________________
૨૧૬
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ વાળી જમીન પર બેઠા નહિ તો ૧૦૦૦ વર્ષને અંતે પ્રભુને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ અને તેમના જ દીકરા ભરત ચક્રવર્તીએ સંસારમાં રહીં ચક્રીપણાના ભોગો ભોગવ્યા અને આરીસા ભવનમાં એક માત્ર વીંટી નીકળી જવાના નિમિત્તે ભાવના ઉપર ચડતા કેવલજ્ઞાન પામ્યા. તેનું કારણ બંનેમાં મોક્ષે જવારૂપ ભવ્ય સ્વભાવ સમાન હોવા છતાં તથાભવ્યત્વ બંનેનું જુદું જુદું હતું.
એ જ રીતે દરેક જીવોનું તથાભવ્યત્વ જુદું જુદું હોવાના કારણે સર્વજ્ઞ પરમાત્મા દ્વારા અપાયેલી એક જ એવી દેશના તે જીવોને જુદી જુદી રીતે પરિણામ પામે છે. એક એવી પણ દેશના ભિન્ન ભિન્ન રૂપે પરિણામ પામવામાં સર્વજ્ઞ પરમાત્માનો અચિંત્ય પુણ્યપ્રભાવ પણ કારણ છે. તથાભવ્યત્વ એ ઉપાદાન કારણ છે જ્યારે અચિંત્ય પુણ્યપ્રભાવ એ નિમિત્ત કારણ છે. આ બંને કારણોનો યોગ થતાં કાર્ય નીપજે છે.
જેમ મેઘધારા તો એક જ હોય છે પણ જુદી જુદી જગ્યાએ પડતા જુદા જુદા આકારને ધારણ કરે છે અને જુદી જુદી રીતે પરિણામ પામે છે. વરસાદનું પાણી દરિયામાં પડતા ખારું થાય છે, નદીમાં પડતા મીઠું બને છે. સાપના મોંમાં જતા ઝેર બને છે. સ્વાતિ નક્ષત્રમાં છીપમાં પડતા મોતી થાય છે. લીમડામાં કડવાશ પેદા કરે છે, આંબામાં માધુર્ય પેદા કરે છે. અહિંયા વરસાદનું પાણી તો એક જ છે તેમાં કોઈ ફ્ટ નથી પરંતુ તે જ્યાં પડે છે તેની યોગ્યતા જુદી જુદી હોવાના કારણે જુદા જુદા રૂપે પરિણમે છે તેમ એક એવી પણ દેશના શ્રોતાઓના ભેદે જુદી જુદી પરિણમે છે એટલે કપિલ, સુગતા વગેરેએ આપેલી દેશના તો એક જ હતી પરંતુ તેમના અચિંત્ય પુણ્યપ્રભાવના સામર્થ્યથી શ્રોતાઓને પોતપોતાના તથાભવ્યત્વના અનુસાર તે તે રૂપે પરિણમી.
यथाभव्यं च सर्वेषामुपकारोऽपि तत्कृतः । जायतेऽवन्ध्यताप्येवमस्याः सर्वत्र सुस्थिता ॥ १३७ ॥
સર્વજ્ઞ પરમાત્માની એક એવી પણ દેશના શ્રોતાઓને ભિન્ન ભિન્ન રૂપે પરિણામ પામે છે તેથી કરીને શ્રોતાઓને લાભ નથી થતો એવું પણ નથી પરંતુ લાભ થાય જ છે. વમવિ/પિ થી એક સરખી રીતે પરિણામ પામે તો તો લાભ થાય જ પણ ભિન્ન ભિન્ન રીતે પરિણામ પામે તો પણ લાભ થાય જ છે તેને કહે છે.
સર્વજ્ઞ પરમાત્માની દેશનાથી ભવ્ય જીવોને પોતાની પાત્રતા-યોગ્યતા. અનુસારે ઉપકાર અર્થાત ગુણ પણ થાય છે. પિથી દેશના સાંભળવાથી બોધ તો થાય જ છે પણ સાથે સાથે ઉપકાર પણ થાય છે. એટલે સર્વજ્ઞની દેશના યોગ્ય જીવને અવશ્ય લાભ કરે જ છે. અહિંયા લાભમાં તાત્ત્વિકલાભગુણઠાણાની પ્રાપ્તિ કે બીજાધાનાદિ રૂપ લાભ અપેક્ષિત છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org