ગયા છે.
વૈજ્ઞાનિક સિદ્ધાંતોની અસ્થિરતા વિશે આજે વૈજ્ઞાનિકો પોતે પણ સજાગ છે. બ્રિટિશ પદાર્થ વૈજ્ઞાનિક સર જેમ્સ જીન્સ કહે છે કે,
- આજે અમે આ અનુમાન કરવા પ્રેરાયા છીએ, પરંતુ કોને ખબર છે કે જ્ઞાનની સરિતા આગળ જઈને હજી પણ કેટલા વળાંક લેશે?.. આજ સુધીમાં અમે જે કાંઈ કહ્યું છે, અને તત્કાળ પૂરતા જે કાંઈ નિર્ણય આગળ ધર્યા છે. તે સર્વ અનિશ્ચિત અને સાચું કહીએ તો, માત્ર કલ્પનાનું ઉડ્ડયન છે.
ક્વોન્ટમ થિઅરીનો જનક મેક્સ પ્લૅક કહે છે કે, “એક કોયડો ઉકેલીએ કે એથી ય વધુ ગૂંચવણ ભર્યો નવો કોયડો સામે આવે છે.” એડીંગ્ટન જેવા અગ્રગણ્ય વૈજ્ઞાનિક કહે છે કે ભૌતિક જગતનું ચેતના સાથે અનુસંધાન ન કરીએ તો તે એક કલ્પના જ બની રહે છે.
આઇન્સ્ટાઈન કહે છે. “વિશ્વને આલિંગનો આધ્યાત્મિક અનુભવ એ વૈજ્ઞાનિક સંશોધનનો. અત્યુત્તમ અને પ્રબળ આધાર છે. અગમ્યનું સંવેદન એ આપણા અનુભવમાં આવતી ઊંડામાં ઊંડી અને પરમ સૌંદર્યપૂર્ણ ઊર્મિ છે. સમગ્ર યથાર્થ વિજ્ઞાનનો એમાંથી જ ઉદ્ભવ થાય છે.” આ ઊર્મિ જેને અપરિચિત છે, જે આશ્ચર્ય મુગ્ધ હૃદયે ઊંડા અહોભાવમાં ખોવાઈ જતો નથી. તે નિખાણ છે.
જતે દહાડે વિજ્ઞાન પોતે જ તત્ત્વજ્ઞાનીઓએ ભાખેલાં સત્યોને વાચા આપશે એવી શક્યતા પશ્ચિમના વિચારકો આજે જોઈ રહ્યા છે. આધ્યાત્મિક ભારતના જ્ઞાની પુરુષો પ્રત્યે અહોભાવ વ્યક્ત કરતાં તેઓ કહે છે કે -
એ વિશેષ નોંધપાત્ર છે કે વિજ્ઞાન પણ જાગ્યે - અજાયે તત્ત્વજ્ઞાનની છાવણીમાં આવી રહ્યું છે. કારણ કે આઈન્સ્ટાઇન ગ્લૅક અને હીઝન બર્ગ, જીન્સ અને એવા બીજા અગ્રગણ્ય વૈજ્ઞાનિકોએ રજૂ કરેલા વિજ્ઞાનના છેલ્લામાં છેલ્લા સિદ્ધાંતોનું ભારતના ત્રાષિઓ દ્વારા તે સમયે પ્રતિપાદન થયું છે કે જ્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિ તો હજી તેના બાલ્યકાળમાં ધૂળમાં રમતી હતી.
આઇન્સ્ટાઇન દ્રઢ પણે માનતા હતા કે વિજ્ઞાનનો વિકાસ એફ સતત ચાલતી પ્રક્રિયા છે. ભૂતકાળના નિશ્ચિત થયેલા સિદ્ધાંતો માટે પણ ખોટા પડવાની. શક્યતાઓનો ઇન્કાર થઈ શકે નહિ. તેમ જ જેટલું વિજ્ઞાન દ્વારા જોવામાં આવ્યું છે તથા ભવિષ્યમાં જોવાની શક્યતા છે તેનો પણ અસ્વીકાર થઈ શકે નહિ. મતલબ કોઈપણ વૈજ્ઞાનિક સત્ય શાશ્વત નથી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org