________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૨૦૭
દૃષ્ટિથી તેઓને કપિલ-સુગતાદિનું વચન યુક્તિ સંગત ન લાગ્યું. કારણ કે તેમની માન્યતા પ્રમાણે વિશ્વ વ્યવસ્થા પણ યથાર્થ ઘટતી નથી તેમજ આત્મકલ્યાણનો પુરુષાર્થ પણ એકાંત નિત્ય કે એકાંત અનિત્ય પક્ષમાં ઘટી શકતો નથી. એકથી ચાર દૃષ્ટિમાં પાંચ પ્રફારના મિથ્યાત્વમાંથી અનાભિગ્રહિક મિથ્યાત્વ હોય છે. તેનું લક્ષણ આ પ્રમાણે છે.
स्वपराभ्युगतार्थयोरविशेषेण श्रद्धानमनाभिग्रहिकम् ।
પોતે અને બીજાઓએ માનેલા તત્ત્વોની સમાન રીતે શ્રદ્ધા કરવી એ અનાભિગ્રહિક મિથ્યાત્વ છે જેમ કે મુગ્ધ જીવો “સર્વ દર્શનો સુંદર છે” ઈત્યાદિ માને છે તે.
કપિલ, સુગત વગેરે સર્વજ્ઞો છે ઈત્યાદિ માન્યતા ચોથી દૃષ્ટિવાળા જીવોની છે. તેઓમાં હજુ સૂક્ષ્મબોધ પેદા થયો નથી પરંતુ ગુણગ્રાહી તેમ જ પરમ માધ્યસ્થદૃષ્ટિવાળા હોવાને કારણે સર્વત્ર તત્ત્વને જ જોવાની દૃષ્ટિ છે. દરેક દર્શનમાં તત્ત્વની વાત જેવી કે અહિંસા, સંયમ, તપ, ત્યાગ, ધ્યાન, બ્રહ્મચર્ય, કષાયોનો ઉપશમ, સંસારની અસારતા, મુક્તિની સુંદરતા, યમ, નિયમ વગેરે હોવાથી શાસ્ત્રનો જેને સૂક્ષ્મ બોધ ન હોય તેને કપિલ, સુગત વગેરે સર્વજ્ઞ છે ઇત્યાદિ માન્યતા બેસી જવાનો સંભવ છે આ પ્રમાણે બેસવામાં તેમની પરમ મધ્યસ્થદૃષ્ટિ અને સૂક્ષ્મબોધનો અભાવ જ કારણ છે. અંદરમાં કષાયોનો વિશેષ ઉપશમ થયેલો હોવાના કારણે ગુણોની પરિણતિ વિકસેલી છે અને તત્ત્વની રૂચિ ખીલેલી છે તેથી તેમને તત્ત્વ જ ગમે છે અને તેથી પોતાના ક્ષોપશમ મુજબ સર્વત્ર તે આત્માઓ તત્ત્વને જુએ છે.
પરંતુ જે આત્માઓને ગ્રંથિભેદ થયેલો છે અને શાસ્ત્રના ઊંડા અભ્યાસથી જેમની બુદ્ધિ સૂક્ષ્મ અને પરિકર્મિત થયેલી છે. જેઓએ માધ્યસ્થ દૃષ્ટિથી તત્ત્વ સમજવા માટે પ્રયત્ન કર્યો છે તેઓની બુદ્ધિમાં તો એક વાત સ્પષ્ટ છે કે આત્માદિ પદાર્થને એકાંતે નિત્ય કે એકાંતે અનિત્ય માનવામાં યોગમાર્ગમાં પ્રવૃત્તિ જ શકય નથી અને કપિલ, સુગતાદિના શાસ્ત્રો જોતા તેમની માન્યતામાં હરિભદ્રસૂરિજી મહારાજ વગેરેને એકાંત વાદ જણાયો માટે નિતાંત કરૂણા બુદ્ધિથી જગતના જીવો ઊંધે માર્ગે ન દોરવાઈ જાય અને તેથી સાધનાનો માર્ગ ચૂકી ન જાય એ માટે જગતના જીવોના હિત માટે માધ્યસ્થ દૃષ્ટિથી તેમનું ખંડન કર્યું. પરમ મધ્યસ્થદૃષ્ટિથી જે વસ્તુનું જેવું સ્વરૂપ હોય તેવું કહેવું એ દોષ નથી. જેમ કોઈ વ્યક્તિ કોલસાને કાળો કહે અને દૂધને ધોળું કહે તો તેમાં તેને કોલસા પ્રત્યે દ્વેષ નથી અને દૂધ પ્રત્યે રાગ નથી પણ તે વસ્તુ સ્વરૂપનું યથાર્થ પ્રતિપાદન છે. અધ્યાત્મના માર્ગમાં કદાગ્રહ એ પ્રતિબંધક છે અને ગુણગ્રાહિતા, પ્રજ્ઞાપનીયતા, માધ્યસ્થતા એ આદરણીય
Jain Education International2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org