________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૨૪૭ આઈન્સ્ટાઇને પોતાના ચિંતન અને મનન દ્વારા દૃઢપણે જાહેર કર્યું કે ઈશ્વરે આડેધડ જુગટુ રમ્યું નથી. બ્રહ્માંડમાં જે સુંદર શક્તિ-સંચાલન ચાલી રહ્યું છે તેમાં કોઈક અગમ્ય શક્તિ કાર્યશીલ છે જ અને મને વિશ્વાસ છે કે ભવિષ્યનું વિજ્ઞાન કે વૈજ્ઞાનિકો ગહન રહસ્યોના થોડા ઘણા પણ ઉકેલ શોધવામાં સફળ થશે.
જ્યારે બીજા વિશ્વયુદ્ધમાં અણુબોંબનો ઉપયોગ થયો અને બે એટમ બોંબના વિસ્ફોટ જાપાનમાં હીરોશીમાં તથા નાગાસાકી ઉપર કરવામાં આવ્યા ત્યારે તેમનું હૃદય અત્યંત દ્રવી ઉઠ્યું હતું. જ્યારે તે એટમબોમ્બ જાપાન ઉપર ફેંકાયા ત્યારે આઈન્સ્ટાઇન નિવૃત્ત થયા હતા. તેમની વય ૬૬ વર્ષની હતી પરંતુ ત્યારે પણ તેમણે United Nations અને બીજા વૈજ્ઞાનિકો સાથે મળી એવી યોજનાનો વિચાર કર્યો હતો કે અણુશસ્ત્રોનો વિકાસ કરવામાં ન આવે પરંતુ શાંતિમય ઉપયોગ માટે જ અણુઉર્જા વપરાય. તેમણે કહ્યું કે “ધર્મ વિનાનું વિજ્ઞાન આંધળું છે અને વિજ્ઞાન વિનાનો ધર્મ પાંગળો છે.” આજનું વિજ્ઞાન હજુ પણ ત્યાં સુધી પહોંચી શક્યું નથી અને પહોંચી શકશે નહિ તેવું નિરૂપણ વીતરાગ પરમાત્માએ ક્યું છે. જે ઊંડાણથી વિચાર કરીએ તો જણાય કે આઈન્સ્ટાઇન જે કહેતા હતા કે “મેં જ્ઞાન સમુદ્રમાંથી એક ચપટી ભરી છે” તે યથાર્થ જણાય છે.
આમ અનુમાન જ્ઞાન અર્થાત્ યુક્તિવાદ - તર્કવાદથી પણ અતીન્દ્રિય પદાર્થો જાણી શકાતા નથી. તર્કવાદ એ બુદ્ધિની કસરત કરવા માટેનો અખાડો છે. અખાડામાં જેમ શરીરનો વ્યાયામ કરાય છે, કસરત કરાય છે. આસનો કરાય છે, અટપટા ખેલ ખેલાય છે, મલ્લયુદ્ધ કરાય છે તેમ તર્કવાદમાં બુદ્ધિના ખેલ ખેલાય છે. બુદ્ધિની કસરત થાય છે. છલ-જાતિના દાવપેચ રમાય છે. જેમાં અખાડામાં એક મલ્લ બીજા મલની સાથે કુસ્તીના દાવ રમે છે. બીજાને હરાવે છે તેમ અહિંયા પણ પ્રખર બુદ્ધિશાળી વાદી અત્યબુદ્ધિવાળા પ્રતિવાદીને હરાવે છે. વળી તેને પણ કોઈ બીજો વધારે બુદ્ધિશાળી હરાવે છે. આમ જેમ મલ્લા અને પ્રતિમલ્લનો અંત આવતો નથી તેમ વાદી-પ્રતિવાદીનો પણ અંત આવતો નથી. તર્કવાદની પરંપરાનો અંત આવતો નથી. આમ તર્કવાદ કરતા કરતા પણ અભિમત વસ્તુ સાચી રીતે પ્રાપ્ત થતી નથી.
તર્ક વિચારે રે વાદ પરંપરા રે, પાર ન પહોંચે રે કોય, અભિમત વસ્તુ વસ્તુગતે લહે રે, તે વિરલા જગ જોય.. આનંદઘનજી.
તર્કવાદથી તો દરેક જણ પોતપોતાની માન્યતાની પુષ્ટિ કરે છે અને બીજાનું ખંડન કરે છે. બીજાનું ખંડન કરવા દ્વારા પોતાના મતની સર્વોપરિતા સ્થાપન કરે છે અને તેના દ્વારા તો પરસ્પર ભિન્ન વિચારણા ધરાવતા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org