________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3
૧૭૫ રૂપ થતો જાય છે અને ત્યાર પછી પાંચમી દષ્ટિમાં સમ્યક્ત્વ થયે છતે બોધ સઘળો જ્ઞાનરૂપ થઈ જાય છે. ત્યાર બાદ પાંચમા ગુણઠાણાથી માંડીને બારમાં ગુણઠાણા સુધીનો બોધ પરિણતિપૂર્વકનો હોવાથી તે અસંમોહ રૂપ છે. આમ ત્રણે પ્રકારના બોધનું સ્વરૂપ ભિન્ન ભિન્ન છે એમ કહ્યું.
ફળના ભેદથી ભેદ જ્યારે ઉપાધ્યાયજી મહારાજ બત્રીસીમાં રત્નોપતંભ, રત્નજ્ઞાન અને રત્નપ્રાપ્તિો એ ત્રણેના ળના ભેદથી બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહનો ભેદ બતાવે છે.
જેમ જે જીવને માત્ર રત્નનો ઉપલંભ થયો છે તે જીવને કદાચ રત્ન મળી જાય તો પણ તેના ગુણદોષનો બોધ ન હોવાથી તે રત્ન દ્વારા જે લાભ મેળવવો જોઈએ તે નહિ મેળવી શકે અને જે રત્ન દ્વારા આખા જીવનનું દારિદ્ર, દુઃખ, દર્ભાગ્ય દૂર થાય તેમ હતા તે રત્નને પક્ષીને ઉડાડવામાં કે અત્યંત નજીવી કિંમતમાં વેચી મારશે. અર્થાત્ આ જીવ રત્નનો ઉપયોગ, ભોગવટો જ એવી રીતે કરશે કે જે દ્વારા લાભ કાંઈ નહિ થાય પરંતુ કયારેક તેવાજ પ્રકારનું રત્ન આવી જાય તો ઉપરથી તેના દ્વારા જ પોતાની સંપત્તિ આદિ નાશ પામી જાય અને ચિરકાલ દુ:ખી થાય.
તેજ રીતે રાષ્ટ્રતિકમાં પણ અભવી, દુર્ભવી, ભારેકર્મી ભવી જીવો કે જે બધા ઓઘદ્રષ્ટિમાં રહેલા છે તે જીવોનું જ્ઞાન બધું બુદ્ધિરૂપ છે કારણ કે તેમના મૂળમાં વિષયસુખની આસકિત, રાગ તેમજ વૈષયિક સુખમાં સુખબુદ્ધિ આ બધું અકબંધ પડેલું છે. જે કોઈ રીતે ખસી શકે તેમ નથી. તેથી કરીને તે જીવો શાસ્ત્રનો અભ્યાસ કરવા દ્વારા મન-વચન-કાયાથી નિરતિચાર ચારિત્રનું પાલન કરે છતાં તે જ્ઞાન બધું બુદ્ધિરૂપ જ છે કારણ કે હેયોપાદેયનો વિવેક, નિરાગ્રહિતા, તાત્ત્વિક વિરાગ તેઓમાં હોતા નથી.
બુદ્ધિના નુકસાન આખો સંસાર બુદ્ધિના આધારે ચાલે છે અને બુદ્ધિ હોય ત્યાં અહંકાર હોય જ. એટલે બુદ્ધિનો નાશ કરીને સમ્યગજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો પહેલા અહંકારનો નાશ કરવો પડે છે. પહેલા અહંકાર જાય છે પછી જ્ઞાન આવે છે. આ જગતમાં બે જ વસ્તુ છે કયાં તો જીવોનો અહમ્ પોષાય છે ક્યાંતો જીવોનો અહમ્ ભગ્ન થાય છે. એ સિવાય બીજું કાંઈ નથી.
બુદ્ધિ મતભેદ ઉભા કરે છે. સંકુચિત દષ્ટિ ઉભી કરે છે, મતભેદ થાય એટલે ઝઘડો થાય, તેમાંથી મનભેદ આવે ત્યારે ડાયવોર્સ લેવાય છે અને આખરે તનભેદ થાય ત્યારે નનામી નીકળે છે. જાણ્યું સાચું ત્યારે કહેવાય કે કોઈની સાથે મતભેદ ના પડે. મતભેદ એ ઝેર છે. અમર થવાની વાત કરનારા આજે મતભેદમાં રહ્યા છે એ કેટલું મોટું આશ્ચર્ય છે?
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org