________________
૧૯૬
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ પરિણતિના વિકાસના બળ ઉપર જ થયા છે અને આને સાધવા જે લિંગ, વેશ અને વ્રતના ભેદો છે તે દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ પ્રમાણે હોય છે. તે ત્રણે કાળમાં એક નથી પણ પરિવર્તનશીલ છે પણ દર્શન, જ્ઞાન, ચારિત્રની શુદ્ધતા, તે તો ત્રણે કાળમાં એક જ છે અને તારક તીર્થકર દેવોની આ એક મુખ્ય આજ્ઞા છે કે સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ સાધનવડે શુદ્ધ આત્મભાવની પ્રાપ્તિ કરવી તે માટે જ્ઞાની ગુરુની સમીપમાં રહેવું. તેની આજ્ઞાને આરાધવી. જો મોક્ષમાં દરેક આત્માનું સ્વરૂપ એક સરખું છે તો તેના તાત્ત્વિક ઉપાયરૂપ મોક્ષમાર્ગ પણ એક જ હોવો જોઈએ.
દુ:ખનું મૂળ આત્માની અનિત્ય દશા છે. સુખનું મૂળ આત્માની નિત્ય દશા છે. નિત્ય એટલે As it is for ever. આ જગતમાં કાળ અનિત્ય છે ક્રમિક અવસ્થા તે અનિત્ય અથતિ સાદિ-સાન્ત છે અને જે અનિત્ય છે તે ભ્રમરૂપ છે. મોક્ષ એટલે આત્માની કાલાતીત અવસ્થા.
જ્યાં કાળ નથી ત્યાં અનિત્યતા નથી ત્યાં મોક્ષ છે. જ્યાં કાળ છે ત્યાં અનિત્યતા છે ત્યાં સંસાર છે.
દિવસ અને રાત એ કાળ નથી પણ વાતાવરણ છે. Atmosphere છે. દિવસ અને રાત દેવલોકમાં નથી પણ ત્યાં કાળ છે.
આપણા આત્મા ઉપર જે આવરણ છે તે દેશ અને કાળ છે તેની અસર જાગ્રતમાં દેખાય છે. નિદ્રામાં દેશ અને કાળ દેખાતા નથી.
કયો આત્મા કયા દેવને, કયા ગુરુને કે ક્યા શાસ્ત્રને માને છે તેની ઉપર બહુ ઝોક ન આપતા ગમે તે રીતે પરમાત્માને જાણે છે અને પરમાત્મા થવા સાધના કરે છે તે મહત્વનું છે. આત્માથી જે પર છે અને દૂર પણ છે તેને સાધન બનાવો અને તેના દ્વારા સાધના કરો પણ સાધનનો બોજ માથે ઉપાડીને ફ્રો નહિ. ભગવાનના નામે, ગુરુના નામે કે શાસ્ત્રના નામે ઝઘડો નહિ. જગતના કોઈ ગ્રહો તને નડતા નથી. તારા ગ્રહ જ તને નડે છે. તારામાં જ બધા ગ્રહો પડયા છે. હઠાગ્રહ, દુરાગ્રહ, મતાગ્રહ, મઠાગ્રહ, કદાગ્રહ આ બધા આગ્રહ હોય ત્યાં વિગ્રહ થાય જ, જ્ઞાનીને આગ્રહ નથી માટે વિગ્રહ પણ ન થાય.
નિર્વાણ પામવા પ્રારબ્ધ પ્રારબ્ધ કરીને બેસી રહેવાનું નથી. એકલા પ્રારબ્ધનું અવલંબન લઈને પુરુષાર્થને છોડી દે તેનું મન સ્વચ્છ રહે નહિ. સમ્યફ પુરુષાર્થ દ્વારા ઉદયમાં આવતા કર્મોને રસહીન બનાવીને ક્ષયોપશમ ભાવ જાળવવાનો છે. જગત અને તેના સંયોગો કર્મના યોગે, કર્મના સંબંધે સત્ય લાગે છે જ્યારે આત્મા તો ત્રણે કાળમાં પરમાર્થથી સત્ય છે. રીલેટીવ સત્ય
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org