________________
૧૧
સાધનાની આધારશિલા છે વીર્યંતરાયનો ક્ષયોપશમ, તે જેટલો વધારે તેટલી સાધના ઊંચી. ઊપાસનાની આધારશિલા છે મોહનીયનો ક્ષયોપશમ. તે જેટલો વધારે સુંદર તેટલી ઊપાસના સુંદર. આ બંનેનો સમન્વય એટલે મોક્ષમાર્ગ. સાધનાના પાયામાં કાયાની કઠોરતા છે. ઉપાસનાના પાયામાં મનની મૃદુતા, કૃતજ્ઞતા, નિર્મળતા છે. સાધનામાં વૈરાગ્યની મુખ્યતા છે. ઊપાસનામાં ભક્તિ અને શરણાગતિની મુખ્યતા છે.
મોક્ષની પ્રાપ્તિ માટે આત્માએ પ્રમાદ વિરુદ્ધ કેવો પુરુષાર્થ અને જાગૃતિ કેળવવાની છે તે સમજવા માટે બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન ચર્ચિલના શબ્દો ખૂબ ઉપયોગી બને તેવા છે.
આખા પશ્ચિમ યુરોપ ઉપર કબજો જમાવ્યા પછી હીટલર ઈંગ્લેંડ પર આક્રમણ કરશે- એવી બધીજ રીતે સંભાવના હતી. નેવીલ ચેમ્બરલેન તે વખતે ઈંગ્લેંડનો વડાપ્રધાન હતો પરંતુ પાર્લામેન્ટે જોયું કે તે યુદ્ધનો ભાર ઉપાડી શકે તેમ નથી. ઈંગ્લેંડમાં તે સમયે સર્વપક્ષીય સરકાર હતી. તેમણે નિર્ણય લીધો કે સર વીન્સ્ટન ચર્ચિલને વડાપ્રધાન પદે સ્થાપવામાં આવે અને મે ની ૧૦મી તારીખે ચર્ચિલ ઈંગ્લેંડના વડાપ્રધાન પદે નિયુક્ત થયો. વડાપ્રધાન પદ ગ્રહણ કરી તેણે ઈંગ્લેંડ અને કોમનવેલ્થ રાષ્ટ્રો જોગ પહેલું સંબોધન કર્યું.
'I have nothing to offer but Blood, toil, tears & sweat ' હું તમને કોઈપણ પ્રકારની બાંયધરી આપી શકું તેમ નથી. હું ફ્ક્ત તમને જણાવીશ કે રાષ્ટ્રે રક્ત, સખત મહેનત, આંસુઓ અને પસીનો વહાવવો પડશે. એક પ્રવચનમાં ફરીથી કહ્યુંકે “ આપણે આપણી ફરજો બજાવવા તૈયાર થઈએ અને એટલું સહન કરીએ કે જો બ્રિટનનું સામ્રાજ્ય અને કોમનવેલ્થ હજાર વર્ષ ટકવાનું હોય તો ઈતિહાસ કહેશે કે તે તેમનો ઉત્તમ સમય હતો.”
kr
આપણે આપણાં સાગર કિનારા ઉપર લડત આપીશું. આપણે આપણા પ્રદેશોમાં જયાં પણ તેઓ ઉતરે ત્યાં લડત આપીશું. આપણે આપણાં ખેતરોમાં લડીશું અને આપણી શેરીઓમાં પણ લડીશું. આપણે આપણા ડુંગરોમાં લડીશું. આપણે આપણા ઘરોમાં રહીને પણ લડીશું પરંતુ કદાપિ કદાપિ શરણાગતિ નહિ જ સ્વીકારીએ.”
આવા પ્રેરણાદાયી પ્રવચનોએ આખી બ્રિટિશ પ્રજા ઉપર અત્યંત પ્રચંડ અસર કરી. પ્રજાનો તમામે તમામ સભ્ય યુદ્ધમાં વિજય મેળવવાનો છે અને નક્કી મળવાનો છે એવી ભાવનાથી કામે લાગી ગયો. લોકોમાં નવચેતનાનો સંચાર થયો. સૈન્યમાં અદમ્ય ઉત્સાહ આવ્યો ને અંતે બ્રિટન વિજયી બન્યું. હિટલર હાર્યો.
બ્રિટનને વિજયી બનાવવા માટે ચર્ચિલને હિટલર જેવા શત્રુનો નાશ કરવા જે પુરુષાર્થ કરવો પડ્યો તેના કરતાં અનંતગુણો પુરુષાર્થ મોહનો નાશ કરી આત્માને વિજયી બનાવવા માટે કરવાનો છે તે માટે મુમુક્ષુતા કેળવવાની છે. મોક્ષ સિવાય હવે કાંઈજ ઓછું ખપે નહિ એવા દૃઢ સંકલ્પબળ અને અપૂર્વશ્રદ્ધા સાથે જ્ઞાનીએ બતાવેલા માર્ગ પર ચાલવાનું છે અને તેના દ્વારા શુક્લ અંતઃકરણ બનાવતા જવાનું છે. મુમુક્ષુના નેત્રો અને શુક્લ અંતઃકરણ દ્વારા મોક્ષની પ્રાપ્તિ કરવાની છે.
યોગદૃષ્ટિનાં અજવાળાં ભાગ ૧ અને ૨ માં ત્રણ દૃષ્ટિ સુધી વિવેચન કર્યા પછી ત્રીજા ભાગમાં બાકીની પાંચે દૃષ્ટિઓનું વિવેચન કરવાનો યથાશક્તિ પ્રયાસ કરાયો છે. વિ.સં. ૨૦૫૪ના (ઓસ્કારસૂરિ આરાધના ભવન, સુરત) ચાતુર્માસ દરમ્યાન બપોરે વાચના આપવાનો પ્રસંગ ઉપસ્થિત થતા આજ વિષય ઉપર વાચના આપવાનું
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org