________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ આદિ બાહ્ય પદાર્થો તેને તદ્દન ફીકા, નીરસ, તુચ્છ, બનાવટી અને અસાર લાગે છે.
વેધસંવેધપદ એ વીતરાગતાનું પ્રવેશદ્વાર છે. આ પદમાં જીવને આત્માના જે અનંતગુણો છે તે બધા અનંતગુણોનો એક અંશ અનુભવાય છે માટે પરમાત્મસ્વરૂપની ઝાંખી તેને અહિંયા અનુભવાય છે એટલા માટે સમક્તિને સર્વગુણાંશ કહેવામાં આવ્યું છે અને એટલા જ માટે પરમાત્માને યથાર્થ રૂપે સમકિતી જ ઓળખી શકે છે. તે પહેલાના બીજા જીવો નહિ. એ જે કહ્યું છે તે તદ્દન સત્ય છે. અકષાય પરિણમન, નિર્વિકાર પરિણમન, વીતરાગ પરિણમન એ મોક્ષમાર્ગ છે અને તે અંશે અંશે અહિંયા અનુભવાય છે. સંસારનો એવો ભય વર્તે છે કે જેથી વિષયોમાંથી મન ઊઠી જાય છે. જેમ બાજુમાં ખીણ હોય અને જવાનો રસ્તો સાંક્કો હોય તો માણસ કેટલું સાચવે છે ? તેમ આ જીવ પડી જવાય તેવા ઠેકાણે ઊભો છે તેથી નિરંતર જાગ્રત છે. તેને હર્ષશોકની વૃત્તિ પ્રાયઃ ઉઠતી નથી. ઉઠે તો તરત સમાવી દે છે. પુદ્ગલમાં તેને તાદામ્યપણું થતું નથી. મોક્ષ સિવાય બીજું તે ઇચ્છતો નથી. ધન માટી જેવું લાગે છે. રાજ્ય મળે તો પણ રાજીપો થતો નથી. સંકલ્પ વિકલ્પ થાય ત્યારે ખબર પડે કે મારી હજુ કેટલી નબળાઈ વર્તે છે. વિષય ક્યાય વિશેષ વિકાર કરી જાય તે વખતે તેને પોતાનું નિર્વીર્યપણું જોઈને ઘણો ખેદ થાય છે.
વેધસંવેપદ એ આંતરસંવેદન છે. હેયને જાણ્યા પછી તેનો ભય, ચિંતા, બળતરા અને નુકસાનથી બચવાની કાળજી અને ઉપાદેય જાણ્યા પછી તેને જ મેળવવાની ઇચ્છા, આતુરતા એ સંવેદન છે અને તે વેધસંવેધપદ છે અને આ સૂક્ષ્મબોધ છે. બોધની સૂક્ષ્મતા એટલે બોધની અસરકારકતા.
બોધ વાસ્તવિક તે કહેવાય કે જે અંતરને ભેદીને અંદરના ઊંડાણમાં ચાલ્યો જાય. નવ નવ પૂર્વના બોધ પણ જો અંતરને ભેદી ન શકે તો તે બોધ વ્યાપક હોવા છતાં સ્થૂલ છે જ્યારે અષ્ટપ્રવચન માતાનો બોધ પણ અંતરને ભેદી નાંખે તો તે વ્યાપક ન હોવા છતાં સૂક્ષ્મ છે. વેધસંવેધપદ આવે એટલે માત્ર મોટા જ પાપો હેય લાગે એમ નહિ પણ નાના નાના પાપો પણ ત્યાજ્ય લાગે અને તેથી તે નાના પાપો પણ કરી શકે નહિ.
ગૌતમમહારાજાના પરિચયથી અઈમુત્તો વીરપ્રભુની વાણી સાંભળી દીક્ષા લેવા તૈયાર થયો ત્યારે તેની માતા કહે છે કે તું તો હજુ નાનો બાળક છે. દીક્ષા શું છે ? તે તને શું ખબર પડે ? ત્યારે અઈમુત્તો એકજ જવાબ આપે છે કે મા ! હું બીજુ કાંઈ વધારે જાણતો નથી પણ એટલું તો નિશ્ચિત જાણું છે કે જગતમાં જે જીવો ઉત્પન્ન થાય છે તેને મરવાનું ચોક્કસ છે પણ તે મૃત્યુ ક્યારે આવશે ? તેની મને ખબર નથી.
મને જ્યારે સુખદુ:ખ થાય છે ત્યારે ખબર પડે છે કે મેં કાંઈ સારું ખોટું કર્યું
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org