________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3
૬૫
બિલકુલ અસર કરતી નથી તેને સમ્યગદર્શન લાધી જાય છે. તેથી મારી તો શું, આખા જગતની જંજાળ પણ તેને તણખલાના જેવી તુચ્છ લાગે છે.
કામ એક ભયાનક પારધિ છે તેના બાણ તો ક્લના છે પણ જેને વાગે તેનામાં સંતાપની જવાળા સળગવા લાગે છે. પણ વિવેકનું બમ્બર જે પહેરે તેને કામાગ્નિ બાળી શકતો નથી. જે સ્થિતપ્રજ્ઞ છે તે ક્ષણભંગુર સુખ આપનાર સ્ત્રીનો સંગ નથી કરતા, પરંતુ કરૂણા, મંત્રી અને પ્રજ્ઞા જેવી કુળવધુઓનો સમાગમ કરે છે કારણકે એ ખબર છે કે નરકમાં પુષ્ટ પયોધરવાળી અને નિતમ્બ ઉપર કટિમેખલા ઝૂલાવતી સ્ત્રીઓ હોતી નથી.
તાત્પર્વ: આગમના બોધથી થયેલી જે વિશુદ્ધિ તેના કારણે નરકાદિ અપાયના કારણભૂત સ્ત્રી આદિનું જે પ્રકારે અપ્રવૃત્તિ બુદ્ધિથી સંવેદન જે પદમાં થાય છે તે વેધસંવેધપદ છે.
તથાડપ્રવૃત્તિવૃદ્ધિયાદિ-માં ‘તથા” નો અર્થ જે રીતે પહેલી બીજી આદિ દૃષ્ટિવાળા સ્ત્રી આદિને હેય માને છે તે રીતે નહિ પરંતુ ભાવયોગી એવા સમ્યદૃષ્ટિ આદિ જીવો જે રીતે સ્ત્રી આદિને હેય માને છે તે રીતનું વદન તથા' શબ્દથી અપેક્ષિત છે.
પ્રવૃત્તિવૃદ્ધયાપિમાં પિશબ્દ એવકાર અર્થમાં છે.
જગતમાં તાત્વિક દૃષ્ટિએ વિચારતા સ્ત્રી, ધન, કુટુંબ, પુત્ર, પરિવાર, મકાન, સ્નેહી વગેરે દુ:ખના જ કારણભૂત છે અને તેથી સમ્યગદ્રષ્ટયાદિ ભાવયોગીઓને તે દુઃખના કારણરૂપે જ વેદાય છે. આમ દુ:ખના કારણભૂત સ્ત્રી આદિ તત્ત્વો જેમાં દુઃખના કારણરૂપે વેચાય છે. તે વેધસંવેદ્યપદ છે.
तत्पदं साध्ववस्थानाद्भिन्नग्रन्थ्यादिलक्षणम्। अन्वर्थयोगतस्तन्त्रे वेद्यसंवेद्यमुच्यते ॥७४ ॥
આગમના બોધથી થયેલી તેવા પ્રકારની અપ્રવૃત્તિબુદ્ધિથી જ અપાયાદિના. કારણભૂત સ્ત્રી આદિરુપે વેધનું સંવેદન જેમાં થાય છે તત્પદં - તે ભિન્ન ગ્રંથ્યાદિ સ્વરૂપ પદને જે પદાર્થની જેવી અવસ્થિતિ છે તે રૂપે જ તેનું આશયસ્થાનમાં પરિચ્છેદન થતું હોવાથી અન્વર્યયોગથી શાસ્ત્રમાં વેધસંવેધપદ કહેવાય છે. અર્થાત ભિન્નગ્રંથિ સમકિતી, દેશવિરતી, સર્વવિરતિ આશયસ્થાનમાં સ્ત્રી આદિ તત્ત્વોનું જેવા પ્રકારે અવસ્થાન છે તે જ રીતે નરકાદિના અપાયરૂપે જ સંવેદન થાય છે.
સ્ત્રી, ધન, કુટુંબ, પરિવાર, સ્વજનાદિ સઘળી વસ્તુઓ પાંચમી દૃષ્ટિથી માંડીને તે પછીની દૃષ્ટિઓમાં નરકાદિના કારણરૂપે, આત્માને અહિત કરનાર રૂપે, ભવભ્રમણના કારણરૂપે જ અનુભવાય છે અને તેથી વેધસંવેધપરવાળા જીવો સંસારમાં કયાંય ઠરતા નથી. જીવે એક વખત ગ્રંથિને ભેદી નાંખવા દ્વારા પોતાનું આત્મઘર અને તેમાં રહેલા ક્ષમાદિગુણોનો વૈભવ જોઈ લીધો છે, અનુભવી લીધો છે તેથી સ્ત્રી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org